‘આપ’ના ફ્રી વીજળી આંદોલનને કારણે હવે ગુજરાતનો દરેક નાગરિક જાગી રહ્યો છે: ગોપાલ ઇટાલિયા

આમ આદમી પાર્ટીનું ફ્રી વીજળી આંદોલન ગુજરાતના દરેક શહેરમાં સતત દસ દિવસથી સક્રિય છે. આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તા ફ્રી વીજળી આંદોલન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને ગુજરાતની જનતામાં જાગૃતિ ફેલાવવા દિવસ-રાત મહેનત કરી રહ્યા છે.

આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ એ અમદાવાદના રાણીપ અને નવાવાડજ, સુરતના વરાછા અને કરંજ તથા ગાંધીનગર, જૂનાગઢ, જામનગર, વડોદરા, ભરૂચ, ભાવનગર અને રાજકોટ સાથે ગુજરાતના અન્ય શહેરોમાં પદયાત્રા, મશાલ યાત્રા, સાયકલ યાત્રા અને ટોર્ચ યાત્રાનું આયોજન કર્યું હતું. ‘આપ’ના તમામ નેતાઓ અને કાર્યકર્તા એ હજારો લોકો સાથે જનસંપર્ક કર્યો અને લોકોને સમજાવ્યું કે કેવી રીતે ભાજપ સરકાર તેમના મૂળભૂત અધિકારોનું હનન કરી રહી છે. ફ્રી વીજળી આંદોલન માત્ર શરૂઆત છે, આમ આદમી પાર્ટી જનહિત માટે ગુજરાતમાં દરેક મુદ્દા ઉઠાવશે અને ભાજપ સરકાર પાસે જવાબ માંગશે.

15 જૂનથી સતત આગળ વધી રહેલા આમ આદમી પાર્ટીના ફ્રી વીજળી આંદોલન ને ગુજરાતની જનતાનો અભૂતપૂર્વ પ્રેમ અને સમર્થન મળી રહ્યું છે. જેના કારણે ગુજરાતમાં પરિવર્તનને લઈને આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ નું મનોબળ વધ્યું છે. ગુજરાતની જનતા તરફથી મળેલ સમર્થન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ માં લોકકલ્યાણ માટે કામ કરવાની નવી ઉર્જા ભરી દે છે. માત્ર મોટા શહેરોમાં જ નહીં, પરંતુ આમ આદમી પાર્ટીના વીજળી આંદોલનની લહેર ગુજરાતના દરેક નાના-નાના ગામ અને શહેરમાં પહોંચી રહી છે. ગુજરાતનો દરેક નાગરિક હવે જાગી રહ્યો છે.

ભાજપ સરકારે હંમેશા ગુજરાતની જનતા સાથે છેતરપિંડી કરી છે અને તેમને માત્ર લૂંટ્યા જ છે, અને આમ આદમી પાર્ટીના ફ્રી વીજળી આંદોલન ને કારણે આ વાત હવે કોઈનાથી છુપાયેલી નથી. ગુજરાતની જનતા ભાજપનો ભ્રષ્ટ ચહેરો ઓળખી ગઈ છે. છેલ્લા 27 વર્ષથી ગુજરાતની જનતાએ આજ સુધી જે તકલીફો ભોગવી છે તેનો અંત લાવવા માટે ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટીના રૂપમાં સર્વશ્રેષ્ઠ વિકલ્પ મળી ગયો છે.

ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો વધી રહેલો ઉત્સાહ જોઈને ભાજપ સરકારની ઊંઘ હરામ થઈ ગઈ છે. આવનારી ચૂંટણી આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે જ થશે, તે હવે બધા જાણે છે. આમ આદમી પાર્ટીના દરેક નેતા અને કાર્યકર્તા ને વિશ્વાસ છે કે ગુજરાતની જનતા હવે ભાજપની વાસ્તવિકતા જાણી ગઈ છે, તેથી તેઓ આમ આદમી પાર્ટીને મત આપીને ભાજપને કરારો જવાબ આપશે. ગુજરાતમાં હકારાત્મક પરિવર્તન હવે દૂર નથી.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો