કુલગામ અને પુલવામામાં એન્કાઉન્ટર, સુરક્ષા દળોએ 4 આતંકીઓને ઠાર માર્યા

જમ્મુ અને કાશ્મીરના કુલગામ અને પુલવામા જિલ્લામાં સુરક્ષા દળોએ 2 અલગ-અલગ એન્કાઉન્ટરમાં 4 આતંકવાદીઓને ઠાર માર્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો સહિત અન્ય ગુનાહિત સામગ્રી મળી આવી છે. ચારેય આતંકીઓ હિઝબુલ મુજાહિદ્દીન અને લશ્કર-એ-તૈયબા માટે કામ કરતા હતા.

જમ્મુ-કાશ્મીરના કુલગામ અને પુલવામામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં જવાનોએ ચાર આતંકીઓને ઠાર કર્યા છે. કુલગામમાં શુક્રવારે રાતોરાત અથડામણમાં હિઝબુલ મુજાહિદ્દીનનો એક આતંકવાદી માર્યો ગયો હતો, જ્યારે પુલવામામાં આજે વહેલી સવાર સુધી સુરક્ષા દળો દ્વારા કુલ ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. પુલવામા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ત્રણેય આતંકવાદીઓ સ્થાનિક છે અને તેઓ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા. સુરક્ષા દળોએ માર્યા ગયેલા આતંકવાદી પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો અને અન્ય ગુનાહિત સામગ્રી જપ્ત કરી છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.

હિઝબુલ મુજાહિદ્દીન અને લશ્કર-એ-તૈયબાના 4 આતંકવાદીઓ માર્યા ગયા

પોલીસના જણાવ્યા અનુસાર, કુલગામના ખાંડીપોરા વિસ્તારમાં એક આતંકી છુપાયો હોવાની માહિતી મળી હતી. આ પછી સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પોતાને સૈનિકોથી ઘેરાયેલા જોઈને આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો. જવાબી કાર્યવાહીમાં હિઝબુલ મુજાહિદ્દીનનો એક આતંકવાદી માર્યો ગયો હતો. બીજી તરફ પુલવામાના દ્રબગામ વિસ્તારમાં એક કલાક સુધી ચાલેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 3 આતંકીઓને ઠાર કર્યા છે.

પુલવામામાં એકે 47, પિસ્તોલ, ગુનાહિત સામગ્રી મળી

પુલવામા એન્કાઉન્ટર અંગે કાશ્મીરના આઈજીપી વિજય કુમારે કહ્યું કે માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓ સ્થાનિક છે, જેઓ આતંકવાદી સંગઠન લશ્કર માટે કામ કરતા હતા. તેમાંથી એકની ઓળખ જુનૈદ શિરગોજરી તરીકે થઈ છે. અન્ય બે આતંકવાદીઓ ફાઝીલ નઝીર ભટ અને ઈરફાન એહ મલિક પુલવામા જિલ્લાના રહેવાસી છે. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી બે એકે 47 રાઇફલ અને એક પિસ્તોલ સહિત ગુનાહિત સામગ્રી, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.

Scroll to Top