NewsTechnology

ફેસબુક પર ફેક પોસ્ટ કરવી તમારા માટે ઉભો કરી શકે છે ખતરો, જાણો સંપૂર્ણ માહિતી

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Facebook માં મોટો ફેરફાર આવા જઈ રહ્યો છે. જેમાં ખોટા સમાચાર શેર કરવા પર તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ફેસબુક હવે તેવા યૂઝર્સ સામે કડક એક્શન લેશે જે તેમના પ્લેટફોર્મ પર વારંવાર ખોટી જાણકારી અને ફેક ન્યૂઝ શેર કરી રહ્યા છે. તાજેતરની વાત કરવામાં આવે તો, ફેસબુક પર ફેક્ટ-ચેક-રેટિંગ ધરાવતા કોન્ટેન્ટ શેર કરીને યૂઝર્સને નોટિફિકેશન આવે છે પરંતુ હવે કંપનીએ આ નોટિફિકેશનને સારી રીતે સમજ આવે તે માટે રીડિઝાઇન કરી છે.

ફેસબુકે એક નિવેદનમાં જણાવ્યું છે કે, અમે યૂઝર્સને સાચી જાણકારી આપવા માટે નવી રીત લોન્ચ કરવા જઈ રહ્યા છીએ જેનાથી તમને ખબર પડી શકે કે, જે કોન્ટેન્ટ શેર કરવામાં આવી રહ્યું છે તેને ફેક્ટ ચેકરે રેટ આપ્યા છે. તેની સાથે જ અમે તે યૂઝર્સ વિરૂદ્ધ કડક કાર્યવાહી પણ કરીશુ જે ફેસબુક પર સતત ખોટી જાણકારી શેર કરી રહ્યા છે. પછી ભલેને કોવિડ-19 અથવા વેક્સીન વિશે ખોટુ કોન્ટેન્ટ હોય કે પછી ચૂંટણી કે પછી કોઇ બીજા વિશે સાથે જોડાયેલુ કન્ટેન્ટ કેમ ના હોય. અમે એવું નક્કી કરી રહ્યા છીએ કે યૂઝર્સને અમારા પ્લેટફોર્મ પર કોઇપણ ખોટી જાણકારી ના મળે.

ફેસબુક હવે તે યૂઝર્સની પોસ્ટને ન્યૂઝફીડ ડિસ્ટ્રીબ્યૂશન પર સીમિત રાખશે. જે તેના ફેક્ટ ચેકિંગ પાર્ટનર દ્વારા રેટ કરવામાં આવેલી ખોટી જાણકારીઓ શેર કરતા હોય છે. તેની સાથે જ ફેસબુક એક નવુ ટૂલ પણ લોન્ચ કરવા જઈ રહ્યું છે, જે યૂઝર્સનું ધ્યાન દોરશે કે, તે ફેક્ટ ચેકર દ્વારા રેટ કરવામાં આવેલા કોન્ટેન્ટને દેખી રહ્યા છે.

તેની સાથે કંપનીએ એ પણ જણાવ્યું છે કે, યૂઝર કોઇ પેજને લાઇક કરે તે પહેલા જ અમે તેમણે જણાવવા ઈચ્છીએ છીએ કે, તે પેજને વારંવાર ફેક્ટ-ચેકર દ્વારા રેટેડ કોન્ટેન્ટ શેર કરવામાં આવી રહ્યું છે. એવામાં જો કોઇ યૂઝર્સ આવા કોઇ પેજને લાઇક કરી રહ્યું છે તો તેને પોપ-અપ વિન્ડોમાં તે વિશેમાં જાણકારી પ્રાપ્ત થઈ જશે.

ફેસબુકે પોતાના પ્લેટફોર્મ પર વધુ એક ફેરફાર કર્યો છે. હવે ફેસબુક યૂઝર્સને પોસ્ટ કરવામાં આવેલા like ના નંબર્સને છુપાવવાનું ઓપ્શન આપવામાં આવશે. યૂઝર્સને હાઇડ લાઇક કાઉન્ટસનું ઓપ્શન સેટિંગ્સમાં આપવામાં આવેલા નવા પોસ્ટ સેક્શનમાં જોવા મળી શકશે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker