પુત્ર અને પુત્રી વચ્ચે ભેદ રાખનારાઓએ આ સમાચાર અવશ્ય વાંચવા જોઈએ. કદાચ તેની આંખો પરનો પડદો હંમેશ માટે હટી જશે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે એક પરિવારે દીકરીના જન્મની ઉજવણી એવી રીતે કરી છે કે દેશભરમાં તેની ચર્ચા થઈ રહી છે. આવો તમને જણાવીએ આ અનોખી અને સાચી ઘટના વિશે જેણે સમાજની આંખો ખોલી નાખી.
દીકરીના જન્મની ભવ્ય ઉજવણી
મહારાષ્ટ્રમાં એક પરિવારમાં જ્યારે દીકરીનો જન્મ થયો ત્યારે પરિવારના સભ્યોની ખુશીનો કોઈ ઠેકાણો ન રહ્યો. પરિવારે નવજાત બાળકીનું અનોખી રીતે સ્વાગત કર્યું હતું. પરિવારે દીકરીને ગામમાં લઈ જવા માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી હતી.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. લોકો આ વીડિયોને સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ કરી રહ્યા છે. આ ઘટના પુણેના શેલગાંવની છે. દીકરીનો જન્મ થતાં જ પરિવારમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. ખુશીના કારણે પરિવારે હેલિકોપ્ટર ભાડેથી બુક કરાવ્યું હતું. પરિવાર હેલિકોપ્ટર દ્વારા બાળકીને ગામમાં લાવ્યા.
#WATCH Shelgaon, Pune | Grand Homecoming ! A family brought their newborn girlchild in a chopper
We didn't have a girlchild in our entire family. So, to make our daughter's homecoming special, we arranged a chopper ride worth Rs 1 lakh:Vishal Zarekar,father
(Source: Family) pic.twitter.com/tA4BoGuRbv
— ANI (@ANI) April 5, 2022
જાણો દીકરીના પિતાએ શું કહ્યું
જ્યારે દીકરી હેલિકોપ્ટર દ્વારા તેના ગામ પહોંચી તો ત્યાંનો નજારો જોવા જેવો હતો. પરિવારે પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે દીકરી થવા પર તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. બાળકીના પિતા વિશાલ જારેકરે જણાવ્યું કે અમારા પરિવારમાં કોઈ છોકરી નથી. તેથી દીકરીના જન્મને ખાસ બનાવવા માટે અમે એક લાખ રૂપિયાની હેલિકોપ્ટર રાઈડની વ્યવસ્થા કરી છે.