FIFA World Cup Viral Video: કતારમાં ચાલી રહેલ ફિફા વર્લ્ડ કપ મેચ દરમિયાન લાઈવ મેચ દરમિયાન એક વ્યક્તિ મેદાનમાં ઘુસી ગયો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વ્યક્તિ મેદાનમાં પ્રવેશ્યો તે મેઘધનુષ ધ્વજ લઈને અને “ઈરાની મહિલા માટે આદર” શબ્દો સાથેનું ટી-શર્ટ પહેરેલ હતો. આ વ્યક્તિ લગભગ 30 સેકન્ડ સુધી મેદાનમાં રહ્યો, અંતે સુરક્ષાકર્મીએ તેને પકડી લીધો અને બહાર લઈ ગયો. સોશિયલ મીડિયા પર આ વીડિયો પર ચાહકો પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે. પોર્ટુગલના ખેલાડી રુબેન નેવેસે આ ઘટના પર પોતાનો અભિપ્રાય આપ્યો છે અને કહ્યું છે કે, ‘આ વર્લ્ડ કપની આસપાસ શું થયું છે તે અમે જાણીએ છીએ… તે થવું સામાન્ય છે.’
પોતાના વાતમાં આગળ ઉમેરતા ફૂટબોલરે કહ્યું, ‘અલબત્ત અમે બધા તેમની સાથે, ઈરાન સાથે, ઈરાની મહિલાઓ સાથે છીએ. તેથી હું આશા રાખું છું કે આવું આગળ નહીં બને, તે વ્યક્તિને કંઈ નહીં થાય, કારણ કે આપણે તેનો સંદેશ સમજીએ છીએ, અને મને લાગે છે કે આખું વિશ્વ પણ તેને સમજે છે. પ્રેસ એજન્સી એજીઆઈ દ્વારા વિરોધ કરનારની ઓળખ ઇટાલિયન મારિયો ફેરી તરીકે કરવામાં આવી છે.
An LGBTQ protestor ran onto the field with a rainbow flag at the Qatar World Cup. May they rest in peace 🫡 pic.twitter.com/0HPctHEmx7
— Archduke Point Franz (@DerFranzWagner) November 28, 2022
તમને જણાવી દઈએ કે તે ભૂતકાળમાં પણ આવો જ વિરોધ કરી ચુક્યો છે, જેમાં બ્રાઝિલમાં 2014 વર્લ્ડ કપનો પણ સમાવેશ થાય છે, જ્યાં તેણે ગરીબીમાં જીવતા બાળકોનો મુદ્દો ઉઠાવ્યો હતો. સમલૈંગિક અધિકારો અને મેઘધનુષ્ય ધ્વજનો ઉપયોગ કતારના વર્લ્ડ કપમાં સળગતો મુદ્દો બની ગયો છે, જ્યાં સમલૈંગિકતા ગેરકાયદેસર છે. ખરેખરમાં આ પ્રકારનો મેઘધનુષ ધ્વજ ગે ગૌરવની ઓળખ દર્શાવે છે. આ જ કારણ છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ સમલૈંગિકતા વિશે પોતાની વાત લોકોની સામે લાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે તે આ રીતે ધ્વજનો ઉપયોગ કરે છે.
ત્યાં જ ફિફા વર્લ્ડ કપમાં પોર્ટુગલે ઉરુગ્વેને હરાવીને અંતિમ 16માં પ્રવેશ કર્યો. ફિફા વર્લ્ડ કપની ફાઈનલ 18 ડિસેમ્બરે યોજાવાની છે.