પાકિસ્તાન પહોંચેલા ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના 14 સભ્યો ‘અજાણ્યા વાયરસ’થી સંક્રમિત, આજથી શરૂ થશે સિરીઝ

ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે 1 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી ટેસ્ટ શ્રેણી પર મોટું સંકટ આવી ગયું છે. મેચના એક દિવસ પહેલા ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ સહિત ટીમના કુલ 14 સભ્યો અજાણ્યા વાયરસનો શિકાર બન્યા છે. આ સમાચાર રાવલપિંડીમાં રમાનારી ટેસ્ટ મેચના એક દિવસ પહેલા આવ્યા છે, ખેલાડીઓને આરામ કરવા માટે કહેવામાં આવ્યું છે અને હવે ટેસ્ટ મેચ પર સંકટ ઉભું થયું છે.

બીબીસી સ્પોર્ટ્સ અનુસાર, ચેપગ્રસ્ત 14 સભ્યોમાંથી અડધા ખેલાડીઓ અને સ્ટાફ સભ્યો છે. ઈંગ્લેન્ડે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી માટે 15 ખેલાડીઓને પાકિસ્તાન મોકલ્યા છે, આમાંથી લગભગ અડધા ખેલાડીઓ ચેપથી પીડિત છે. આવી સ્થિતિમાં પ્રથમ ટેસ્ટ મેચ કેવી રીતે થશે, તે હજુ સ્પષ્ટ નથી.

રિપોર્ટ અનુસાર, ઈંગ્લેન્ડની ટીમની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે મેચના એક દિવસ પહેલા પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેવા માટે માત્ર 5 ખેલાડીઓ જ પહોંચી શક્યા હતા અને બાકીના બધા જ બીમાર રહ્યા હતા. ઈંગ્લેન્ડના ખેલાડીઓને કયો વાયરસ સંક્રમિત થયો છે, તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. તે કોરોના અથવા અન્ય કોઈ અજાણ્યા વાયરસ હોઈ શકે છે. ,

ટ્રોફીનું અનાવરણ પણ મોકૂફ રાખવામાં આવ્યું હતું

ઈંગ્લેન્ડની ટીમ 17 વર્ષમાં પહેલી ટેસ્ટ મેચ પાકિસ્તાનમાં રમશે. ટીમના માત્ર પાંચ ખેલાડીઓ હેરી બ્રૂક, ઝેક ક્રાઉલી, કેટોન જેનિંગ્સ, ઓલી પોપ અને જો રૂટ બુધવારે પિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં ટ્રેનિંગ માટે પહોંચ્યા હતા, બાકીની ટીમ હોટલમાં જ રહી હતી.

ટીમના પ્રવક્તા ડેની રૂબેને ખેલાડીઓની બીમારી વિશે વિગતવાર માહિતી આપી ન હતી અને ઇંગ્લેન્ડના કેટલા ખેલાડીઓ બીમાર છે તે વિશે પણ જણાવ્યું ન હતું. પરંતુ એક નિવેદનમાં, તેણે કહ્યું કે જે ખેલાડીઓની તબિયત ખરાબ છે તેમને “આરામ કરવા માટે હોટેલમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.” જે હવે ગુરુવારે પ્રારંભિક ટેસ્ટના ટોસ પહેલા કરવામાં આવશે. ઈંગ્લેન્ડે 2005માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો.

નોંધપાત્ર વાત એ છે કે પાકિસ્તાનમાં લાંબા સમય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થઈ છે, ઈંગ્લેન્ડ પણ ટેસ્ટ શ્રેણીમાં ભાગ લેવા માટે ઘણા દાયકાઓ પછી પાકિસ્તાન પહોંચ્યું છે. આ જ કારણ છે કે પીસીબી દ્વારા આ સિરીઝને ઘણી હાઈલાઈટ કરવામાં આવી રહી છે. આ સીરીઝ માટે ઈંગ્લેન્ડના ઘણા મોટા ખેલાડીઓ, પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટર્સ પણ પાકિસ્તાન પહોંચી ગયા છે.

ઈંગ્લેન્ડે પણ પ્રથમ ટેસ્ટ માટે તેના પ્લેઈંગ-11ની જાહેરાત કરી હતી, જેમાં લિયામ લિવિંગસ્ટોન ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. પ્રથમ ટેસ્ટ માટે ઈંગ્લેન્ડના પ્લેઈંગ 11: જેક ક્રોલી, બેન ફોક્સ, બેન ડકેટ, લિયામ લિવિંગસ્ટોન, ઓલી પોપ, જેક લીચ, જો રૂટ, ઓલી રોબિન્સન, હેરી બ્રુક, જેમ્સ એન્ડરસન, બેન સ્ટોક્સ (સી)

• પ્રથમ ટેસ્ટ – 1-5 ડિસેમ્બર, રાવલપિંડી
• બીજી ટેસ્ટ – ડિસેમ્બર 9-13, મુલ્તાન
• ત્રીજી ટેસ્ટ – 17-21 ડિસેમ્બર, કરાચી

ટેસ્ટ શ્રેણી માટે પાકિસ્તાન-ઈંગ્લેન્ડની ટીમ
પાકિસ્તાનની ટીમઃ બાબર આઝમ (સી), મોહમ્મદ રિઝવાન (વિકેટ-કીપર, વાઇસ-કેપ્ટન), અબ્દુલ્લા શફીક, અબરાર અહેમદ, આગા સલમાન, અઝહર અલી, ફહીમ અશરફ, હરિસ રઉફ, ઇમામ-ઉલ-હક, મોહમ્મદ અલી, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ, નસીમ શાહ, નૌમાન અલી, સરફરાઝ અહેમદ, સઉદ શકીલ, શાન મસૂદ અને ઝાહિદ મેહમૂદ.

ઈંગ્લેન્ડની ટીમઃ બેન સ્ટોક્સ (સી), જેમ્સ એન્ડરસન, હેરી બ્રુક, જેક ક્રોલી, બેન ડકેટ, બેન ફોક્સ (વિકેટ-કીપર), વિલ જેક્સ, કીટોન જેનિંગ્સ, જેક લીચ, લિયામ લિવિંગસ્ટોન, જેમી ઓવરટોન, ઓલી પોપ, રેહાન અહેમદ, ઓલી રોબિન્સન , જો રૂટ અને માર્ક વુડ.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો