કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ સ્ક્રેપ પોલિસીથી શું થશે લાભ, જાણો સંપૂર્ણં માહિતી અહીં…

કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ સ્ક્રેપ પોલિસીમાં રાજ્ય સરકાર દ્વારા આંશિક સુધારા કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં બજેટ સત્ર દરમિયાન સ્ક્રેપ પોલિસીની (Scrap Policy) જાહેરાત કરવામાં આવી હતી. જે ગઈકાલે પીએમ નરેન્દ્ર મોદીએ વ્હીકલ સ્ક્રેપેજ પોલિસી લોન્ચ કરી છે. સ્ક્રેપ પોલિસીના નીતિ- નિયમો પર ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં પણ કેન્દ્ર સરકારના નિયમ મુજબ જ પોલિસી લાગુ કરાશે. કેન્દ્ર સરકારના સ્ક્રેપ પોલિસીના નવા નિયમો જાહેર થયા બાદ મહદ અંશે સુધારા – વધારા કરીને ગુજરાતમાં પણ સ્ક્રેપ પોલિસીના નીતિ નિયમો લાગુ કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પોલિસીથી તમામ ભાગીદારોને તેનો ફાયદો થશે. વાહન સ્ક્રેપેજ પોલિસી ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગને પણ પ્રોત્સાહિત કરશે તેવી અપેક્ષા છે. પીએમ મોદીએ કહ્યું છે કે વાહનોની સ્ક્રેપેજ નીતિ રોજગારીની તકો પણ ઊભી કરશે.

નવા નિયમો પ્રમાણે વર્ષ 2005 પહેલાંના વાહનો સ્ક્રેપ થશે. ગુજરાતમાં 2 વ્હીલર અને 4 વ્હીલરને 15 વર્ષની વયમર્યાદા અપાશે. 15 વર્ષથી જૂના વાહનો ફિટનેસ ટેસ્ટ પાસ નહીં કરી શકે તો સ્ક્રેપ કરાશે.દેશમાં 20 વર્ષથી જૂના હોય એવા 2 કરોડથી વધુ વાહનો છે. નવા વાહનોના વેચાણથી સરકારને GSTની 40000 કરોડની આવક થશે. મહત્વનું છે કે, આ નવી સ્ક્રેપ પોલીસી 1 ઓક્ટોબર ૨૦૨૧ થી દેશભરમાં અમલી બનશે. તો ચાલો જાણીએ કે ગ્રાહકો, વાહનો બનાવતી કંપનીઓ અને સરકાર આ ત્રણેયને આ પોલિસીથી શું ફાયદો થશે.

Scrappage Policy ને સમજો

Scrappage Policy અંતર્ગત 15 વર્ષથી વધારે Government અને Commercial વાહનોને સ્ક્રેક કરવાની યોજના છે. 20 વર્ષથી વધારે જુના Private વાહનોને પણ સ્ક્રેપ કરવામાં આવશે. જૂની ગાડીઓના Re-Registration થી પહેલા ફિટનેસ ટેસ્ટ પાસ કરવાનો રહેશે અને Automated Fitness Centre પર જુની ગાડીઓની તાપાસ થશે. આંતરરાષ્ટ્રીય ધોરણોના અનુસાર ગાડીઓની Fitness તપાસ કરવામાં આવશે. Emission Test, બ્રેકિંગ સિસ્ટમ, Safety Components ની તપાસ કરવામાં આવશે અને Fitness Test માં ફેલ થતી ગાડીઓને સ્ક્રેપ કરી દેવામાં આવશે.

ગ્રાહકોને શું થશે આ નવી સ્ક્રેપ પોલિસીથી ફાયદો?

નવી સ્ક્રેપ પોલિસી હેઠળ, ગ્રાહકોને નવું વાહન ખરીદતી વખતે સ્ક્રેપિંગ સર્ટિફિકેટ બતાવવા પર 5 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અને આ દરમિયાન કારને સ્ક્રેપ કરવા પર કિંમતના 4 થી 6 ટકા માલિકને આપવામાં આવશે. આ ઉપરાંત નવા વાહનની નોંધણી સમયે નોંધણી ફી પણ માફ કરવામાં આવશે. જેનો સીધો ફાયદો ગ્રાહકોને થશે.

સ્ક્રેપ પોલિસીનો ફાયદો શું છે?

વાહન માલિકોને ઓછું આર્થિક નુકસાન થશે, આ સાથે, માર્ગ અકસ્માતો ઓછા થશે અને જીવન સલામત બનશે. નવા વાહનોમાં વધુ સુરક્ષા ધોરણોનું પાલન કરવામાં આવશે. જૂના વાહનોના સ્ક્રેપથી પ્રદૂષણ ઘટશે. બજેટમાં પણ નાણામંત્રીએ નવી સ્ક્રેપ પોલિસીનો ઉલ્લેખ કર્યો છે, વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે સરકારે આગામી 5 વર્ષમાં 2 હજાર કરોડ ખર્ચવાનો લક્ષ્યાંક રાખ્યો છે. નવા વાહનોની ખરીદી પર રજિસ્ટેશન ફી માફી કરવામાં આવશે.

ઓટોમોબાઈલ્સ કંપનીઓને કેવી રીતે ફાયદો થશે?

જૂની ગાડીના મેઈન્ટેનન્સ ખર્ચ, રિપેરિંગ ખર્ચ, ઈંધણનો વપરાશ એમાં પણ બચત થશે. અત્યારે ઓટોમોટિવ કંપનીઓએ સ્ટીલ અને અન્ય કેટલીક કિંમતી ધાતુઓની આયાત કરવી પડે છે. પીએમ મોદીએ કહ્યું કે ભારતને ગત વર્ષમાં આશરે 23 હજાર કરોડ રુપિયાના સ્ક્રેપ સ્ટીલની આયાત કરવી પડી હતી. ભારતમાં અત્યાર સુધી જે સ્ક્રેપિંગ થઈ રહ્યું છે તે પ્રોડક્ટિવ નથી. હવે મોટરને સ્ક્રેપ કરવાથી ઉત્પાદકોને સ્ક્રેપ ભારતમાંતી જ મળશે અને મોટર ઉત્પાદક કંપનીઓને આ કાચો માલ સસ્તામાં મળશે.

આગામી એક વર્ષમાં જ 1500 કરોડ રૂપિયાનો સ્ટીલ સ્ક્રેપ મળી જશે. હાલ ભંગારના માર્કેટમાં સ્ટીલને કાઢવા માટે સંગઠિત એકમો નથી, સાથે જ એવું પણ જોવા મળ્યું છે કે ભંગારમાં વાહનોમાંથી એન્જિન કાઢી લેવામાં આવે છે અને એનો ઉપયોગ બોગસ વાહનો બનાવવામાં કરવામાં આવે છે.

શું રોડ ટેક્સમાં મુક્તિ મળશે?

નવી સ્ક્રેપ પોલિસી હેઠળ નવું વાહન ખરીદવા પર 3 વર્ષ સુધી રોડ ટેક્સમાં 25 ટકા સુધીની છૂટ આપવામાં આવી આવશે. રાજ્ય સરકારો ખાનગી વાહનો પર 25 ટકા અને વ્યાપારી વાહનો પર 15 ટકા સુધીની છૂટ આપી શકે છે. જૂની ગાડીઓમાં જૂની ટેકનોલોજીને કારણે રોડ અકસ્માતનો ખતરો વધારે રહે છે, જેનાથી પણ મુક્તિ મળશે. આપણા સ્વાસ્થ્ય પર પ્રદૂષણને કારણે જે અસર પડે છે, એમાં ઘટાડો આવશે.

સરકારને શું ફાયદો થશે?

મહામારીના સમયમાં સ્ક્રેપેજ પોલિસી અર્થવ્યવસ્થા માટે સંજીવની જેવું કામ કરશે. જ્યારે લોકો જૂના વાહનોને સ્ક્રેપ કરશે અને નવા વાહનો ખરીદશે, ત્યારે તેનાથી સરકારને વાર્ષિક 40,000 કરોડનો જીએસટી ટેક્સ મળશે. તેનાથી સરકારની આવકમાં પણ વધારો થશે. આ સ્ક્રેપ પોલિસીની મર્યાદમાં 20 વર્ષથી જૂની લગભગ 51 લાખ લાઈટ મોટર વ્હીકલ્સ (LMVs) અને 15 વર્ષથી જૂના અન્ય 34 લાખ LMVs આવશે. આ અંતર્ગત 15 લાખ મધ્યમ અને ભારે મોટર વાહનો પણ આવશે જે 15 વર્ષથી વધુ જૂના છે અને હાલમાં તેમની પાસે ફિટનેસ સર્ટિફિકેટ નથી. જૂની ગાડીઓ સ્ક્રેપમાં જવાથી પ્રદૂષણ ઘટી જશે. નવા એન્જિનવાળી ગાડીઓ ગ્રાહકો ખરીદવાથી ઈંધણનો વપરાશ ઘટશે સાથે જ પ્રદૂષણ પણ ઓછું ફેલાવશે.

શું ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવામાં આવશે?

વાહનોની સ્ક્રેપ પોલિસીથી જે વાહનોને રસ્તા પરથી દૂર થશે તેમાંથી એક મોટા તબક્કાના લોકો ઇલેક્ટ્રિક વાહનો અપનાવે તેવી અપેક્ષા છે. સ્ક્રેપ પોલિસીને કારણે જૂના વાહનને રસ્તા પરથી હટવાને કારણે પ્રદૂષણ પણ ઘટશે. સ્ક્રેપ પોલિસીને કારણે, જૂના વાહનને રસ્તા પરથી હટાવવાને કારણે ગ્રાહકોના બળતણ ખર્ચમાં ઘટાડો થશે. તેના કારણે ભારતની ક્રૂડની આયાત પણ ઓછી થશે.

એક્સપોર્ટ પણ વધશે, રોજગાર વધશે

કોપર, એલ્યુમિનિયમ, સ્ટીલ, પ્લાસ્ટિક જે મળશે અને જેનો લાભ થશે. રો મટિરિયલના કારણે કોસ્ટ પણ ઘટશે. એક્સપોર્ટ પણ વધશે, રોજગાર વધશે અને ટેક્સની આવક વધશે. સસ્તા ભાવમાં રો મટેરિયલ મળશે, જે ઇમ્પોર્ટ કરીએ છે એ મેટલ સરળતાથી સસ્તું મળશે. નિયમિત રીતે સ્ક્રેપિંગ થાય તો 99 ટકા તેનું રિકવરી થાય અને 40 ટકા રો મટીરીયલ સસ્તું થશે. ઓટોમોબાઇલનું સેલ્સ વધશે, ભારતને GST માં 30 થી 40 હજાર કરોડનો લાભ થશે.

જો ફિટનેસ ટેસ્ટ નિષ્ફળ જાય તો શું થાય?

સરકારે વાહન સ્ક્રેપ પોલિસીને સ્વૈચ્છિક વાહન આધુનિકીકરણ કાર્યક્રમ (VVMP) નામ આપ્યું છે. જો કોઈ વ્યક્તિનું વાહન ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ જાય તો તેણે પોતાનું વાહન દેશભરમાં 60-70 રજિસ્ટર્ડ સ્ક્રેપ સુવિધાઓમાં જમા કરાવવું પડશે.

જૂની કાર આપો તો તમને શું મળશે?

જૂની કાર આપવાના બદલામાં, ગ્રાહકને ડિપોઝિટનું પ્રમાણપત્ર મળશે જે નવું વાહન ખરીદતી વખતે ઘણા લાભ આપશે. વપરાયેલ વાહનની સ્ક્રેપ વેલ્યુ ગ્રાહકને મળશે જે નવા વાહનની એક્સ-શોરૂમ કિંમતના 5 ટકા જેટલી હશે. ઓટો કંપનીઓ તમને જૂનું વાહન સ્ક્રેપ કરવાના ડિપોઝિટના પ્રમાણપત્રના બદલામાં નવું વાહન ખરીદતી વખતે એક્સ-શોરૂમ કિંમતના 5% સુધીનું ડિસ્કાઉન્ટ આપશે.

મેન્યુફેક્ચરિંગ સેકટરમાં લાભ થશે, સેવિંગસ વધશે

ભારતમાં 1 કરોડ ગાડીઓ ફિટનેસ વગર માર્ગ પર ફરતી હતી. સેફટીની દ્રષ્ટિથી એ ગાડીઓ પણ યોગ્ય ન હતી. જુના વાહનો 10 થી 12 ગણો વધુ પ્રદુષણ ફેલાવે છે. 7.5 લાખ કરોડ ઓટોમોબાઇલનું ટર્ન ઓવર છે. સ્ક્રેપિંગ માટે ગાડીની ફિટનેસ નક્કી કરાઈ છે, એટલું જ નહીં દેશમાં PPE મોડલ પર કાર્ય આગળ વધારીશું. ફિટનેસ ફી અને સર્ટિફિકેટ ફી અમે લાગુ કરીશું. મેન્યુફેક્ચરિંગ સેકટરમાં લાભ થશે, સેવિંગસ વધશે.

નવી કાર પર ડિસ્કાઉન્ટ

સ્ક્રેપ પોલિસી મુજબ, જો તમે જૂની કાર સ્ક્રેપમાં આપ્યા બાદ નવી કાર ખરીદો અને નવી કારની કિંમત ₹ 5,00,000 છે, તો ડિપોઝિટ સર્ટિફિકેટ બતાવવા પર તમને રુ.25000 ની છૂટ આપવામાં આવશે. અને આ સાથે તમને નવા વાહનની નોંધણીમાં પણ છૂટ આપવામાં આવશે.

Scroll to Top