ખેડૂતો ને વીમા કંપની એ છેતર્યા, મુખ્યમંત્રી એ જાહેરાત કરી હોવા છતાં નજીવી રકમ ચુકવાઈ

ગત ચોમાસા દરમિયાન ગીર સોમનાથ પંથક માં અતિવૃષ્ટિ થતા આ જિલ્લા ના ખેડુતો ને ભારે નુકસાન ભોગવવું પડ્યું હતું. સરકાર ના રેકોર્ડ મુજબ લગભગ 90% ખરીફ પાક નિષ્ફળ ગયો હતો.

આવુ થતા મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબે આ જિલ્લા માં મુલાકાત કરી હતી. અને ત્યારે ખેડૂતો ને થયેલું નુકસાન નજરે નિહાડયું. અને જમીન ધોવાણ અને પાક નિષ્ફળતા ની જવાબદારી સ્વીકારી હતી. જિલ્લામાં કુલ 281 જેટલા ગામો એ પાક વિમાનું પ્રીમિયમ ભર્યું હતું અને તે પૈકી માત્ર 33 ગામ માં જ વીમા ની ચુકવણી કરવામાં આવી અને એ પણ માત્ર 3 થી 4 % જેવી નજીવી રકમ ચૂકવતા ખેડૂતો રોસે ભરાયા.

ગીર સોમનાથ માં વર્ષ 2018/2019 માં ખેડૂતો પાસે થી વીમા કંપની એ 68 કરોડ રૂપિયા જેટલી મોટી રકમ વીમા પ્રીમિયમ પેટે વસૂલી હતી. હવે જ્યારે ખેડૂતો ની નુકસાની વળતર ચૂકવવા નો સમય આવ્યો ત્યારે માત્ર 2 કરોડ 36 લાખ ચૂકવ્યા. અને તે પણ માત્ર 33 ગામ ના ખેડૂતો ને એક ને ગોળ અને બીજા ને ખોળ એવી નીતિ વીમા કમ્પની ઘ્વારા અપનાવામાં આવી.

ગિરસોમનાથ ના વેરાવળ, સુત્રાપાડા, તાલાળા, કોડીનાર, ઉના અને ગિરગઢડા એમ કુલ 6 તાલુકા આવેલા છે. આ 6 તાલુકા માં 1 લાખ 10000 જેટલા ખેડૂતો હજારો હેક્ટર જમીન માં ખેતી કરે છે. ભારે વરસાદ ના કારણે આ વર્ષે તબાહી મચી હતી. અનેક ગામો બેટ માં ફેરવાય હતા. જિલ્લા ભર માં ખેડૂતો ભારે વરસાદ ને કારણે પ્રભાવિત થયા હતા.

મુખ્યમંત્રી વિજય ભાઈ એ આ વિસ્તાર ની મુલાકાત લઈ ને સહાય ની જાહેરાત તો કરી પણ એ પણ મહિના ઓ પછી ચૂકવાય હતી.

જો કે પ્રધાનમંત્રી ફસલ યોજના અંતર્ગત ભારતીય કક્ષા જનરલ વીમા કંપની ઘ્વારા ગીર સોમનાથ માં 281 ગામો માં 2% લેખે પ્રીમિયમ કલેક્ટ કર્યા હતા વેટ ચુકવણી ની આવી ત્યારે ગીર સોમનાથ ના 6 તાલુકા ના 33 ગામ ના ખેડૂતો ને વીમો ચૂકવાયો.

ગિરસોમનાથ મદદનિશ ખેતીવાડી અધિકારી વિનય પરમારે આ મામલે નિવેદન આપ્યું હતું. 33 ગામ ના ખેડૂતો ને વીમો ચૂકવાયો છે. 1 કરોડ ચૂકવવના હતા પરંતુ 3.53 કરોડ ચૂકવ્યા છે વેરાવળ ના 9 ગામો ને સૂત્રપાડા 5 અને ગીર ગઢડા ના 7 ગામને વીમો ચૂકવ્યો છે.

આ વિસ્તાર માં એટલું બધું નુકસાન થવા છતાં. વિજય રૂપાણી એ જાતે નિરીક્ષણ કરવા છતાં 100 થી વધારે ગામો બેટ માં ફેરવાયા હોય જોવ છતાં. સરકાર ઘ્વારા વિમાની યોજના કર્યા પછી પણ આ કંપની ખેડૂતો ને તેમના હક આપતા નથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top