ફરવા જતા પહેલા જાણી લો આ 7 જગ્યા અહીંના અનોખા રીતિ રિવાજો

દરેક દેશની ઓળખ છે તેના રીતિ-રિવાજો.દરેક દેશના પોતાના કેટલાક રીતિ-રિવાજ હોય છે અને એ જ તેની ઓળખ પણ. કોઈપણ દેશમાં ફરવા જતા પહેલા ત્યાંની થોડીઃઘણી જાણકારી રાખવી જરૂરી છે. અમેરિકા, બ્રિટન અને મીડલ ઈસ્ટ પોતાના કલ્ચરને લઈને ઘણા વધારે કડક છે, ત્યાં તેને ફોલો ન કરનારા ઓને સારી નજરે નથી જોવાતા.

તો કેટલીક એવી જગ્યાઓ પર ખાવા- પીવાથી લઈને ઉઠવા-બેસવા સુધી, તેમજ હળવા-મળવાના પણ અજબ-ગજબ નિયમ છે. આવો જાણીએ.સાઉથ અમેરિકા,મેમ, સર, પ્લીઝ અને થેન્ક યુ કહેવાની આદત પાડી દો. અજાણ્યાને અને મિત્રોને હેન્ડશેક અને સ્માઈલની સાથે મળો.

કોઈ જરૂરિયાતમંદની હંમેશા મદદ કરો, કોઈ રિટર્નની આશા વિના.એવું ન કરવું અહીં અમાનવીય વર્તન માનવામાં આવે છે.ગ્રેટ બ્રિટન,અહીં રસ્તા પર ચીયર્સ કહેવાનું છે કલ્ચર. રસ્તા પર ન થૂંકો. કોઈ અજાણ્યા વ્યક્તિને ક્યારેય ન ઘૂરો. નાકને આંગળીથી ટચ કરવું અહીંનું કલ્ચર નથી, એટલે પોતાની સાથે રૂમાલ જરૂર રાખો.

ઈટાલી,અહીં કોઈપણ વસ્તુને ક્રોસના શેપમાં ન રાખો. ચર્ચમાં પ્રોપર કપડાં પહેરીને જાઓ. ટેન્ક ટોપ, શોર્ટસ અને સ્કિન શો કરનારા કપડાં પહેરીને જવાની મનાઈ છે.

જો તમે ઈટાલિયન ભાષા નથી જાણતા તો કલ્ચર પ્રત્યે તમારી રિસ્પેક્ટ શો કરવા માટે એક બે વાક્યો તો યાદ કરી જ લો. અહીં જમ્યા બાદ કોફી પીવાનો રિવાજ નથી.જાપાન,અહીં રસ્તા પર ચાલતા, ટ્રેનમાં મુસાફરી દરમિયાન ખાવા-પીવાનીમનાઈ છે.

જો તમે કોઈને ત્યાં ડિનર પર જઈ રહ્યા છો તો તેના માટે ગિફ્ટ ચોક્કસ લઈને જાઓ અને કોઈ ગિફ્ટ આપે તો તેને ખુશી- ખુશી સ્વીકાર કરી લો, પછી તે તમને પસંદ હોય કે ના હોય.

અહીં નૂડલ્સને અવાજ કરીને ખવાનો અર્થ છે કે તમે તેને એન્જોય કરી રહ્યા છો. કોઈના ઘરે જઈ રહ્યા છો તો ઘરની બહાર જ જૂતા- ચપ્પલ ઉતારી દેજો.ચીન,અહીં જમ્યા બાદ ઓડકાર ખાવો સારી વાત મનાય છે. તેનો અર્થ છે કે, તમે ફૂડને એન્જોય કર્યું. ચીનમાં ગમે ત્યાં ગમે ત્યારે ઊંઘી શકાય છે, અહીં આ વાત સામાન્ય છે.

તો જો તમને અહીંના રસ્તાના કિનારે બેન્ચ પર કોઈ સૂતું જોવા મળે તો આશ્ચર્ય ન કરશો કોઈની તરફ આંગળીથી ઈશારો ન કરો. આખા હાથનો ઉપયોગ કરો.

ફ્રાંસ, કોઈને ત્યાં ડિનર પર જાઓ તો પહેલી વખતમાં પેટ ભરવાની જરૂર નથી, કેમ કે અહીં તે પછી પણ ઘણી બધી વસ્તુઓ સર્વ કરવામાં આવે છે. બચેલું ખાવાનું પેક કરવું અહીં સારી વાત મનાય છે.

ગાલ પર કિસ કરવી એ અહીં ખુશીથી મળવાની રીત છે. ઉતાવળે ખાવું અને કોફી પીવી અહીં અસભ્યતા મનાય છે. આરામથી એન્જોય કરતા-કરતા જમો. મીડલ ઈસ્ટ,જો અહીં કોઈ તમારો ધર્મ પૂછે તો શરમ ન અનુભવો. અહીં એવું પૂછવાનો અર્થ વાતચીત શરૂ કરવી થાય છે.

અહીં મહિલાઓ પોતાના ખબા અને ઘૂંટણો ઢાંકીને રાખે છે. જાહેરમાં કિસ કરવાની મનાઈ છે. ડાબા હાથે ફૂડ ન ઉપાડો, પછી ભલે તમે લેફ્ટી હોવ. જમવા માટે જે પણ અવેલેબલ હોય તેને પ્રેમથી ખાઓ. હંમેશા તમારા પ્લેટમાં થોડું-ઘણું ખાવાનું બાકી રાખો. એવું ન કરવું બતાવે છે કે તમારું પેટ પૂરેપૂરું ભરાયું નથી.માટે તમારે આવું કરવું જોઈએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top