ફરી એક વાર ચક્રવાત ‛મહા’ નો કહેર,જાણો ગુજરાતમાં ક્યાં થશે વરસાદ..

ગુજરાતના  માથેથી ‘ ‘મહા’ વાવાઝોડાનું cyclone Maha સંકટ ટળ્યું છે. હવામાન વિભાગના ના જણાવ્યા મુજબ વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે નહીં ટકરાય પરંતુ આગામી 5-7 નવેમ્બર દરમિયાન વાવાઝોડાની અસરના પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસશે.ચક્રવાત ‘મહા’નો કહેર ગુજરાતમાં વરતાવાનો શરૂ થઈ ગયો છે. વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, સૌરાષ્ટ્રના તમામ કાંઠાના જિલ્લા તંત્રને પણ અલર્ટ કરાયુ છે. રાજકોટ, પોરબંદર, દ્વારકા, ગીર-સોમનાથમાં અસર પહોંચી છે. જામનગર, મોરબી, જૂનાગઢ, ભાગનગર, અમરેલીમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે. દરિયો ગાંડોતૂર થયો છે. નવસારીમાં દરિયા કાંઠે છાપરા ઉડી ગયા છે તો વળી ઉનામાં બોટે જળસમાધી લીધી છે. રાજ્યભરમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ શરૂ થઈ ગયો છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓને સાવધ કરવામાં આવ્યા છે. રાહત કમિશનરે તમામ જિલ્લા અધિકારીઓને તાકીદ કરી છે. વાવાઝોડા અગાઉ રાહત બચાવની તૈયારી કરવા પણ સૂચના કરી છે. જિલ્લા કક્ષાએ અધિકારીઓ સાથે બેઠક કરવા આદેશ અપાયા છે. 6 થી 8 નવેમ્બર બે દિવસ વાવાઝોડાની અસર જોવા મળશે. દરિયાકિનારા પર 60-70 કિમી ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે પત્રકારોને જણાવ્યું કે, “ ‘મહા’ વાવાઝોડું ગુજરાત તરફ આવતા નબળું પડશે. ચોથી નવેમ્બરથી 7મી નવેમ્બર સુધી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે ટકરાશે કે નહીં તેની આગાહી અમે હાલ પૂરતી નથી કરી રહ્યા પરંતુ અમે માછીમારોને ગુજરાતના દરિયામાં દરિયો ન ખેડવા સૂચના આપી છે. હાલમાં વેરાવળથી 540 કિલોમીટર દક્ષિણ પશ્ચિમે સક્રિય છે.ચોથી નવેમ્બર બાદ વાવાઝોડું ખૂબ ગંભીર સ્વરૂપ ધારણ કરશે અને દ.ગુજરાત તરફ આગળ વધશે પરંતુ તે ગુજરાત તરફ આવતાં નબળું પડશે.”જિલ્લા કલેક્ટરોને રાહત કમિશનર કે.ડી કાપડિયાએ પત્ર લખીને તમામ જિલ્લા તંત્રને સાવધ રહેવા આદેશ આપ્યા છે. વળી ગુજરાતના તમામ દરિયાકિનારા પર અલર્ટ જાહેર કરાયું.હવામાન વિભાગની આગાહી મુજબ વાવાઝોડું ગુજરાત તરફ આવતાં નબળું પડશે પરંતુ અનેક જિલ્લામાં વિપુલ પ્રમાણમાં વરસાદ થશે. રાજ્યના ભાવનગર, બોટાદ,અમરેલી, ગીરસોમનાથ, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, સંઘ પ્રદેશ, દમણ-દાદરા નગર હવેલી, વલસાડ, નવસારી, તાપી ઉપરાંત આણંદ-ખેડા નડિયામાં પણ વરસાદ વરસશે.ઉનામા દરિયા કિનારે બોટ ડુબી મહા વાવાઝોડાને લીધે ઉનાના દરિયા કિનારે એક બોટ ડુબી હતી જેમાં 8 ખલાસીઓનો આબાદ બચાવ કરી લેવાયો હતો. સૈયદ રાજપરા ગામ પાસે દરિયા કિનારે બોટે જળસમાધિ લીધી હતી.

સુરેન્દ્રનગર.સુરેન્દ્રનગર ના અમુક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે.સુરેન્દ્રનગરમાં મહા વાવાઝોડાની અસર જોવા મળી છે.લીંબડી તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો છે. લીંબડી અને આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે.જેના કારણે ઉભા પાકને નુકસાન થયું છે.અને ખેડૂતો સંકટમાં આવી ગયા છે.ખેડૂતોમાં કમોસમી વરસાદથી ચિંતા જોવા મળી રહી છે.અને આર્થિક સંકટમાં આવી ગયા છે.

આણંદ.આણંદ શહેરમાં પણ વાવાઝોડા ની અસર જોવા મળી છે.આણંદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.ચરોતરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના કારણે ખેડૂતો પણ ચિંતિત બન્યા છે. આણંદમાં અનેક સ્થળો પર ઝરમર વરસાદ શરૂ થઇ ગયો છે.અને હજુ પણ વધારે વરસાદ પડે તેવી આશંકા છે.

તાપી.તાપી માં પણ ભારે વરસાદ થવાની આશકા છે અને તાપી માં પણ વરસાદ થયો છે.તાપી જિલ્લાના વ્યારમાં આજે વહેલી સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે.વ્યાર આસપાસના વિસ્તારોમાં વેહલી સવારથી ઝરમર વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.ત્યારે કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ જાય તેવી સ્થિતી ઉભી થઈ છે.જેન લઈને ખેડૂતોની ચીતામાં વધારો થયો છે.અને ખેડૂતો મુશ્કેલીઓમાં આવી ગયા છે.

ભાવનગરમાં પણ મહા વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.વાવાઝોડાના કારણે જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.વરસાદ થતા પાકને નુકસાન થયું છે.જિલ્લામાં વરસાદ થતા માર્કેટ યાર્ડમાં રાખવામાં આવેલો માલ પલળ્યો છે.ભાવનગરના સિહોર તાલુકમાં આજે વહેલી સવારથી કમોસમી વરસાદ પડી રહ્યો છે.વરલ ગામે આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડતા ખેડૂતોની ચિતામાં વધારો છે.કમોસમી વરસાદને કારણેકપાસ,મગફળી,જુવર,મકાઈ સહિતના પાકોને ભારે નુકસાન થયુ છે.અને નુકશાન થતાં ખેડૂતો ને રડવાનો વારો આવ્યો છે.અને ખેડૂતો આર્થિક સંકટમાં આવી ગયા છે.

બોટાદ.બોટાદમાં આજે મહા વાવાઝોડાની અસર જોવા મળી છે.આજે વહેલી સવારથી બોટાદ,બરવાળા અને રાણપુર પથકમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.કમોસમી વરસાદના કારણે  કપાસ,મગફળી,જુવાર,બાજરી સહિતના પાકો નિષ્ફળ જાય તેવી ભીતિ સર્જાઈ છે.જેથી ખેડૂતો મુશ્કેલીમાં આવી ગયા છે.

ભરૂચ.ભરૂચના વાતાવરણમાં પલટો આવ્યો છે.આજે વહેલી સવારથી ધીમીધારે વરસાદની શરૂઆત થઈ છે.કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.વરસાદી માહોલથી લોકોના રોજિંદા કાર્ય પર અસર જોવા મળી છેનવસારી.નવસારીમાં મહા વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. વહેલી સવારથી દરિયા કિનારે પવન ફૂંકાઈ રહ્યા છે. બોરસી માછીવાડ ગામમાં ભારે પવનના કારણે 25 ઘરોના પતરા ઉડ્યા હતા.દરિયા કિનારે રહેતા લોકોનું સ્થળાંતર કરાયું છે. સ્વખર્ચે શેડ ઉભા કરીને માછીમારો દરિયાથી દૂર રહેવા માટે મજબુર થયા છે. માછલી સુકવવા માટે બનેલા મંડપમાં પાણી ફરી વળતા માછીમારોને નુકસાન થયું છે.

સુરત.સુરતમાં પણ ભારે વરસાદ થયો છે.અને પાણી પાણી કરી નાખ્યું હતું.સુરતમાં કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન થયુ છે.ઓલપાડ વિસ્તારમાં આવેલા ડાંગર અને કપાસના પાકને ભારે નુકસાન થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.40 હજાર હેક્ટર કપાસ અને ડાંગરનો પાક નિષ્ફળ ગયો છે.તૈયાર થયેલા પોક નિષ્ફળ થતા ખેડૂતોનો રોવાનો વારો આવ્યો છે.અને ખેડૂતો આર્થિક સંકટમાં આવી ગયા છે.

જૂનાગઢ.જૂનાગઢમાં મહા વાવાઝોડાની અસર જોવા મળી છે.અચાનક વાતાવરમાં પલ્ટો આવતા સમગ્ર શહેરમાં વાદળછાયુ વાતાવરણ વચ્ચે ભારે પવન ફૂંકાવાનું શરૂ થયુ છે.ત્યારે માંગરોળ બંદર પર બે નંબરનું  સિગ્નલ આપી દેવામાં આવ્યું છે.અને તમામ બોટો માંગરોળ બંદર પર પરંત બોલાવી દેવમાં આવી છે.અને માછીમારોને દરિયો ન ખેડવા તંત્ર દ્વારા સુચના આપી દેવમાં આવી છે. ગીર સોમનાથ માં પણ ભારે વરસાદ ની આશંકા કરવામાં આવી રહી છે.અરબી સમુદ્રમાં ઉદભવેલા વાવાઝોડાને લઈને ગીર સોમનાથમાં અસર જોવા મળી રહી છે.ગીર સોમનાથના ઉના, કોડીનાર અને સુત્રાપાડ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.સતત એક કલાકમાં બે ઈંચ વરસાદ થતા અનેક વિસ્તારમાં પાણી ભરાયા.ભારે વરસાદ થતા પાકને પણ નુકસાન થયું છે.જેથી ખેડૂતો સંકટમાં આવી ગયા છે.અને તેમના ઉભા પાક નું નુકશાન થયું છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top