નોકરિયાત વર્ગને મોદી સરકાર આપશે મોટી ભેટ, જુલાઈમાં પીએફ ખાતામાં જમા થશે આટલા રૂપિયા

કર્મચારી ભવિષ્ય નિધિસંગઠન એટલે કે EPFO ના આશરે 6 કરોડ જેટલા સબ્સક્રાઇબર્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. આગામી જુલાઈમાં મહિનામાં તમારા પીએફ એકાઉન્ટમાં વધુ પૈસા જમા કરાવવામાં આવી શકે છે. એમ્પલોઇઝ પ્રોવિડન્ટ ફન્ડ ઓર્ગેનાઇઝેશન વહેલી તકે સારા સમાચાર આપી શકે છે.કર્મચારીઓને નાણાકીય વર્ષ 2020-21 માટે 8.5 ટકા વ્યાજ જુલાઇના અંતમાં આપવાની જાહેરાત કરવામાં આવી શકે છે. આ બાબતના અનુસંધાનમાં EPFOને શ્રમ મંત્રાલયદ્વારા મંજૂરી પ્રાપ્ત થઈ ગઈ છે. આગામી સમયમાં પ્રક્રિયા શરૂ થશે.

શ્રમ મંત્રાલય દ્વારા મંજૂરી પ્રાપ્ત થયા બાદપીએફના બાધ્ય એવા દેશના આશરે 6 કરોડ કર્મચારીઓનેતેનો ફાયદો થશે. EPFO દ્વારા ફિસ્કલ યર 2020-21માટે 8.5 ટકા વ્યાજ જુલાઈના અંત સુધીમાં આપવાની જાહેરાત કરવામાં આવી શકે છે. મીડિયારિપોર્ટ્સ અનુસાર, વ્યાજના પૈસા કર્મચારીઓના એકાઉન્ટમાં સીધા ક્રેડિટ કરાશે.

ગત નાણાકીય વર્ષ 2019-20 નું વ્યાજ મેળવવા માટે ખાતાધારકોને 10 મહિના સુધી રાહ જોવી પડી હતી. EPFOએ નાણાકીય વર્ષ 2020-21 માટે વ્યાજદરોનેબદલાવ્યા વગર 8.5 ટકા જાળવી રાખવાનો નિર્ણયલીધો હતો. આ સિવાય EPFO એ સમગ્ર દેશમાંકોરોના મહામારીની બીજી લહેરને જોતા ખાતાધારકોને નોન રિફન્ડેબલ કોવિડ-19 એડવાન્સના પૈસા કાઢવાની પરવાનગી આપી હતી.

આ રીતે કેન્દ્રનીનરેન્દ્ર મોદી સરકારની આગેવાની હેઠળ કર્મચારીઓને જુલાઈ મહિનામાં 8.5 ટકા લેખે વ્યાજ મળે તેવી શક્યતા જોવા મળી રહી છે. જેનાકારણે આ તમામ કરોડો કર્મચારીઓ માટે સારા સમાચાર છે. તેમ છતાં, કઈ તારીખ સુધીમાં આ વ્યાજની નિધિ જમા કરવામાં આવશે, તેનાવિશે કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી.

Scroll to Top