નવરાત્રી ચાલી રહી છે. આજે પાંચમા નોરતે બનાવો મખમલી પનીર. જે ખાવામાં લાગશે એકદમ સ્વાદિષ્ટ. અને બનાવવામાં પણ એકદમ સરળ છે. આજે ઉપવાસમાં બનાવો મખમલી પનીર.
સામગ્રી
- 200 ગ્રામ પનીરના ટુકડા
- 1 કપ ટમેટાંની પ્યોરી
- 1 ચમચી આદું-મરચાંની પેસ્ટ
- 1 ચમચી, મરચું
- 1/2 ચમચી કાજુની પેસ્ટ
- 2 ચમચા, ક્રીમ/મલાઇ
- ઘી – 2 ચમચા
- 1 ચમચી જીરાનો ભૂકો
- 1 ચમચી ધાણા પાઉડર
- 1 ચમચી હળદર
- અડધી ચમચી ગરમ મસાલો
- મીઠું – સ્વાદ મુજબ
- 2 ચમચા માવો
- તેલ – તળવા માટે
બનાવવાની રીત
પનીરને તેલમાં બ્રાઉન રંગનું તળીને અલગ કાઢી લો. હવે પેનમાં ઘી ગરમ કરી તેમાં આદું-મરચાંની પેસ્ટ સાંતળો. ત્યારબાદ તેમાં ટમેટાંની પ્યોરી, મીઠું, મરચું, હળદર, ધાણા પાઉડર અને જીરાનો પાઉડર નાખી હલાવો.
જ્યારે મિશ્રણ ચોંટતું બંધ થાય ત્યારે તેમાં કાજુની પેસ્ટ અને માવો મિક્સ કરી ફરી બે મિનિટ સાંતળો. હવે એક કપ પાણી રેડી એક ઊભરો આવે ત્યાં સુધી રહેવા દો. છેલ્લે પનીર અને ક્રીમ ભેળવી આંચ પરથી ઉતારી લો.