કાબુલમાં સ્થિતિ બની ગંભીર, લોકો અફઘાનિસ્તાન છોડવા માટે પ્લેન ટાયરોમાં છુપાયા, પરંતુ હવા પ્લેન ઉડતા ત્રણ લોકો પટકાયા

અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા કબજો મેળવ્યા બાદ સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે. એવામાં લોકો વહેલામાં વહેલી તક પર દેશ છોડીને ભાગી જવા માંગી રહ્યા છે. આ બાબતમાં એક વિચિત્ર વિડીયો સામે આવ્યો છે, જેને જાણીને તમે વિચાર પડી જશો. આ વિડીયોમાં લોકો પ્લેનમાં લટકીને જતા જોવા મળ્યા છે.

પરંતુ આ દરમિયાન પ્લેન હવામાં પહોંચ્યું તો તે લોકો નીચે પટકાઈ ગયાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ લોકો C-17 પ્લેન પર લટકીને કાબુલ છોડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પ્લેન હવામાં પહોંચતા જ કાબુલ એરપોર્ટની પાસે જ તેઓ નીચે પટકાઈ ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પ્લેનથી ત્રણ લોકો પટકાયા હતા. જેમાં બે લોકો રહેણાંક વિસ્તારમાં જ પડી ગયા છે. તેમ છતાં તેમની ઓળખ વિશેની કોઈ જાણકારી સામે આવી નથી.

એક નામી ન્યૂઝ એજન્સી અનુસાર, કાબુલ એરપોર્ટ પાસેના સ્થાનિક લોકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, એક પ્લેનના ટાયરોમાં પોતાને પકડીને બેઠેલા ત્રણ યુવક લોકોના ઘર પર પટકાઈ ગયા છે. સ્થાનિક લોકોમાંથી એક વ્યક્તિ દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ લોકોના પડવાથી જોરદાર અવાજ સાંભળ્યો હતો. નોંધનીય છે કે, રવિવારના કાબુલમાં તાલિબાનના પ્રવેશ પહેલા જ રાષ્ટ્રપ્રમુખ અશરફ ગનીએ દેશ છોડીને ચાલ્યા ગયા હતા. ત્યારબાદ અફઘાનિસ્તાનના ભવિષ્યને લઈને ચિંતાના વાદળો છવાઈ ગયા છે.

જયારે આ દરમિયાન એક નામું ન્યૂઝના મુજબ જાણકારી સામે આવી છે કે, તાલિબાની ફાઇટરોએ એરપોર્ટ પર હિજાબ પહેર્યા વગરની મહિલાઓ પર ફાયરિંગ પણ કર્યું હતું. જેના જવાબમાં અમેરિકાના સૈનિકોએ પણ ફાયરિંગ કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફાયરિંગ દરમિયાન 5 લોકોના મોત નીપજ્યા હતા. તેમ છતાં તાલિબાને એરપોર્ટ પર ગોળીબારની પુષ્ટિ કરી નથી. અત્યારે આ એરપોર્ટ અમેરિકાના સૈનિકોના કન્ટ્રોલમાં રહેલું છે.

Scroll to Top