ઘરેથી ખરીદી કરવા નીકળેલ બે સહેલીઓએ આપઘાત કરી લીધી છે. જેના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે. પ્રાપ્ત માહિતી મુજબ, હારીજના ભલાણા ગામ પાસેથી પસાર થઈ રહેલી નર્મદા કેનાલમાંથી બે સહેલીઓનો મૃતદેહ મળી આવ્યા હતા. અત્યારે સ્થાનિક પોલીસે બંને બહેનપણીઓનું મોતનું કારણ જાણવા માટે તપાસ શરુ કરી દીધી છે.
ઘરેથી ખરીદી કરવાના નીકળી પરત પરત ના ફરી
પ્રાપ્ત માહિતી મુજબ, શંખેશ્વર તાલિકાના સિપર ગામમાં રહેનાર જગદીશભાઈ અજમલભાઈ જાદવની ભત્રીજી સ્નેહલ જાદવ અને મુબારકપુરા ગામે રહેનાર તેની બહેનપણી જયશ્રીબેન ગગજીભાઈ સિંધવ ગયા મંગળવારે શંખેશ્વર ખાતે ખરીદી કરવા માટે ગઈ હતી. પરંતુ મોડી રાત સુધી પરત ન આવતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન બંનેની લાશ નર્મદા કેનાલમાંથી મળી આવી હતી.
બંને યુવતીઓના મોતના કારણે પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે. સમગ્ર ઘટના અંગે જગદીશભાઈના જણાવ્યા મુજબ, હારીજ પોલીસે CRPC 174 મુજબ નોંધણી કરી છે અને પીએસઆઈ એસ.બી. સોલંકી દ્વારા આ બાબતમાં તપાસ હાથ ધરાઈ છે. પોલીસે બંને સહેલીઓનું લાશને પીએમ અર્થે મોકલી મોતનું કારણ જાણવા આગળની તપાસ શરૂ કરી દીધી છે.
રાધનપુરના ઈન્દિરાનગરની હંસાબેન વરજંગજી ઠાકોરના લગ્ન સાંતલપુરના વાઘપુરા ગામના વિનોદજી ઠાકોર સાથે થયા હોવાની જાણકારી સામે આવી છે. શરૂઆતમાં સારી રીતે વર્તન કર્યા બાદ પતિ અવાર-નવાર મહિલાના ચારિત્ર્ય બાબતે શંકા કરતો હતો અને તેની સાથે મારઝૂડ પણ કરતો હતો. પરિણીતાના દિયર-દેરાણી સહિતના સાસરિયા પણ માનસિક ત્રાસ આપતા હોવાથી કંટાળીને પરિણિતાએ જીવન ટૂંકાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. મૃતક પરિણીતાના ભાઈએ સાસરિયા સામે માનસિક ત્રાસ આપીને પરિણીતાને મરવા માટે મજબૂર કરવાની ફરિયાદ દાખલ કરી છે.