NewsTechnology

Facebook એ બદલ્યું કંપનીનું નામ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હવે જોવા મળશે આ નામ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Facebook ને લઈને મોટા સમાચાર સામે આવી છે. Facebook એ હોલ્ડિંગ કંપનીનું નામ બદલી નાખ્યું છે. હવે તે ‘મેટા’ (Meta) ના નામથી ઓળખાશે. છેલ્લા થોડા સમયથી સતત એ સમાચાર આવી રહ્યા હતા કે, ફેસબુક રિ-બ્રાન્ડિંગ કરવાનું છે.

કંપનીના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર Mark Zuckerberg દ્વારા ફેસબુકના વાર્ષિક સંમેલનમાં આની જાહેરાત કરવામાં આવી હતી, જ્યાં તેમણે મેટાવર્સ માટે પોતાના વિઝન અંગે પણ જણાવી દીધું હતું. માર્ક ઝુકરબર્ગ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ‘આપણા ઉપર એક ડિજિટલ દુનિયા બની છે જેમાં વર્ચુઅલ રિયલિટી હેડસેટ અને એઆઈ પણ સામેલ છે. અમારા મુજબ મેટાવર્સ મોબાઈલ ઈન્ટરનેટની જગ્યા લઇ લેશે.

જ્યારે નવી હોલ્ડિંગ કંપની મેટા ફેસબુક તેની સૌથી મોટી સહાયક કંપની ઇન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ અને વર્ચુઅલ રિયાલિટી બ્રાન્ડ ઓકુલસ જેવી એપનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ફેસબુકે મેટાવર્સ પ્રોજેક્ટમાં 2021 માં 10 અબજ ડોલરનું રોકાણ કર્યું હતું.

તાજેતરમાં બહાર પાડવામાં આવેલી અર્નિંગ રિપોર્ટમાં કંપની દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, તેનું વર્ચુઅલ રિયલિટી સેગમેન્ટ એટલું મોટું થઈ ગયું છે કે હવે તે પોતાના ઉત્પાદનોને બે શ્રેણીઓમાં તે વિભાજીત કરી શકે છે.

જ્યારે નામ બદલવા સિવાય કંપનીમાં રોજગારની તકો પણ વધવાની છે. કંપની દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, મેટાવર્સ માટે તેને હજારો લોકોની જરૂરીયાત છે. વર્તમાનમાં કંપની દ્વારા દસ હજાર લોકોને રોજગાર આપવામાં આવશે.

આ શ્રેણીઓમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, મેસેન્જર અને વ્હોટ્સએપ સહિત ‘ફેમિલી ઓફ એપ્સ’ અને એઆર અને વીઆર સાથે-સાથે કોઇપણ હાર્ડવેર સહિત ‘રિયલિટી લેબ’ ઉત્પાદનનો સમાવેશ થાય છે.
2004 માં ફેસબુક બનાવનારા માર્ક ઝુકરબર્ગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ફેસબુકનું ભવિષ્ય મેટાવર્સ કોન્સેપ્ટમાં છે.

મેટાવર્સ મતલબ એક વર્ચુઅલ-રિયલિટી સ્પેસ, જેમાં યુઝર કમ્પ્યુટરથી જનરેટ કરેલા વાતાવરણમાં એકબીજાથી કનેક્ટ થઈ શકે. કંપનીને ઓકુલસ વર્ચુઅલ રિયલિટી હેડસેટ્સ અને સર્વિસીઝ એ જ વિઝનને સાકાર બનાવવાનો ધ્યેય છે. ઝુકરબર્ગ દ્વારા જુલાઈમાં એક વખત જણાવવામાં આવ્યું હતું કે, તેઓ ઈચ્છે છે કે, આવનારા વર્ષોમાં લોકો તેને સોશિયલ મીડિયા કંપનીના બદલે એક મેટાવર્સ કંપની તરીકે જોઈ રહ્યા છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker