Fact Check: ‘પ્રધાનમંત્રી સબકા સાથ સબકા વિકાસ યોજના’ હેઠળ દરેક વ્યક્તિને એક લાખ રૂપિયા આપી રહી છે મોદી સરકાર, જાણો સચ્ચાઈ

એક WhatsApp મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેન્દ્ર સરકાર ‘પ્રધાનમંત્રી સબકા સાથ સબકા વિકાસ યોજના’ ના હેઠળ બધા લોકોના ખાતામાં 1 લાખ રૂપિયાની રકમ જમા કરવામાં આવી રહી છે. જો તમારી પાસે પણ આવો સંદેશ આવ્યો છે તો સાવધાન થઈ જાઓ. તેના સંબંધિત લિંકને ખોલશો નહી અને જો આધાર, પાન, બેંક ખાતા, ઓટોપી જેવી કોઈ પણ જાણકારી આપશો નહીં. પીઆઈબીના ફેક્ટ ચેકમાં આ દાવો ખોટો બતાવવામાં આવી રહ્યો છે. આ દાવા વિશેમાં પોતે પીઆઈબી ફેક્ટ ચેકે આ ટ્વીટ કરી છે.

તમને જણાવી દઈએ કે, પીઆઈબી ભારત સરકારના કાયદાઓ, કાર્યક્રમ પહેલ અને ઉપલબ્ધિયો વિશેમાં સમાચાર-પત્રો અને ઇલેક્ટ્રોનીક મીડિયાને સુચના આપનાર પ્રમુખ એજન્સી છે. પીઆઈબીએ જણાવ્યું છે કે, આ દાવો ખોટો છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજનાથી સંબંધિત કોઈ જાણકારી આપવામાં આવી નથી.

સરકારથી જોડાયેલ ક્યા સમાચાર સાચા છે અથવા ખોટા, આ જાણવા માટે PBI Fact Check ની મદદ લેવામાં આવી શકે છે. કોઈ પણ વ્યક્તિ PBI Fact Check ને શંકાસ્પદ સમાચારના સ્ક્રીનશોટ, ટ્વીટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ 917899711259 પર મોકલી શકો છો અથવા પછી pibfactcheck@gmail.com પર મેલ કરી શકો છો.

Scroll to Top