વડોદરા: હાલના સમયમાં જંક ફૂડને કારણે અનેક લોકો ઓબેસિટીથી પિડાઇ રહ્યા છે, ત્યારે વડોદરાની મહિલા મેધા એન્જિનિયર અનેક મહિલાઓ માટે પ્રેરણારૂપ સાબિત થઇ રહી છે. બે વર્ષ પહેલા મેધા એન્જિનિયરનો વજન 110 કિલો વજન હતો. જેને ઘટાડીને આજે 55 કિલો વજન કરી દીધો છે. અને તાજેતરમાં જ દિલ્હી ખાતે મિસિઝ ઇન્ડિયા ક્વિન ઓફ સબસ્ટેન્સમાં મિસિઝ ઇન્ડિયા ક્વિન સબસ્ટેન્સમાં સેકન્ડ રનર અપનો ખિતાબ પણ મેળવ્યો હતો.
ભૂખ્યા રહ્યા વિના ફક્ત 2 જ વર્ષ માં ઉતાર્યુ 55 કિલો વજન
વડોદરાની મેધા એન્જિનિયરે જણાવ્યુ હતુ કે, મેં ભૂખી રહીને મારૂ વજન ઘટાડ્યુ નથી. હું દિવસમાં પાંચથી 6 વખત ખાઉ છુ. પરંતુ હું હેલ્દી ફૂડ ખાઉ છું. તળેલુ અવોઇડ કરૂ છુ. અને દિવસમાં 4થી પાંચ લિટર પાણી પીવુ છું.
વધુમાં મેધાએ જણાવ્યુ હતુ કે, હું મારા ડાયેટમાં કાર્બો હાઇડ્રેટ્સ, પ્રોટિન અને વેજીટેબલ લઉ છું. અને દિવસમાં દોઢ કલાક કસરત કરૂ છું. જેમાં કાર્ડિયો અને વેઇટ ટ્રેનિંગ કરૂ છું. મેધા હાલ વજન ઉતારવા માંગતા લોકો માટે ફિટનેશ કન્સલટન્સીનું કામ કરે છે.