કોલકાતામાં કોરોનાનો ભયંકર કહેર, દર બે પૈકી એક વ્યકિતનો RT-PCR રીપોર્ટ પોઝિટીવ

કોરોનાની બીજી લહેર ભારત માટે ગમી ઘાતક સાબિત થઈ છે તેવામાં પશ્ચિમ બંગાળમાં હાલ ચૂંટણી થઈ હતી જેના કારણે કોલકાતામાં પરિસ્થતિ વણસી રહી છે ચૂંટણી સમયે અહીયા કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા જેના કારણે હવે દર બે પૈકી એક વ્યક્તિનો આરટીપીસીઆર રિપોર્ટ અહીયા પોઝિટીવ આવી રહ્યો છે.

પોઝિટીવીટી રેટ 45 થી 55 ટકા 

એક સર્વે પ્રમાણે એવી માહિતી સામે આવી છે કે પોઝિટીવ રિપોર્ટના આકડા પ્રમાણે અહીયા દરેક ચોથો વ્યક્તિ પોઝિટીવ આવી રહ્યો છે સંક્રમણનો રેશિયો અહીયા 45 થી 55 સુધી પહોચી ગયો છે જ્યારે બીજા શહેરોમાં 24 ટકા છે એક માસ અગાઉ અહીયા આ રેશિયો માત્ર 5 ટકા હતા જેના કારણે સંક્રમણ અહીયા ભયંકર રીતે બેકાબૂ થઈ રહ્યું છે.

2 મે નારો રોજ ચૂંટણીનું પરિણામ

પશ્ચિમ બંગાળમાં હજુ પણ ચૂંટણીનો માહોલ છે ચૂંટણી પંચ દ્વારા આઠ તબક્કામાં ચૂંટમી રાખવામાં આવી છે. સાતમા તબક્કાની ચૂંટણીનું મતદાન 26 તારીખે  છે જેમા 36 સીટો માટે મતદાન કરવા માટે લોકો આવશે આવનારી 29 તારીખે અહીયા અતિંમ તબક્કાનું મતદાન કરવામાં આવશે ત્યારબાદ આગામી 2 મે ના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.

ગાઈડલાઈનના ધજાગરા

છેલ્લા એક મહિનાથી પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો હતો જેમા રેલીઓ અને રોડ શો થઈ રહ્યા હતા. જેના કારણે મોટા પ્રમાણમાં ભીડ થઈ હતી. અલગ અલગ પાર્ટીઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું હતું જેમા મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હતા. જેના કારણે હવે અહીયા કોરોનાએ ઉથલો માર્યો છે સાથેજ પોઝિટીવીટી રેટ પણ વધી ગયો છે. 

હાઈકોર્ટની નારાજગી

લોકોએ મોટી સંખ્યામાં ચૂંટણીની રેલીઓ રદ કરવા માટે માગણી કરી હતી પરંતુ અડધું મતદાન જ્યારે પતિ ગયું ત્યારે દરેક પાર્ટીઓ દ્વારા રેલીઓ અને રોડ શો રદ કરવામાં આવ્યા અંતિમ તબક્કાના મતદાન પહેલા અહીયા ચૂંટણીપંચ દ્વારા રોડ શો અને રેલીઓ પર પ્રતિબંધ લગાવામાં આવ્યો સમગ્ર મામલે હાઈકોર્ટ દ્વારા પણ રેલીઓ અને રોડ શો મુદ્દે નારાજગી દર્શાવામાં આવી છે.

સંક્રમણ ભયંકર રીતે બેકાબૂ 

ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં પણ પશ્ચિમ બંગાળમાં રેલીઓ યોજવામાં આવી જેના કારણે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા જ્યા કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા જેના કારણે આજે કોલકાતામાં કોરોનાની બીજી લહેર વધારે ઘાતક બની ગઈ છે દિવસેને દિવસે સંક્રમણ અહીયા સૌથી ખરાબ રીતે ફેલાઈ રહ્યું છે જે ક્યારે અટકશે તે એક ગંભીર પ્રશ્ન બની ગયો છે.

Scroll to Top