એલન મસ્કની એક વર્ષની કમાણી એ મુકેશ અંબાણીની આજીવન કમાણી કરતાં વધુ છે. જાણો કેટલી છે સંપતિ?

ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપની ટેસ્લાના માલિક અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્ક કમાણીની દ્રષ્ટિએ દુનિયામા સૌથી મોખરે છે. એક રિપોર્ટ અનુસાર એલન મસ્ક માત્ર એક જ દિવસમાં 2.71 કરોડ રૂપિયા એટલે કે 36.2 લાખ ડોલરની કમાણી કરી રહ્યો છે. એટલું જ નહીં એલન મસ્કે એક દિવસમાં સૌથી વધુ કમાણી કરવાનો નો રેકોર્ડ પણ બનાવ્યો છે. કહેવાય છે કે ટેસ્લાને લગભગ 1 લાખ કારનો ઓર્ડર મળ્યો હતો છે. જેના કારણે એલન મસ્કની કમાણીમાં પણ આટલો ઉછાળો આવ્યો છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર એલન મસ્કની સંપત્તિ વધીને 289 અબજ ડોલર થઈ ચૂકી છે. જેના કારણે તે સતત ચર્ચામાં રહે છે. રિપોર્ટ અનુસાર ટેસ્લા કંપનીના માલિકે 1 ટ્રિલિયન ડોલરની માર્કેટ કેપ પાર કરી છે. નોંધપાત્ર બાબત એ છે કે, આ રેકોર્ડ ધરાવતી ટેસ્લા અમેરિકાની 6મી કંપની છે.

તાજેતરના અહેવાલ મુજબ ગયા સોમવારે ટેસ્લાનો શેર 14.9 ટકા વધીને 1,0450.2 ડોલર થયો હતો. તેથી જ સ્ટોક ઝડપથી આગળ વધતાં એલન મસ્કની સંપત્તિમાં વધારો થયો છે.

એક આંકડા મુજબ એલન મસ્કે એક વર્ષમાં જ વોરેન બફેટ, સ્ટીવ વાલ્મર અને મુકેશ અંબાણી જેવા આજના ટોચના 11 અબજોપતિઓ જેટલા પૈસા કમાઈ લીધા છે. જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિ 101 અબજ ડોલર છે, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ત્રીજા ક્રમે છે અને તેની સંપત્તિ 77.6 અબજ ડોલર છે.

એલન મસ્ક પછી કમાણીના સંદર્ભમાં એમેઝોનના ભૂતપૂર્વ સીઇઓ જેફ બેઝોસ બીજા ક્રમે છે. જોકે તેઓની સંપત્તિમાં લગભગ 90 અબજ ડોલરનું અંતર છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર તાજેતરમાં જેફ બેઝોસની સંપત્તિ 196 ડોલર હતી.

એલન મસ્ક વિશે વાત કરતાં કહેવામાં આવી રહ્યું છે કે જો એલન મસ્કની કમાણીમાં આ પ્રકારનો વધારો સતત જોવા મળે તો તે ટૂંક સમયમાં જ વિશ્વનો પ્રથમ અબજોપતિ બની શકે છે. એલન મસ્ક ટેસ્લા ઉપરાંત રોકેટ બનાવતી કંપની સ્પેસએક્સના પણ સીઇઓ છે.

કહેવામાં આવે છે કે ટેસ્લાને લગભગ એક લાખ કારનો ઓર્ડર મળ્યો હતો. ઓર્ડર મળ્યા પછી જ ટેસ્લાનો સ્ટોક વધ્યો હતો. સ્ટોકના આગમન સાથે એલન મસ્કની સંપત્તિમાં લગભગ એક દિવસમાં 2.71 કરોડ રૂપિયાનો વધારો થયો હતો. કહેવાય છે કે આ ફાયદો ઇતિહાસનો સૌથી મોટો ફાયદો છે. એલન મસ્કની કુલ સંપત્તિ 289 અબજ ડોલર છે.

Scroll to Top