હાલના યુગમાં અત્યારે સૌથી મોટું જરૂરી સાધન બન્યું છે તે અત્યારે મોબાઈલ છે. તેના લઈને સારા પરિણામ પણ છે અને ખરાબ પણ છે. જ્યારે આજે મોબાઈલના કારણે એક ખરાબ પરિણામની ઘટના સામે આવી છે. પશ્ચિમ બંગાળમાં ફેસબુકને લઈને એક પતિ પત્ની વચ્ચે જોરદાર વિવાદ થયો હોવાનું સામે આવ્યું છે.
આ વિવાદમાં પતિ દ્વારા પત્નીની હત્યા કરી નાખવામાં આવી હતી. પતિને શંકા હતી કે તેની પત્ની ફેસબુક પર ચેટિંગ દ્વારા અન્ય પુરૂષો સાથે મિત્રતા કરે છે. આ શંકામાં તે ઉશ્કેરાઈ ગયો અને પત્નીને મોતને ઘાટ ઉતારી નાખી હતી. જ્યારે ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ત્યાર બાદ આ બાબતમાં પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જ્યારે પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં આવેલા આનંદનગર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં આ ઘટના થઈ હતી. ત્યાં રિંટૂ દાસ તેની પત્ની પલ્લવી દાસ સાથે રહેતા હતા. તેમણે તેની પત્નીને એટલા માટે મોતને ઘાટ ઉતારી નાખી છે કેમકે તે ફેસબુકમાં સતત ટાઈમ પસાર કરી હતી. પતિને તેના પર શંકા હતી કે, તેની પત્ની ફેસબુકમાં ચેટિંગ દ્વારા અન્ય પુરૂષો સાથે મિત્રતા કરી રહી છે.
ત્યાર બાદ પતિ પત્ની વચ્ચે ભારે વિવાદ પણ થયો હતો. આ વિવાદ એટલો વધ્યો કે પતિએ ન કરવાનું કરી નાખ્યું હતું. તેમણે પત્નીની હત્યા કરી નાખી હતી. ઘટનાના લીધે પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા મૃતદેહ કબજે કરીને પોસ્ટ મોર્ટમ માટે શ્રીરામપુર ગિરવાલ હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યો હતો.
તેની સાથે આરોપી રિંટૂ દાસના ભાઈ સિંટૂ દાસે પોલીસને કહ્યું છે કે, તેની ભાભીનો સ્વભાવ સારો હતો અને તે એકદમ સીધા હતા. પરંતુ તેનો ભાઈ હંમેશા તેમની પત્ની પર શંકા કરી રહ્યો હતો. શંકાના કારણે તે તેની પત્ની સાથે અવારનવાર મારપીટ પણ કરતો હતો. પતિ હરકતોથી કંટાળીને એક વખત તે તેના પિયરમાં પણ ચાલી ગઈ હતી. તેમ છતા તેનો ભાઈ હંમેશા તેની પર શંકા કરતો રહ્યો હતો.
આ બાબતમાં આરોપી રિંટૂ દાસની માતા મના દાસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેમની પુત્રવધુ પલ્લવી દાસને ફેસબુક ચેટિંગનો ભારે શોખ રહેલો હતો. જેના લીધે પતિ-પત્ની વચ્ચે અવારનવાર વિવાદ પણ થતો હતો અને મારપીટ પણ થતી હતી. ચંદનનગર કમિશ્નરેટ હેડક્વાર્ટરના અધિકારી પ્રવીણ પ્રકાશ દ્વારા કહેવામાં આવ્યું છે કે, પોલીસ દ્વારા હત્યાના મામલે આરોપી રિંટૂ દાસ વિરૂદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા હાલ આ ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.