પાટણ: કોર્પોરેટર અને ચીફ ઓફિસર વચ્ચે થયેલી મારામારીનો થયો વિડીયો વાયરલ

સરકારી કચેરીમાં ધરમધક્કા ખાઇ કંટાળી ગયેલા નાગરીક અધિકારીઓ અનેક વખત ગુસ્સામાં આવી જાય છે અને ક્યારેક સરકારી કર્મચારી મારામારી કરી હોય તેવી ઘટનાઓ સામે આવી જાય છે. આ રીત અનેક પ્રકારની ઘટનાઓ સોશિયલ મીડિયામાં આવતી હોય છે. જ્યારે આજે પાટણ નગરપાલિકામાં છૂટા હાથે મારામારીનો એક કિસ્સો સામે આવ્યો છે પરંતુ આ કિસ્સામાં કોઇ સામાન્ય વ્યક્તિ નહીં પરંતુ કોર્પોરેટર અને ચીફ ઓફિસર વચ્ચે મારામારી થયાનો કિસ્સો સામે આવ્યો છે. તેમ છતાં હવે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી ગયા છે.

જ્યારે પાટણ નગર પાલિકામાં પાલિકા સદસ્ય તેમજ ચીફ ઓફિસર વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી. ત્યાર બાદમાં ઉગ્ર બોલાચાલી હાથાપાઈ પહોંચી ગઈ હતી જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પાટણ પાલિકાના ચીફ ઓફિસર અને સદસ્ય વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ છુટા હાથે મારા મારીના દ્રશ્યો સામે આવતા આખો મામલો પાટણમાં ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે.

પાટણ નગર પાલિકામાં રજૂઆત માટે આવ્યા સભ્ય અને પાલિકા ચીફ ઓફિસર વચ્ચે કોઇ કામને લઇને ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન પાલિકા ચીફ ઓફિસરે સદસ્યને ધક્કો મારતા સભ્ય ગુસ્સે થઈ ખુરશી લઇ મારવાનો પ્રયત્ન કર્યો હતો. જેની સામે ચીફ ઓફિસર પણ સભ્યને લાફો મારવાનો પ્રત્યન કરતા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે.

Scroll to Top