જયપુર: શહેરના બીટૂ બાયપાસ પાસે આવેલા એસએફએસ ચાર રસ્તા પર ગુરુવારે સાંજે પોણા આઠ વાગે સીમેન્ટથી ભરેલા ટ્રેલરે સ્કૂટી પર આવતા બાપ-દીકરીને કચડી નાખ્યાં હતા. એક્સિડન્ટમાં છોકરીનું માથું ટ્રેલરના ટાયર નીચે આવી જતા તેના ફૂર્ચા ઉડી ગયા હતા. ટ્રેલરના ટાયર નીચે છોકરીનું માથું આવી જતા છોકરી પણ થોડે સુધી ઘસડાઈ હતી.
એક્સિડન્ટ પછી ગાડી છોડીને ભાગી ગયો આરોપી
એક્સિડન્ટ પછી ડ્રાઈવર ગાડી છોડીને ભાગી ગયો હતો. એક્સિડન્ટમાં પ્રતાપનગરમાં રહેતા ગોકુલ રામ સોલંકી અને તેમની દીકરી પૂજાનું મોત થઈ ગયું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગોકુલ રામ હાઉસિંગ બોર્ડની ચેરમેન ઓફિસમાં પીએના પદ પર કામ કરતા હતા. જ્યારે તેમની દીકરી પૂજા સોફ્ટવેર એન્જિનિયર હતી.
એક જ સ્કૂટીથી આવતા જતાં હતા પિતા-દીકરી, ટ્રેલરે સાઈડ દબાવતા થયો એક્સિડન્ટ
પૂજા છેલ્લા થોડાક મહિનાથી વૈશાલી નગરમાં આવેલી પ્રાઈવેટ ઓફિસમાં નોકરી કરરતી હતી. બંને એખ જસ્કૂટી પર આવતા જતા હતા. ગુરુવારે ગોકુલ રામ તેમની ઓફિસથી નીકળીને વૈશાલી નગર પૂજાની ઓફિસ પહોંચ્યાં હતાં. ત્યાંથી પૂજાને લઈને તેઓ ઘર તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન એસએફએસ ચાર રસ્તા પાસે એક ટ્રેલરે સાઈડ દબાવતા આ એક્સિડન્ટ થયો હતો.
એક્સિડન્ટમાં પિતા અને દીકરી બંને ટાયર નીચે આવી ગયા હતા. બંનેના મૃતદેહ એટલી હદે ક્ષત-વિક્ષત થઈ ગયા હતા કે ઓળખવા પણ મુશ્કેલ થતાં હતાં. સ્કૂટીના નંબર પરથી બંનેની ઓળખ કરવામાં આવી હતી. બંનેના મોબાઈલ પણ ટૂટી ગયા હતા. ત્યારપછી સ્કૂટી નંબરના આધારે તેમના એડ્રેસની માહિતી લઈને પોલીસ તેમના ઘરે પહોંચી હતી અને તેમના દીકરા પ્રકાશને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.