બાળકોને આપવામાં આવી રહી છે એક્સપાયર થયેલી વેક્સિન? કેન્દ્ર સરકારે આપ્યો જવાબ

કેન્દ્ર સરકારે સોમવારે મીડિયા અહેવાલોને ફગાવી દીધા હતા જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, દેશમાં કોવિડ-19 રસીકરણ કાર્યક્રમ હેઠળ એક્સપાયર થઈ ગયેલી રસીઓ આપવામાં આવી રહી છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ આરોપોને ખોટા અને ભ્રામક ગણાવ્યા છે. મંત્રાલયે કહ્યું કે CDSCO એ પહેલાથી જ કોવેક્સિનના અને કોવિશિલ્ડની શેલ્ફ લાઇફને વધારીને અનુક્રમે 12 મહિના અને 9 મહિના સુધી વધારી દીધી છે.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કેટલાક મીડિયા અહેવાલોમાં એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે, ભારતમાં COVID-19 રસીકરણ કાર્યક્રમ હેઠળ એક્સપાયર થઈ ગયેલી વેક્સિન આપવામાં આવી રહી છે. આ ખોટું અને ભ્રામક છે અને અધૂરી માહિતી પર આધારિત છે.

મંત્રાલયે આપ્યો જવાબ

મંત્રાલયે કહ્યું કે, ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડના 25 ઓક્ટોબર 2021ના પત્રના જવાબમાં, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)એ કોવેક્સિનની શેલ્ફ લાઈફ નવ મહિનાથી વધારીને 12 મહિના કરવાની મંજૂરી આપી હતી. તેવી જ રીતે 22 ફેબ્રુઆરી 2021ના ​​રોજ દવા નિયમનકારે કોવિશિલ્ડની શેલ્ફ લાઇફ છ મહિનાથી વધારીને નવ મહિના કરી હતી.

મંત્રાલયે જણાવ્યું હતું કે, સીડીએસસીઓ રસીના ઉત્પાદકો દ્વારા સબમિટ કરવામાં આવેલા સ્થિરતા અભ્યાસ ડેટાના વ્યાપક વિશ્લેષણ અને પરીક્ષણના આધારે રસીની શેલ્ફ લાઇફને લંબાવે છે.

શું છે મામલો?

ખરેખરમં 3 જાન્યુઆરીથી કિશોરોના રસીકરણ અભિયાનનો આરંભ થયો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા પત્રને લઈને ચર્ચાઓનો દોર ચાલી રહ્યો છે. નવનીતા નામની મહિલાએ ટ્વિટર પર લખ્યું, ‘મારો પુત્ર રસીનો પહેલો ડોઝ લેવા ગયો હતો, પરંતુ મને જાણવા મળ્યું કે આ રસીની એક્સપાયરી ડેટ નવેમ્બરમાં જ પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ પછી એક પત્ર બતાવવામાં આવ્યો જેમાં જણાવ્યું હતું કે રસીની શેલ્ફ લાઇફ લંબાવવામાં આવી છે! કેવી રીતે, શા માટે, કયા આધારે? સ્ટોક સાફ કરવા માટે બાળકો પર શું પ્રયોગ કરવામાં આવી રહ્યો છે?’

આ ટ્વીટ સાથે જ પ્રમુખ વેક્સિન નિર્માતા ભારત બાયોટેકનું ટ્વીટ પણ વાયરલ થયુ છે, જેમા વેક્સિન સ્ટોકને રી-લેબલ કરવાની અનુમતિ આપવામાં આવી છે. પહેલ ભારત બાયોટેકની કોવેક્સિનની એક્સપાયરીનો સમય 9 મહિનાનો હતો,જેને વધારીને 12 મહિના કરવામાં આવ્યો છે.

Scroll to Top