વિવેક અગ્નિહોત્રીની ધ કાશ્મીર ફાઇલ્સ વર્ષ 2022ની સુપરહિટ ફિલ્મોમાંથી એક છે. ફિલ્મની વાર્તા 1990ના દાયકામાં કાશ્મીરી પંડિતોની હિજરત પર આધારિત છે. આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, પ્રથમ દિવસનું કલેક્શન પણ ખાસ રહ્યું ન હતું. પરંતુ ફિલ્મની વર્ડ ટુ માઉથ પબ્લિસિટી શરૂ થતાં જ ટિકિટ બારી પર ભીડ પણ વધવા લાગી હતી. કાશ્મીર ફાઇલ્સે બોલિવૂડને બે ભાગમાં વહેંચી દીધું. તે સમયે પણ સુપરસ્ટાર અક્ષય કુમારે ફિલ્મના વખાણ કર્યા હતા, જેના પર નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ વીડિયો શેર કરીને તેમનો આભાર માન્યો હતો. પરંતુ હવે એ જ વિવેક અગ્નિહોત્રીએ અક્ષય કુમાર પર આરોપ લગાવ્યો છે.
અક્ષય કુમાર પર લગાવ્યો આરોપ
વિવેક અગ્નિહોત્રીએ હાલમાં જ આરજે રૌનક સાથેના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેને આ ફિલ્મ માટે બોલિવૂડમાંથી સપોર્ટ મળ્યો નથી. વિવેકે વધુમાં કહ્યું કે અક્ષય કુમારની ‘બચ્ચન પાંડે’ ફ્લોપ રહી, જેના કારણે તે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના વખાણ કરવા મજબૂર થયો હતો. આ દરમિયાન આરજે રૌનક કહે છે, ‘બોલિવૂડના તમામ લોકોએ તમારી ફિલ્મની પ્રશંસા કરી છે.’ ત્યારે વિવેક અગ્નિહોત્રીએ કહ્યું, ‘જેમ… નામ જણાવો.’
મજબૂરીમાં ફિલ્મના વખાણ થયા હતા
આરજે રૌનકે આગળ કહ્યું, ‘અક્ષય કુમારે વખાણ કર્યા હતા.’ વિવેકે જવાબ આપ્યો, ‘વો તો મજબૂરી મેં, ક્યા બોલેગા મેન, જ્યારે સો લોકો સામે ઊભા રહીને સવાલ પૂછશે કે તમારી ફિલ્મ કાશ્મીર ફાઇલ્સમાં નથી ચાલી’. હું ભોપાલમાં એક ફંક્શનમાં હતો, તેથી તેણે બોલવું પડ્યું. વિવેક જણાવે છે કે, ‘કોઈએ પાછળના વખાણ કર્યા નથી, ન તો કોઈએ મેસેજ કરીને તેના વખાણ કર્યા છે. બન્યું એવું હતું કે તે પોતાની ફિલ્મના પ્રમોશન માટે જતો હતો અને મીડિયાના લોકો કાશ્મીરની ફાઈલ્સ પર સવાલ પૂછે તો તેણે જવાબ આપવાનો હતો.