#Risignmodi વાળી પોસ્ટ ફેસબુક પર વાયરલ, ફેસબુકે પહેલા પોસ્ટ બ્લોક કરી બાદમાં રીસ્ટોર કરી

કોરોના મહામારીને કારણે સોશિયલ મીડિયા પર લોકો ઘણા એક્ટિવ રહેવા લાગ્યા છે. લોકો ઘરની બહાર નીકળતા નથી અને મોટા ભાગનો સમય તેમના સ્માર્ટફોન પાછળ કાઢે છે. ફેસબુક પર #Rresignmodi વાળી પોસ્ટ વાયરલ થઈ છે. જે પોસ્ટમાં વડાપ્રધાન મોદીને રાજીનામું આપવા માટે કહેવામાં આવી રહ્યું છે. આ પોસ્ટ થોડો સમય દેખાતી બંધ થઊ ગઈ.

ફેસબૂકે ભૂલ સ્વિકારી

જોકે થોડાકજ સમયમાં ફેસબુક આ મામલે વિવાદોમાં ફસાઈ ગયું કારણકે તેણે આ પોસ્ટને બ્લોક કરી દીધી હતી થોડાક કલાકો પછી ફેસબુકે તેની આ ભૂલને સ્વીકારી છે સાથેજ તે પોસ્ટને ફરી વખત રિસ્ટોર કરવામાં આવી છે ફેસબુકના પ્રવક્તા દ્વારા કહેવામાં આવ્યું છે કે ભૂલથી આ પોસ્ટને બ્લોક કરી દેવામાં આવી હતી.

લોકોમાં વધારે રોષ ફેલાયો

આ સીવાય ફેસબુક દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે સરકાર દ્વારા આ પોસ્ટને બ્લોક કરવા માટે ક્યારેય કહેવામાં નથી આવ્યું. સાથેજ ફેસબુક દ્વારા આ પોસ્ટને રિસ્ટોર કરી દેવામાં આવી છે જોકે આ વસ્તુને કારણે ફેસબુક ફરી વખત વિવાદોમાં ઘેરાયું છે કારણકે આ પોસ્ટને ઘણા કલાકો સુધી બ્લોક કરીને રાખવામાં આવી હતી જેથી લોકોમાં રોષ વધારે ફેલાઈ ગયો છે.

કેન્દ્ર સરકાર સામે રોષ

હાલ કોરોનાની બીજી લહેરને કારણે ઘાતક પરિસ્થિતી સર્જાઈ છે. જેના કારણે લોકોમાં હવે કેન્દ્ર સરકાર સામે રોષનો માહોલ ફેલાયો છે છેલ્લા ઘણા સમયથી ભારતમાં રોજના 3 લાખ કરતા વધારે કેસ રોજના નોંધાઈ રહી છે રોજ હજારો લોકો મોત પામી રહ્યા છે. જેના કારણે સ્મશાનોમાં પણ વેઈટીંગ લાઈનમાં ઉભા રહેવું પડે છે સાથે હોસ્પિટલમાં પણ લોકોને જગ્યા નથી મળી રહી .

સરકારે નહોતું કહ્યું તેવું ફેસબુકનું કહેવું

ફેસબુકના પ્રવક્તા એન્ટી સ્ટોને એવું કહ્યું કે થોડાક સમય માટે આ હેશટેગને ભૂલથી બ્લોક કરી દેવામાં આવ્યું હતું આ બાબતે અમને ભારત સરકાર તરફથી કહેવામાં નહોતું આવ્યું પરંતુ આ અમારી ભૂલ હતી. જોકે ફેસબુકે જ્યારે આ પોસ્ટને ડિલીટ કરી ત્યારે તેના પર એવિં લેખલું આવ્યું હતું કે આ પોસ્ટ તેમની કોમ્યુનિટીના ધોરણોની વિરુદ્ધ છે.

લોકોમાં ભયનો માહોલ

ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે હાલ દેશમાં ભયનો માહોલ સર્જાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 3 હજાર કરતા વધારે લોકોના મોત થયા છે. સાથેદ સંક્રમિત દર્દીઓનો આકડો પણ હગવપે દિવસેને દિવસે વધી રહ્યો છે જેના કારણે લોકોમાં સરકારને લઈને રોષનો માહોલ ફેલાયો છે કારણકે લોકોનું કહેવું છે કે સરકારે પહેલાથી તૈયારી નહોતી કરી રાખી જેના કારણે આજે આ દિવસો જોવાનો વારો આવ્યો છે.

Scroll to Top