આ ગામડાઑ વિષેની નવીન વાત સાંભળી ને તમે પણ કહી ઊઠશો “ખરેખર કઈક અલગ વાત છે હો બાકી…”

મિત્રો, આપણા વિશ્વમાં ઘણા સુંદર ગામો અને શહેરો છે જે તેમની સુંદરતા અને વિચિત્ર કારણોસર સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ઘણા ગામો તેમની કલાને કારણે તો ઘણા તેમની સુંદરતાને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે. પરંતુ આજે અમે તમને એવા ગામો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તેમની સુંદરતા અને વિચિત્ર કારણોસર સમગ્ર વિશ્વમાં ખૂબ જ લોકપ્રિય છે. તો ચાલો જાણીએ આ ગામો વિશે, જેને જાણીને તમે પણ હેરાન રહી જશો.

ચીનનું તિઆંઝુ ગામ: ચીનમાં એક તિઆંઝુ નામનું ગામ છે, જે તેમની આવડતને કારણે સમગ્ર દુનિયામાં પ્રખ્યાત છે. આ ગામનો દરેક વ્યક્તિ કુંગ-ફુ આવડે છે. તેથી આ ગામને લોકો કુંગ-ફુ વિલેજ તરીકે પણ ઓળખે છે. આ ગામમાં દુનિયાભરના લોકો આવે છે અને કુંગ-ફુ શીખે છે.

હોક્સે ગામ નેપાળ: હોક્સે ગામ નેપાળમાં આવેલું છે જ્યાં એક કિડની વાળા લોકો રહે છે, તેથી આ ગામને એક કિડનીવાળા ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે. કહેવાય આવે છે કે આ લોકોને માનવ અંગોને ખરીદનાર લોકો પૈસાની લાલચ આપી હતી અને ગામના લોકોને કહી દીધુ કે કિડની પાછી ઉગી જશે. એટલા માટે અહીંના લોકો એક કિડનીની મદદથી પોતાનું જીવન પસાર કરી રહ્યા છે.

અરીસાનું ગામ: ઇટલી તેની સુંદરતાને કારણે સમગ્ર દુનિયામાં પ્રખ્યાત છે. આ ખીણની નીચે એક ગામ આવેલું છે, જેનું નામ વિગાનેલા છે. આ ગામ ચારે બાજુથી ખીણોથી ઘેરાયેલું છે. અહીં શિયાળાની ઋતુમાં 3 મહિના સુધી સૂર્યપ્રકાશ આવતો નથી.

એટલા માટે અહીંના વાસ્તુકારો અને એન્જિનિયરોએ મળીને એક અરીસાની શોધ કરી, જેના પ્રતિબિંબિત થઈને આખા ગામને સૂર્યપ્રકાશ મળી રહે છે. તેથી લોકો કહે છે કે આ ગામનો પોતાનો અલગ સૂર્ય છે.

સ્પેનનું વાદળી ગામ: સ્પેનમાં એક વાદળી રંગનું ગામ છે જેનું નામ જુજકાર છે. આ ગામના બધા લોકોના ઘરો વાદળી રંગના છે. કહેવાય છે કે ગામમાં વર્ષ 2011 માં 3 ડી ફિલ્મ માટે કેટલાક ઘરોને વાદળી રંગવામાં આવ્યા હતા. જે પછી ધીમે ધીમે લોકોએ તેમના ઘરોને વાદળી રંગ કરીને આખા ગામને વાદળી બનાવી દીધું.

ગિએથૂન ગામ નેધરલેન્ડ: નેધરલેન્ડનું આ ગામ તેની સુંદરતાને કારણે સમગ્ર દુનિયામાં પ્રખ્યાત છે. નેધરલેન્ડમાં આવેલ આ ગામની વિચિત્ર વાત એ છે કે આ ગામમાં આવવા જવા માટે એક પણ રસ્તો નથી. એટલા માટે અહીંના લોકો પાસે કોઈ ગાડીઓ નથી. કારણ કે આ ગામ પાણીની વચ્ચે આવેલું છે. એટલા માટે અહીંના લોકો હોડી-બોટનો સહારો લે છે. આ ગામની સુંદરતા જોવા માટે ઘણા પ્રવાસીઓ આવે છે.

Scroll to Top