રાજ્યમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં લાખો લોકો સંક્રમણનો ભોગ બની ગયા છે. સાથેજ લોકોના મોતન પણ તેટલાજ થઈ રહ્યા છે. ત્યારે ગુજરાત એસટી વિભાગના 800 કર્મચારીઓની હાલત પણ કફોળી બની એસ ટી નિગમના કુલ 800 જેટલા કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જેમા મોટા ભાગના કર્મચારીઓ ડ્રાઈવર અને કન્ડક્ટર છે.
આ 800 કર્મચારીઓ પૈકી 150 જેટલા કર્મચારીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેથી એસટી મહામંડળ દ્વારા આજે કોરોનાથી મૃત્યુ પામેલા કર્મચારીઓને શ્રદ્ધાંજલી આપવામાં આ હતી સાથેજ તેમંણે બેનર લઈને સરકાર સમક્ષ વિવિધ માંગણી કરી હતી જેથી કરીને તેમને સહાય મળી રહે સાથેજ જે લોકો કોરોનામાં મૃત્યું પામ્યા છે તેમના પરિવારને પણ સહાય મળી રહે.
કોરોના સંક્રમણ વચ્ચે પણ એસટી સેવાનાં અમુક રૂટ ચાલુ રાખવામાં આવ્યા જેમા એક શહેરથી બીજા શહેરમાં પરપ્રાંતીય લોકો આવતા જતા હતા તેમને તકલીફ ન પડે તે માટેજ આ સેવા ચાલુ રાખવામાં આવી હતી. જેમા ડ્રાયવર કંડક્ટરોને પોતાની જીવ જોખમમાં મુક્યો જેથી એસટી મહામડળનું કહેવું છે કે તેમને યોગ્ય વળતર મળવું જોઈએ.
એસટી મહામંડળના તમામ કર્મચારીઓ દ્વારા સરકાર સામે એવી રજૂઆત કરવામાં આવી કે તે લોકોને કોરોના વોરિયરનું બિરુદ આપવામાં આવે કારણકે તેમણે કોરોનાકાળમાં પોતાનો જીવ જોખમમાં મુકીને ફરજ બજાવી હતી. જેના કારણે અમુક કર્મચારીઓ સંક્રમિત થયા ઉપરાંત સંક્રમિત દર્દીઓમાંથી અમુકના તો મોત પણ થયા છે.
તાઉ તે વાવાઝોડાને કારણે 12500 જેટલા રૂટ બંધ કરવામાં આવ્યા હતા પરંતુ હવે વાવઝોડાનું સંક્ટ ટળી જતા ફરી 1200 જેટલા રૂટ શરૂ કરવામાં આવ્યા છે. સાથેજ પરિસ્થિતી જો સારી રહેશે તો બાકી આગળ જદતા પણ 500 જેટલા રૂટ ફરી શરૂ કરવામાં આવશે.
એસટી નિગમના પ્રવક્તાના કહેવા પ્રમાણે વાવાઝોડાના કારણે અગાઉથીજ એસટી નિગને મોટા ભાગના રૂટ બંધ કરી દીધા હતા સાથેજ તેમણે એવું પણ કીધું કે કોરોનાને કારણે તેમણે અગાઉ પણ ઘણી ટ્રીપો રદ કરી છે જોકે હવે વાવઝોડાનું સંક્ટ ટળી ગયું છે. જેથી ધીરે ધીરે બધા રૂટ ખોલવામાં આવી રહ્યા છે. જેમા અત્યાર સુધીમાં 1200 રૂટ ખોલવામાં આવ્યા છે.