ફેસબુક ફરી આવ્યું વિવાદ: ભૂતપૂર્વ કમર્ચારીએ લગાવ્યો મોટો આરોપ, દિલ્હી ચુંટણીમાં ચેડા કરવામાં આવ્યા હોવાના આક્ષેપો

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

ફેસબુકમાં ડેટા સાયન્ટિસ્ટ તરીકે કામ કરી ચૂકેલી એક પૂર્વ કર્મચારી દ્વારા ફેક એકાઉન્ટ વિશે કંપનીની પોલ ખોલી નાખવામાં આવી છે. તેના દ્વારા દાવો કરવામાં આવ્યો કે, સોશિયલ નેટવર્કિંગની આ દિગ્ગજ કંપની દ્વારા ગયા વર્ષે દિલ્હીમાં થયેલી ચૂંટણીમાં ફેક એકાઉન્ટ પર સિલેક્ટિવ કાર્યવાહી કરવામાં આવી હતી.

જ્યારે આ કર્મચારીનું નામ સોફી ઝાંગ રહેલ છે. સોફી દ્વારા 3 વર્ષ ફેસબુક સાથે કામ કરવામાં આવ્યું છે અને હવે તે વ્હિસલબ્લોઅર બની ગઈ છે. તેણે જણાવ્યું છે કે, 2020 માં તેને ખરાબ કામ કર્યું હોવાની વાત કરીને કંપનીમાંથી કાઢી મુકવામાં આવી હતી.

સોફી દ્વારા એક નામી ચેનલમાં આપેલ ઈન્ટરવ્યુમાં આરોપ લગાવતા કહ્યું છે કે, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ચૂંટણીમાં અસર પહોંચાડવા માટે ફેક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમ છતાં ભાજપ સાંસદ સાથે સીધી રીતે જોડાયેલા એકાઉન્ટને ફેસબુક પરથી હટાવવામાં આવ્યા નહોતા.

સોફી દ્વારા કહેવામાં આવ્યું કે, અમે 5 નેટવર્કમાંથી 4 ને દુર કરી દીધા હતા. 5 માં નેટવર્કને પણ અમે હટાવવાના હતા પરંતુ છેલ્લી ઘડીએ અમને જાણ થઈ કે, આ એકાઉન્ટ ભાજપના એક મોટા નેતા સાથે જોડાયેલ છે. તે લોકસભા સાંસદ પણ છે. ત્યાર બાદ ખ્યાલ જ ના આવ્યો કે શું ચાલી રહ્યું છે. મને આ વિશે કોઈ પાસેથી જવાબ નહોતો મળ્યો કે આ ફેક એકાઉન્ટનું શું કરવા આવે.

સોફી દ્વારા કહેવામાં આવ્યું કે, તેમને 2019ના અંતમાં 4 ફેક એકાઉન્ટ મળી આવ્યા હતા. તેમાંથી 2 ભાજપના અને 2 કોંગ્રેસના સપોર્ટ વાળા રહેલા હતા. અમે 3 નેટવર્ક બંધ કરી નાખ્યા હતા. તેમાં 2 કોંગ્રેસના અને 1 ભાજપનું રહેલું હતું. અમે છેલ્લાં ફેક નેટવર્કને પણ બંધ કરવાના જ હતા પરંતુ અચાનક અમે અટકી ગયા હતા. કેમકે કંપનીને છેલ્લા સમયે જાણ થઈ હતી કે, આ ચોથું નેટવર્ક ભાજપના નેતા તરફથી ચલાવવામાં આવી રહ્યું હતું. તેના લીધે તેમાં હું કંઈપણ કરી શકી નહોતી.

સોફીના જણાવ્યા અનુસાર, એક મહિના બાદ જાન્યુઆરી 2020 માં તેમને હજારો એકાઉન્ટ્સના નેટવર્કની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ એકાઉન્ટનો ઉપયોગ આમ આદમી પાર્ટીના પોલિટિકલ મેસેજ સર્ક્યુલેટ કરવા માટે કરવામાં આવી રહ્યો હતો. આ એકાઉન્ટ પોતાને ખોટી રીતે ભાજપ સમર્થક તરીકે જાહેર કરી રહ્યું હતું. તે એકાઉન્ટમાં દિલ્હી ચૂંટણીમાં આપના સમર્થકનો વિકલ્પ પસંદ કરવાની વાત કરાઈ હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, આ 5 મું નેટવર્ક જાન્યુઆરીના અંત સુધીમાં બંધ કરી દેવાશે.

આ એક એવો કેસ હતો કે, અમને જાણ હતી કે આ ફેક એકાઉન્ટ માટે કોણ જવાબદાર છે, કેમકે તે ભાજપના નેતા જ ચલાવતા હતા તેથી અમે તેને બંધ કરી શક્યા નહોતા. અવારનવાર કંપનીના સીનિયર અધિકારીને આ વિશે જાણ કરવામાં આવી હતી તેમ છતાં તેમણે આ વાત માનવાનો ઈન્કાર કર્યો હતો અને તેથી અમે તે ભાજપ સાથે જોડાયેલ આ ફેક એકાઉન્ટને બંધ કરી શક્યા નહોતા.

તેની સાથે સોફી દ્વારા લગાવવામાં આવેલ આરોપો વિશે ફેસબુકે જણાવ્યું છે કે, સોફી દ્વારા જે રીતે અમારી પ્રાયોરિટી અને અમારા પ્લેટફર્મનો ખોટો રીતે ઉપયોગ થતો હોવાની કહેવામાં આવ્યું છે તે વાતને લઈને અમે સહમત નથી. અમે સમગ્ર દુનિયામાંથી આ રીતે થતાં આક્રમક પ્રહારોનો ઉકેલ લાવવાનું કામ કરીએ છીએ અને અમારી સ્પેશીયલ ટીમ આ વિશેમાં કામ કરતી રહે છે.

કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે, અમે પહેલા જ ખોટી રીતે કામ કરતાં 150 થી વધુ નેટવર્કને દુર કરી દીધા હતા. તેમાંથી મોટાભાગના સ્થાનિક લોકો હતા, જે ભારત સહિત સમગ્ર દુનિયાના દેશોમાં ચાલી રહ્યા હતા. આ પ્રકારના આરોપોનો સામનો કરવો અમારી પ્રાથમિકતા રહેલી છે. અમે સ્પેમ અને ફેક એંગેજમેન્ટની સમસ્યાનો પણ સામનો કરી રહ્યા છીએ.

અમે કાર્યવાહી કરવા અથવા તે વિશે જાહેરમાં દાવો કરતાં પહેલાં દરેક મુદ્દાની તટસ્થરીતે તપાસ કરીએ છીએ. તેમ છતાં કંપનીએ નિવેદનમાં દિલ્હી ચૂંટણીમાં ચેડા કરવા મુદ્દે અથવા ફેસબુક પર ભાજપ સાંસદ સાથે જોડાયેલા ફેક એકાઉન્ટ સામે શું કાર્યવાહી કરવામાં આવી હતી તે વિશે કોઈ પણ જાણકારી આપવામાં આવી નથી.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો