દશેરા 2022: મનની દરેક ઈચ્છાઓ થશે પૂર્ણ, બસ આજે જ કરો આ ઉપાય

આપણે સૌ જાણીએ છીએ કે દશેરાના દિવસે રાવણને બાળવામાં આવે છે પરંતુ શું તેના પાછળનું સાચું રહસ્ય તમે જાણો છો. તો આવો જાણીએ તેના સાથે જોડાયેલ તથ્ય.વિજયાદશમીના દિવસે રાવણના પૂતળાનું દહન એ વાતનું પ્રતીક છે કે નકારાત્મક ઉર્જા પર હંમેશા સકારાત્મક ઉર્જા અથવા શક્તિનો વિજય થાય છે.આજે ઉજવાઈ રહી છે વિજયાદશમી નકારાત્મક ઉર્જા પર સકારાત્મક ઉર્જાનો વિજય, દેવી દુર્ગાએ કર્યો હતો મહિષાસુર રાક્ષસનો વધઅશ્વિન મહિનાની શુક્લ પક્ષની દશમી તારીખને વિજય દશમી તરીકે ઉજવવામાં આવે છે.

વિજયા દશમીને અનિષ્ટ ઉપર સત્યની જીત પણ માનવામાં આવે છે. વિજયા દશમીના દિવસે રાવણના પુતળા દહન એ સંકેત આપે છે કે સકારાત્મક ઉર્જાનો અર્થ થાય છે શક્તિ હંમેશા નકારાત્મક ઉર્જા પર જીતે છે. વિજયા દશમીને અબુજા મુહૂર્તા તરીકે પણ ઓળખવામાં આવે છે, જો આ દિવસે કોઈ મંત્ર જાપ અથવા અનુષ્ઠાન શરૂ કરવામાં આવે છે, તો તેને પૂર્ણ સફળતા મળે છે. વિજય દશમીના દિવસે દેવી દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. ધંધામાં ફસાયેલા પૈસા વિજયા દશમીના દિવસે ઉઘાડા પગે લક્ષ્મી નારાયણ ભગવાનના મંદિરમાં જાવ. 11 ગુલાબના ફૂલ અને ચંદનના અત્તર અને કમળના પાનની માળા અર્પણ કરો.

તમારા ધંધામાં અટવાયેલા પૈસાની ફરીથી પ્રાપ્તિ માટે પ્રાર્થના કરો, નોકરીમાં પ્રગતિ, વિજયા દશમી પર તમારી નોકરીમાં પ્રગતિ થાય તે માટે સફેદ કાચો દોરો લો અને તેને કેસરથી રંગો.ઓમ નમો નારાયણ મંત્રને 108 વાર જાપ કરીને તેને તમારી સાથે રાખો. મિત્રને ઉધાર આપેલું ધન પાછું મેળવો.લક્ષ્મીનારાયણને તમારા ઉધાર આપેલા પૈસા મેળવવા માટે બે કમળના ફૂલ અને હળદરની બે ગાંઠ અર્પણ કરો.

સંતાનની ઉન્નતિ વિજયા દશમીના દિવસે સંતાનની ઉન્નતિ માટે 11 દુર્વા અને પાંચ ગુલાબના ફૂલ લો.સાથે ગં મંત્રનો જાર કરાવીને ભગવાન ગણપતિને અર્પણ કરો. સંતાન પ્રાપ્તિની બાધા થશે દૂર વિજયા દશમીના દિવસે પીળા આસન પર બેસો અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો. બાળકોને પીળી મીઠાઈ ખવડાવો. સંતાનની ખોટી આદતોમાં આવશે સુધારો વિજયા દશમીના દિવસે વિષ્ણુ સ્તોત્રનો 3 વાર પાઠ કરો.ભગવાન વિષ્ણુને કેસરનું તિલક કરો.

આ તિલક પ્રસાદના રૂપમાં બાળકોના માથા પર લગાવો.જમીન મિલકતની સમસ્યાવિજયાદશમીના દિવસે જમીન મિલકતની સમસ્યાને ઉકેલવા માટે મંગળદેવના 21 નામનો લાલ આસન પર બેસીને જાપ કરો.દક્ષિણ દિશામાં મોઢું રાખીને પૂજા કરો. અચાનક આવેલી મુસીબત થશે દૂરવિજય દશમીના દિવસે અચાનક સંકટના વિનાશ માટે પૂર્વ દિશામાં પીઠ રાખી પીળા આસન પર બેસો. શ્રી રામ રક્ષા સ્તોત્રનો પાઠ 3 વાર કરો. આ પહેલાં એક તાંબાના લોટામાં પાણી ભરો.

પાઠ કર્યા પછી આખા ઘરમાં આ પાણીનો છંટકાવ કરો. નકારાત્મક ઉર્જાને ખતમ કરો વિજયા દશમીના દિવસે પોતાના પર કે પરિવાર પર આવેલી નકારાત્મક ઉર્જાને ખતમ કરવા માટે દક્ષિણ દિશામાં મોઢું રાખીને હનુમાનજીની સામે તલના તેલનો દીવો કરો. સાથે સુંદર કાંડનો ઉચ્ચસ્વરમાં પાઠ કરો. ખોવાયેલા સન્માનને મેળવવા. સવારે તાંબાના લોટામાં પાણી ભરીને સૂર્ય દેવતાને અધ્ય આપો. પૂર્વ દિશામાં મોઢું કરીને આદિત્ય હ્રદય સ્તોત્રનો 3 વાર પાઠ કરો. આ નીતિ નિયમો સર ઉપાય કરશો તો તમને અવશ્ય લાભ મળશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top