રાજ્યમાં અગામી મહિને રોજના 18 હજાર કરતા વધું કેસ નોંધાશે, આગામી સપ્તાહ ભયકંર સાબિત થશે

Corona Cases

દિવસેને દિવસે કોરોનાને કારણે ગુજરાતની સ્થિતી સૌથી ખરાબ થઈ રહી છે. હવે તો અહીયા પોઝિટીવ કેસનો આંકડો પણ 8 હજાર ઉપર પહોચી ગયો છે. તેવામાં નિષ્ણાંતો દ્વારા એવુ કહેવામાં આવ્યું છે કે આગામી સમયમાં સમગ્ર ભારતમાં સૌથી વધારે કેસ નોંધાશે. જેમા ગુજરાતમાં ધારણા કરતા પણ વધારે કેસ નોંધાય તેવી શક્યતા વર્તાઈ રહી છે.

હાલની પરિસ્થિતીને જોતા નિષ્ણાંતો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આગામી મે મહિનામાં ગુજરાતમાં પોઝિટીવ કેસની સંખ્યા દરરોજ 18 હજારને પાર થઈ શકે છે. માત્ર ગુજરાતમાં નહી પરંતું સમગ્ર ભારતમાં પોઝિટીવ કેસનો આંકડો હાલની સરખામણીએ ત્રણ ગણો વધી જશે. જેથી હાલમાં જે પરિસ્થિતી છે તેના કરતા પણ વધુ ગંભીર પરિસ્થિતી સર્જાઈ શકે છે.

કોરોનાની સ્થિતી હાલ બદવાનું નામ નહી લે કારણકે દિવસેને દિવસે કોરોનાના કેસ વધવાના છે. જોકે નિષ્ણાંતોનું કહેવું એમ છે કે મે મહિનાના અંતમાં કોરોના પર કાબૂ મેળવી શકાશે. સંક્રમણ કાબૂમાં લેવાય તે માટે હાર્ડ ઈમ્યુનીટી એક માત્ર ઈલાજ છે. જેના માટે 70 ટકા જેટલા લોકોમાં કોરોના સામે લડવા હાર્ડ ઈમ્યુનિટી વિકસીત થાય તોજ તે શક્ય છે.

હર્ડ ઈમ્યુનીટી સિસ્ટમ માત્ર વેક્સિનેશનથી શક્ય બની શકે છે. જેથી સરકાર દ્વારા પણ આગામી સમયમાં વેક્સિનેશન પર સખત ભાર મુકવામાં આવશે. સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસમાં અત્યાર સુધી અમેરિકા મોખરે હતું પરતું હવે દિવસેને દિવસે ભારત આગળ આવી રહ્યું છે. અમેરિકામાં એક દિવસમાં 3 લાખ નોંધાયા હોવાનો રેકોર્ડ છે. પરંતુ હવે ભારતમાં પણ 2 લાખ કરતા વધારે કેસ નોંધાઈ રહ્યા છે.

આગામી દિવસોમાં પોઝિટીવ કેસનો આંકડો 4 લાખ કરતા વધારે ગયો તો અમેરિકાનો રેકોર્ડ ભારત તોડી નાખશે. પરંતુ તે સમયે ખૂબજ ગંભીર પરિસ્થિતી સર્જાઈ શકે છે. જે પરિસ્થિતીની આપણે કલ્પના પણ નહી કરી શકીએ. હાલમાં પણ ભારતમાં રોજ જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. તે અમેરિકા અને બ્રાઝિલ કરતા ઘણા વધારે કેસ છે. જેના કારણે આપણા દેશમાં હાલ ગંભીર પરિસ્થિતી સર્જાઈ છે.

ઉલ્લેખનિય છે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં સંક્રમણનું પ્રમાણ ઓછું થઈ ગયું હતું પરંતુ સીઝન ફેરબદલી થતા કોરોનાના કેસમાં અચાનક ઉછાળો આવ્યો. આ વખતે કોરોનાની જે લહેર આવી છે. તેના વીશે કોઈએ કલ્પના પણ નહોતી કરી. પરંતુ જો પરિસ્થિતી કાબૂમાં નહી આવી તો સંક્રમણને પણ કાબૂમાં નહી કરી શકીએ અને કોરોના ભયંકર રીતે જનજીવન પર અસર કરશે.

Scroll to Top