એલન મસ્કે ટ્વિટર યુઝર્સને આપ્યો મોટો ઝટકો! યુઝર્સે પૈસા ચૂકવવા પડશે

ટેસ્લાના સીઈઓ એલન મસ્ક ટ્વિટર ખરીદ્યા બાદ પોતાના નિવેદનો અને ટ્વીટ્સને કારણે ખૂબ ચર્ચામાં છે. એલન મસ્કે હવે એક ટ્વિટ કર્યું છે, જે ખૂબ જ આશ્ચર્યજનક છે. તેમણે સંકેત આપ્યો છે કે આવનારા સમયમાં ટ્વિટરનો મફતમાં ઉપયોગ નહીં થાય. કેટલાક યુઝર્સે પૈસા ચૂકવવા પડશે. જો કે, તેણે સ્પષ્ટ કર્યું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કેઝ્યુઅલ યુઝર્સ માટે સંપૂર્ણપણે મફત હશે.

એલન મસ્કે ટ્વીટ કરીને માહિતી આપી હતી

ટેસ્લાના સીઈઓ એલન મસ્કે મંગળવારે જણાવ્યું હતું કે ટ્વિટર ઇન્ક વ્યાપારી અને સરકારી યુઝર્સ માટે નજીવી ફી વસૂલ કરી શકે છે. મસ્કએ એક ટ્વિટમાં કહ્યું, “ટ્વિટર હંમેશા કેઝ્યુઅલ યુઝર્સ માટે મફત રહેશે, પરંતુ તે વ્યાવસાયિક/સરકારી યુઝર્સ માટે થોડું મોંઘું હોઈ શકે છે.”

બદલાવના મૂડમાં એલન મસ્ક

અહેવાલો અનુસાર, ટ્વિટરને $44 બિલિયનમાં ખરીદ્યા પછી, એલન મસ્ક હવે ઘણા મોટા ફેરફારો કરવાના મૂડમાં છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે CEO પરાગ અગ્રવાલ અને પોલિસી હેડ વિજયા ગડ્ડેને કંપનીમાંથી હટાવી શકાય છે.

ટ્વિટર એડિટ બટન લાવશે

ટ્વિટર તેના યુઝર્સને તેમની ટ્વીટમાં ભૂલો સુધારવામાં મદદ કરવા માટે એક એડિટ બટન આપવાનું આયોજન કરી રહ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેના નવા બોસ એલન મસ્કના આ સંદર્ભમાં આગ્રહ કર્યા પછી તરત જ એડિટ બટન પ્રદાન કરવા માટે તૈયારી કરી રહ્યું છે. એપ્લિકેશન સંશોધકો અને રિવર્સ એન્જિનિયર જેન મંચુન વોંગે મંગળવારે નવા ટૂલની પ્રથમ ઝલક જાહેર કરી.

Scroll to Top