Ajab GajabCrimeUttar Pradesh

ઘરની બાજુમાં જ રહેતો યુવક પરેશાન કરતા, Facebook પર CMને અપીલ કરીને મહિલાએ કરી લીધી આત્મહત્યા

આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જે લૉકડાઉન બાદ આત્મહત્યામાં વધારો થઇ રહ્યો છે, જે રોજને રોજ આત્મહત્યાના બનાવ સામે આવી રહ્યા છે. ત્યારે આજે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જે ઉત્તરપ્રદેશના હરદોઇ જિલ્લામાં એક મહિલાએ યુવક અને તેના પરિવારના સભ્યોની કંટાળીને ફાંસી ખાઈ પોતાનું જીવન ટુકાવ્યું હતું.

જો કે, મહિલાએ આત્મહત્યા પહેલા પોતાની ફેસબુક પ્રોફાઇલ પર આરોપી યુવક અને તેના પરિવાર વિરુધ એક પોસ્ટ પણ લખી હતી અને લોકોને મદદ માટે અપીલ કરી હતી. તેમણે આ બાબતે પગલાં લેવાની માંગ કરતી એક હૃદયસ્પર્શી પોસ્ટ લખી હતી. આ પોસ્ટની સાથે તેણે ઘણી તસવીરો પણ મૂકી છે. મુખ્ય આરોપી લવી ત્રિવેદી, એફઆઈઆરની નકલ અને લાવીને માર માર્યા બાદ લોહીમાં લથપથ થયેલી પોતાની તસવીરો તેની ફેસબુક પોસ્ટ સાથે જોડાયેલી છે. મોડી રાત્રે તેણે પોતાની જાતને રૂમમાં બંધ કરી અને ફાંસી લગાવી લીધી. મહિલાની ઓળખ રોલી ગુપ્તા તરીકે થઈ છે.

પોસ્ટના થોડા સમય પછી મહિલાએ તેના ઘરમાં આત્મહત્યા કરી હતી. મહિલાના ઘરની બાજુમાં જ આરોપી યુવક રહેતો હતો. તે દરમિયાન યુવક મહિલાને સતત પરેશાન કરતો હતો. આરોપ છે કે, તેણે મહિલા અને તેના પરિવારના સભ્યોને માર્યા હતા. આ અંગે પોલીસ સ્ટેશનમાં પીડિત મહિલાએ ફરિયાદ પણ નોંધાવી હતી, પરંતુ કોઇ કાર્યવાહી ન થતાં પીડિતાએ ફેસબુક પર પોસ્ટ લખીને આત્મહત્યા કરી હતી. મહિલાની ફેસબુક પોસ્ટ વાયરલ થયા પછી પોલીસે આરોપી યુવકની અટકાયત કરી હતી.

આત્મહત્યા કરતા પહેલા રોલીની ફેસબુક પોસ્ટ –

રોલીએ પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, ‘હું રોલી ગુપ્તા ઉર્ફે પ્રાચી પત્ની મનોજ કુમાર ગુપ્તા હું પુરા હોશમાં આ નિવેદન કરું છું. યુપી સરકારમાં આદરણીય સેવા, માનનીય આદિત્યનાથ યોગી, તમને હાથ જોડીને, નમ્ર વિનંતી છે કે, મારી સાથે ન્યાય થવો જોઈએ. 4/9/2021 દિવસે શનિવારે સાંજે 7:00 કલાકે લવી ત્રિવેદી પોતાના પરિવાર સાથે આવ્યા અને સગીર છોકરા સાથે તથા મારી સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો.

જ્યારે મેં વિરોધ કર્યો ત્યારે તેણે મને બેલ્ટથી અને લાતો મારી અને મને ખૂબ માર માર્યો. મારા નાકને દાંતથી કરડી કાધુ, જેના કારણે મને રક્તસ્ત્રાવ થયો. તેના પિતા પુતિ ત્રિવેદીએ તેને લાકડીઓથી ખૂબ માર્યો અને તેની માતા મીરા દેવીએ પણ તેને ખૂબ માર્યો. મારા ગળામાં લોકેટ, મારા કાનની બુટ્ટી, મારા બે એન્ડ્રોઇડ મોબાઇલ અને 90 હજાર રોકડા તેમની સાથે લઇ ગયા. મારા કપડા ફાડી નાખ્યા અને મારો દુપટ્ટો પણ સાથે લઈ ગયા અને બાળકોને રૂમમાં બંધ કરી દીધા.

મને અને મારા નાના દીકરાને ખૂબ માર માર્યો અને કહ્યું કે જો મારી વિરુદ્ધ કંઈ પણ કરવામાં આવશે તો આખા પરિવારને ગોળીઓથી વીંધી નાખશે. હું બેહોશ થઈ ગઈ, જ્યારે મારા પતિ બહારથી આવ્યા ત્યારે મને લોહી નીકળતું જોઈને તેમણે કહ્યું કે શું થયું છે. મેં બધું કહ્યું. તે મને પોલીસ સ્ટેશન લઈ ગયા. હું ત્યાં ગઈ, માધવ ગંજ પોલીસ સ્ટેશનમાં મારી પહેલા પણ અનેક FIR આપી છે. પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. એવું કહેવામાં આવે છે કે, કંઈક લખ્યું છે, કંઈક બીજું FIR માં જાય છે. આવું બધું મારી સાથે અગાઉ પણ થયું છે.

તેની f.i.r. હું લખાવા આવી હતી. ઓનલાઇન પણ કરવામાં આવી હતી. પરંતુ નિર્ણય કંઇ જ આવ્યો નહીં. બળાત્કારનો પ્રયાસ, હત્યાનો પ્રયાસ. જો મારા પરિવારને કે મને કંઈ થાય તો આની જવાબદારી માત્ર અને માત્ર સરકારની રહેશે. મહેરબાની કરીને મને મદદ કરો સાહેબ, મને ન્યાય મળવો જોઈએ. મારૂ જે પણ નુકસાન થયું છે તેની ભરપાઈ કરવી જોઈએ. હું અને મારો પરિવાર આ લોકોથી જોખમમાં છું. મારા વ્હાલા ભાઈઓ અને બહેનો, જેને પણ મારી પોસ્ટ મળે તે કૃપા કરીને શક્ય તેટલું શેર કરો. ગુનેગારોને સજા થવી જોઈએ.’

રોલી ગુપ્તા (34) માધોગંજ શહેરના મોહલ્લા આઝાદનગરના રહેવાસી મનોજ ગુપ્તાની પત્ની હતી. રવિવારે રાત્રે રોલી ગુપ્તાએ પોતાના ઘરના બાથરૂમમાં ફાંસી લગાવી લીધી હતી. રવિવારે રાત્રે તેણે રૂમમાં સાડી સાથે લટકીને આત્મહત્યા કરી હતી. જ્યારે સોશિયલ મીડિયા પર મૃતક મહિલાની ફેસબુક પોસ્ટ વાયરલ થઈ ત્યારે સમગ્ર વિસ્તારના લોકો ચોંકી ગયા હતા. લવી ત્રિવેદી રોલી ગુપ્તાને હેરાનવ કરતો હતો.

મૃતક મહિલાના પરિવારનો આરોપ છે કે, બે દિવસ પહેલા લવી ત્રિવેદી મહિલાના ઘરમાં ઘૂસી ગયો હતો અને તેનો મોબાઈલ અને કેટલાક પૈસા લઇ લીધા હતા. જ્યારે તેની પત્ની રોલી ગુપ્તાએ વિરોધ કર્યો ત્યારે તેણે તેને નીચે ફેંકી દીધી. લવીએ રોલી ગુપ્તાના નાક પર ડુચો ભરી કાપી નાખ્યું હતું, ત્યારબાદ તે સ્થળ પર જ બેભાન થઈ ગઈ હતી. બાદમાં જ્યારે મનોજને રોલી સાથેની ઘટનાની જાણ થઈ ત્યારે તે રોલી સાથે પોલીસ સ્ટેશન ગયો હતો. આ અંગે પોલીસ સ્ટેશનમાં પીડિત મહિલાએ ફરિયાદ પણ નોંધાવી હતી, પરંતુ કોઇ કાર્યવાહી ન થતાં પીડિતાએ ફેસબુક પર પોસ્ટ લખીને આત્મહત્યા કરી હતી.

તેના પતિ મનોજએ કહ્યું છે કે, જ્યારે રોલીએ પોતાની ફરિયાદ પર કોઈ કાર્યવાહી ન જોઈ ત્યારે તેણે ફેસબુક પર મુખ્યમંત્રીને ન્યાયની અપીલ કરી અને આત્મહત્યા કરી. ત્યારે આ મામલે એસપીએ જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશન માધોગંજ જિલ્લા હરદોઈનો આ મામલો છે. એવું કહેવામાં આવ્યું હતું કે, તેની પત્નીએ આત્મહત્યા કરી લીધી છે. તે માહિતી પર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ત્યાં જરૂરી પુરાવા રજૂ કર્યા બાદ 40 વર્ષના મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker