ગુજરાતમાં એકાએક કમોસમી વરસાદ પડ્યો, જગતનો તાત ચિંતામાં મુકાયો

છેલ્લા અમુક વર્ષોથી ગુજરાતના વાતાવરણમાં ઘણો ફેરફાર જોવા મળતો હોય છે. ગત વર્ષે પણ કમોસમી વરસાદ અને તીડના ત્રાસને કારણે ખેડૂતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે આ વર્ષે ફરી વખત ભર ઉનાળે રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. હીટવેવને કારણે સાપુતારા સહિત તળેટી વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો છે.

ખેડૂતોમાં ચીંતાનો માહોલ

જે રીતે વરસાદનું આગમન થયું તેને જોતા એવુંજ લાગે કે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ડાંગ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું હતું, અહીયા હીટવેવની સાથે કોરોનાના કેસમાં વધારો થતો જોવા મળ્યો હતો. તેવામાં કમોસમી માવઠું પડતા ડાંગના ખેડૂતોમાં ચીતાનો માહોલ ફેલાઈ ગયો છે.

ગાજવીજ સાથે વરસાદ

બપોર બાદ વાતાવારણમાં એકાએક પલટો આવ્યો. ત્યારબાદ વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. હાલ જિલ્લામાં ગરમીને કારણે લોકો પહેલાથી કંટાળી ગયા હતા. તેવામાં અચાનક કમોસમી વરસાદ પડતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો. જેના કારણે જગતનો તાત ચીંતામાં મુકાઈ ગયો છે. સાથેજ ખેડૂતોનો પાક નાશ પામે તેવી પૂરેપૂરી શક્યતા છે.

ગામડાઓ ઠંડાગાર

સાપુતારા તેમજ તેની આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. સાથેજ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું હતું. બીજી તરફ કોરોનાને કારણે બપોર પછી જિલ્લામાં કર્ફયું જેવો માહોલ થઈ જતો હોય છે. પરંતુ વરસાદ પડતા લોકો બહાર નિકળ્યા હતા. કારણકે સાપુતારા તેમજ મહારાષ્ટ્રની સરહદ પર આવેલા ગામડાઓ ઠંડાગાર થઈ ગયા હતા.

બોરખલ ગામે વીજળી પડી

ડાંગ જિલ્લામાં આહવાના બોરખલ ગામે વરસાદ પડતા વીજળી પણ પડી હતી. જેમા તે વીજળી ઘર નજીક આવેલ એક વૃક્ષ પર પડી હતી. જોકે તે સમયે ત્યા બે મહિલાઓ હાજર હતી તે બચી ગઈ હતી. પરંતુ વૃક્ષ પર વીજળી પડવાને કારણે વૃક્ષના બે ફાંટા પડી ગયા હતા. સાથેજ વૃક્ષના લાકડા આસપાસના વિસ્તારમાં ફેકાંઈ ગયા તેમજ ઘરના નળીયા પણ તૂટી ગયા હતા.

કોઈને જાનહાની નથી પહોચી

ઉલ્લેખનીય છે કે જે જગ્યાએ વીજળી પડી ત્યાથી નીજકના ઘરમાં એક પરિવાર રહેતો હતો તેમણે આ ઘટના તેમની આંખોથી જોઈ. જોકે પરિવારને કોઈ પણ પ્રકારે નુકશાન નથી થયું અને તેમનો આબાદ બચાવ થયો હતો. પરંતુ મહત્વનું છે છેલ્લા 2 થી 4 વર્ષોમાં ગુજરાતમાં કમોસમી વરસાદ અવારનવાર પડતો હોય છે. જેના કારણે જગતના તાતને ભારે હાલાંકીનો સામનો કરવો પડે છે.

Scroll to Top