એવું તો શું થયું કે રસ્તા પર અચાનક રડવા લાગી રાખી સાવંત..

રાખી સાવંતની માતાનું કેન્સરનું ઓપરેશન થઈ ગયું છે. તે ઘણા સમયથી કેન્સર સામે લડી રહી હતી. ઘણા લાંબા સમયથી રાખી સાવંતની માતાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. રાખીએ ઘણીવાર ટીવી પર તેનો ઉલ્લેખ પણ કર્યો છે. સલમાન ખાને રાખી સાવંતની મદદ કરી અને તેમના ઓપરેશનની વ્યવસ્થા કરી આપી. રાખીએ તેની માતાના ઓપરેશન બાદ દુનિયાની સામે સલમાન ખાન અને સોહેલ ખાનનો આભાર માન્યો.

હોસ્પિટલમાંથી નીકળ્યા બાદ રાખી સાવંતે રસ્તા પર પોતાના ઘૂંટણ પર બેસી સલમાન ખાનનો આભાર માન્યો. તે દરમિયાન રાખીની આંખમાં આંસુ પણ હતા. રાખીનો આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં રાખીએ કહ્યું કે, આજે સવારે મારી માં નું ઓપરેશન થઈ ગયું છે. મેં ઇન્સ્ટાગ્રામ પર તેના ટ્યુમરનો વિડીયો પણ શેયર કર્યો છે. ડૉક્ટરે કહ્યું કે, કદાચ જો આ વહેલા ના આવત તો તે બચી શકી ના હોત.

રાખી વિડિયોમાં રૂઆસી અવાજમાં સલમાન ખાનનો આભાર વ્યક્ત કરે છે, પરંતુ તેને આભાર માટે પોતાના શબ્દ પણ ઓછા લાગવા લાગે છે તો તે જમીન પર માથું રાખીને સલમાન ખાનને થેંક્યું કહે છે. રાખીએ કહ્યું કે, સલમાન ભાઈ હું તો બસ તમારી આગળ નમી શકું છું. તમે મારી માં ને બચાવી લીધી. રાખી સાવંત ભગવાનને પ્રાર્થના કરતી કહે છે કે, તમે સલમાન-સોહેલ જેવા મસીહા અમારી જિંદગીમાં મોકલ્યા. મારી ઉંમર સલમાનજી ને લાગી જાય. માર બધા આશિષ, બધા પુણ્ય સલમાન અને સોહેલજીને લાગી જાય.

હોસ્પિટલમાંથી નીકળ્યા પહેલા રાખી સાવંતે તેની માતાનો એક વિડીયો પણ શેયર કર્યો હતો. તેમાં તે ઓપરેશન પહેલા તેની માતાને હિંમત આપતા નજર આવી રહી છે. વિડિયોમાં રાખી કહે છે કે, મમ્મા ટેન્શન લઇશ નહિ. ખુશ રહેવાનું, બધા ડોક્ટર્સ અને સિસ્ટર્સ સાથે છે, બહુ જલ્દી સ્વસ્થ થઈને બહાર આવી જઈશ, અમે બધા તારી રાહ જોઈશું. ઓલ ધ બેસ્ટ.

તમને જણાવી દઈએ કે, સલમાન ખાને રાખી સાવંતને તેની દરેક ખરાબ પરિસ્થિતિમાં સાથ આપ્યો છે. રાખીએ પણ હંમેશા સલમાન પ્રતિ પોતાનો આભાર વ્યક્ત કર્યો છે.

Scroll to Top