સોશિયલ મીડિયા પર સીએમ રૂપાણીનો ફેક વિડીયો બનાવો આ વ્યક્તિને પડ્યો ભાર, હવે જવું પડશે જેલ

ગુજરાતના 28 વર્ષીય વેપારીને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો એડિટ કરવો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવો ભારે પડ્યો છે. સુરત પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આ કૃત્ય બદલ વેપારીની ધરપકડ કરી લીધી છે. આ વ્યક્તિ સુરતના સિંગણપોર વિસ્તારનો રહેનાર છે.

વ્યક્તિએ અમેરિકન સિંગર ટેલર સ્વિફ્ટના ‘આઈ નો યુ આર ઇન ટ્રાવેલ’ ગીતનો ઉપયોગ વિજય રૂપાણીના એક વિડીયો પર કર્યો અને ત્યાર બાદ સોશિયલ મીડિયા પર શેર કરી દીધો હતો. પોલીસે જણાવ્યું છે કે, ક્રાઈમ બ્રાંચની ટેક્નીકલ ટીમ જ્યારે અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર નજર રાખી રહી હતી, ત્યારે તેને ઇન્સ્ટાગ્રામ પર વીય રૂપાણીનો આ વિડીયો મળ્યો, ત્યાર બાદ તેમને કિશન અરવિંદ રૂપાણીને શોધવામાં આવ્યો હતો.

સુરત પોલીસે કિશનને આઈપીસીની ધારા 469 હેઠળ ધરપકડ કરી છે. સુરતના ડેપ્યુટી પોલીસ કમિશનર રાહુલ પટેલે જણાવ્યું છે કે, કોરોનાના કારણે અમે સોશિયલ મીડયા પર એક સર્વેલન્સ ટીમને સતત નજર બનાવી રાખવા બેસાડવામાં આવી છે, જેથી કોવિડ-19 થી સંબંધિત જો કોઈ પણ ફેક ન્યુઝ સોશિયલ મીડિયા પર ફેલાવે છે તો તેનું સમાધાન કરવામાં આવે.

આ સંદર્ભમાં અમારી ટીમે સીએમ વિજય રૂપાણીનો એડિટ વિડીયો સોશિયલ મીડિયા પર જોયો, જે ખૂબ વાયરલ થયો હતો. ત્યાર બાદ અમે તપાસ કરી તો જાણવા મળ્યું કે, આ વિડીયો gujju_smaily નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી આ વિડીયો શેર કરવામાં આવ્યો હતો. અમારી ટીમે તેની તપાસ કરી તો જાણવા મળ્યું કે, કિશન રૂપાણીએ તેને શેર કર્યો છે.

રાહુલ પટેલે જણાવ્યું છે કે, અમારી ટીમે કિશનને પકડ્યો અને તેની પૂછપરચ કરી, જેમાં કિશને માન્યું હતું કે, વિડીયો તેને બનાવ્યો હતો અને અપલોડ કર્યો હતો. કિશને પોલીસને જણાવ્યું હતું કે, ઇન્સ્ટાગ્રામ પર વધુ ફોલોવર્સ અને લાઈક્સ મેળવવાની ઈચ્છામાં તેને આ વિડીયો બનાવ્યો હતો અને અપલોડ કર્યો હતો. પોલીસે કિશનનો મોબાઈલ ફોન જપ્ત કરી લીધો છે.

Scroll to Top