જો તમારો પાર્ટનર કૉન્ડોમ યુઝ કરવાથી દૂર ભાગતો હોય અને તમે ગર્ભનિરોધક ગોળી ખાવા નથી માગતા તો પછી ફીમેલ કૉન્ડોમ બેસ્ટ ઓપ્શન છે.
જાણી લો તેના ફાયદા અને નુકસાન જ્યારે વાત મહિલાઓના કોન્ટ્રાસેપ્ટિવ યુઝની હોય ત્યારે મોટા ભાગની મહિલાઓ ફક્ત ગર્ભ નિરોધક ગોળીના ઉપયોગ અંગે જ જાણે છે પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે જેમ પુરુષો માટે તેમ મહિલાઓ માટે પણ ફીમેલ કૉન્ડોમ માર્કેટમાં મળે છે.
તેમજ મહિલાઓને શારીરિક સંબંધ બાંધવામાં મદદરુપ થાય છે. આ મહિલાઓ માટે એકમાત્ર ગર્ભ નિરોધક વિધિ છે જે તેમને વણ જોઈતી પ્રેગ્નેન્સીથી બચાવવા સાથે સાથે HIV એડ્સ જેવી STD બીમારીઓ સામે પણ સુરક્ષા આપે છે.
ભારતમાં પણ મળે છે ફીમેલ કૉન્ડોમ ફક્ત વિદેશોમાં નહીં પણ ભારતમાં પણ HLL લાઇફકેર લિમિટેડ નામની કંપની ‘વેલવેટ’ નામથી મહિલાઓ માટે કૉન્ડોમ લોન્ચ કર્યા છે. ફીમેલ કૉન્ડોમ પણ મેલ કૉન્ડોમની જેમ ફૂલ પ્રોટેક્શન આપે છે.
જો આ કૉન્ડોમનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે વણજોઈતા ગર્ભ સાથે સાથે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસિઝ એટલે કે STD સામે 95 ટકા જેટલી સુરક્ષા પ્રદાન કરે છે.
95 ટકા સુધી અસરકારક ફીમેલ કૉન્ડોમને ફેમિડોમ કહે છે. સોફ્ટ અને ખૂબ પાતળા પ્લાસ્ટિક પોલિયુરેથેનમાંથી આ કૉન્ડોમ બને છે. ઇન્ટરકોર્સ દરમિયાન સીમેનને ગર્ભાશય સુધી પહોંચતું અટકાવવા માટે તને વજાઇનામાં લગાડાય છે.
આ કૉન્ડોમની ઇનર રિંગને અંદરની તરફ અને આઉટર રિંગને બહારની તરફ રાખવામાં આવે છે. યુઝ કરવાની રીત જે રીતે ટેમ્પૂનને વજાઇનાની અંદર એન્ટર કરાય છે તે જ રીતે ફીમેલ કોન્ડોમને પણ પ્રાઇવેટ પાર્ટની અંદર ઇંસર્ટ કરવામાં આવે છે.
ફીમેલ કૉન્ડોમના ફાયદા યોગ્ય રીતે ઉપયોગ કરવાથી બંને પાર્ટનરને STD, STI અને HIV જેવા સંક્રમણથી બચાવે છે. વણજોઈતા ગર્ભથી બચવાનો કારગર ઉપાય કોઈ સાઇડ ઇફેક્ટ નહીં મેલ કૉન્ડોમની જેમ આને પણ ઇન્ટરકોર્સ પહેલા ગમે ત્યારે સેક્સ ક્રિડા દરમિયાન યુઝ કરી શકાય છે.
ફીમેલ કૉન્ડોમના નુકસાન કેટલાક કપલ્સ માને છે કે સેક્સ ક્રિડા વચ્ચે કૉન્ડોમ લગાવવા માટે સમય કાઢવાથી તેમની ઉત્તેજના ખરાબ થઈ જાય છે.
ફીમેલ કૉન્ડોમ આમ તો મજબૂત હોય છે પણ જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં ન આવે તો તે વજાઇનામાં ફાટી પણ પણ શકે છે જેનાથી ગર્ભ રહી જવાની શક્યતા છે. માર્કેટમાં તેની અવેબિલિટ ખૂબ ઓછી હોવાના કારણે તે ખૂબ મોંઘા આવે છે.