IndiaNews

ACનો ઝેરી ગેસ લીક થતા પરિવારનું ઊંઘમાં જ મોત, તમે પણ રહો સાવધાન

ચેન્નઈઃ મંગળવારે ચેન્નઈમાં ઘરના AC માંથી ઝેરી ગેસ લીક થવાના કારણે એક જ પરિવારના 3 સદસ્યોના મોત નિપજ્યા. મૃતકમાં દંપતિ અને તેમના આઠ વર્ષના બાળકનો સમાવેશ થાય છે. આ 3 લોકોનો પરિવાર શહેરના કોયંબેદુ વિસ્તારમાં રહેતો હતો. મંગળવારે સવારે પરિવારે ન્યૂઝ પેપર અને દૂધ પેકેટ્સ લેવા માટે પરિવારે ઘરનો મોડા સુધી દરવાજો ન ખોલતા પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને દરવાજો તોડીને અંદર જોયું તો 3 ડેડ બોડી મળી આવી હતી

મૃતકોની ડેડ બોડીને પોસ્ટ મોર્ટમ માટે કિલપૌક મેડિકલ કોલેજ ખાતે મોકલવામાં આવી છે. જ્યાં હજુ તેની રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે કપલ પાવર કટ સમયે બેકઅપ ઈન્વર્ટર દ્વારા એસીનો ઉપયોગ કરતું હતું. તે રાત્રે 2 વખત લાઈટ ગઈ હતી. જોકે લાઈટ પાછી આવવા છતાં એસી ઈન્વર્ટર પર ચાલતું હતું, જેના કારણે ACના કોમ્પ્રેસરમાંથી ગેસ લીક થયો. એસીમાંથી લીક થયેલો ઝેરી ગેસ તેમણે શ્વાસમાં લઈ લીધો. જેના કારણે દંપતી અને બાળકનું ગુંગળામણના કારણે મોત થયું.

ગૂંગળામણથી ઘરમાં મોત

ઘરમાં આ સમયે એકપણ બારી કે દરવાજો ખુલ્લો નહોતો, પરિણામે ગૂંગળાઈને તેમનું મોત થઈ ગયું. પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે પરિવાર બહાર નીકળવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં ઘણુ મોડું થઈ ચૂક્યું હતું.

ઘરમાં એસી હોય તો આટલી બાબતોનું ધ્યાન રાખો

એસીના પાવરને એક્સટેન્શન વાયર સાથે ક્યારેય કનેક્ટ ન કરો. 1 ટનના એસીને 900થી 1200 W પાવરની જરૂર પડે છે. જ્યારે એક્સટેન્શન તાર સાથે તેને પ્લગઈન કરવાથી મશીનમાં આગ લાગવાની શક્યતા વધી જાય છે. એસીના વાયરને એવી રીતે રાખો જેથી તે ક્યાંય નડે નહીં.

AC ના સોકેટ પાસે પાણી ન જાય તેનું ખાસ ધ્યાન રાખો અને નિયમિત તેનું ચેકઅપ કરો. જો તમે ઘરમાં ઈન્વર્ટર કે જનરેટર સાથે એસીનો ઉપયોગ કરતા હોય તો ધ્યાન રાખો કે લાઈટ પાછી આવે ત્યારે ઈન્વર્ટરની સ્વીચ ઓફ કરો. શક્ય હોય તો ઈન્વર્ટર સાથે એસીનો ઉપયોગ કરવાનું ટાળો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker