પોષક તત્વોનો ભંડાર છે અંજીર, દૂધમાં ઉમેરીને પીવાથી થશે અધધધ ફાયદા

વર્તમાન જીવનશૈલી અને ખાણી-પીણીની આદતોના કારણે લોકો અનેક રોગોનો સામનો કરી રહ્યા છે. આજના ફાસ્ટ ફૂડમાં પોષક તત્વોની અછતને કારણે શરીરને અનેક ગેરફાયદાનો સામનો કરવો પડી રહ્યો છે. તમને જણાવી દઈએ કે અંજીર એક એવું ડ્રાય ફ્રુટ છે જે તમારા શરીરમાં પોષક તત્વોની કમી પૂરી કરે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, સૂકા અંજીરને દૂધમાં ભેળવીને પીવાથી તેના ગુણોમાં વધુ વધારો થાય છે. શરીરની સ્થૂળતા વધવાથી લઈને તણાવ સુધીની અનેક સમસ્યાઓમાં ફાયદો થાય છે. ચાલો જાણીએ કે અંજીર સ્વાસ્થ્ય પર કેવી અસર કરે છે.

પોષક તત્વોનું પાવરહાઉસ

અંજીરમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ જેવા ફાયદાકારક મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. આ સાથે અંજીરને ફાઈબર, પ્રોટીન, એન્ટી-ઓક્સીડેન્ટ્સ, વિટામિન્સ (A અને B કોમ્પ્લેક્સ)નો સારો સ્ત્રોત માનવામાં આવે છે. અંજીરમાં સલ્ફર, ક્લોરિન અને વિટામીન ભરપૂર માત્રામાં જોવા મળે છે. જેના કારણે શરીરમાં એનર્જી રહે છે. તેમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ્સ શરીરના કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે. તેમાં હાજર પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાનું કામ કરે છે.

આ રોગોમાં ફાયદો આપે છે

અંજીરમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. કેલ્શિયમ એ હાડકાં અને દાંત માટે આવશ્યક તત્વ છે. જે લોકોને આયર્નની ઉણપ હોય તેમણે સૂકા અંજીરનું સેવન કરવું જોઈએ. તેનાથી તમારા હાડકાં મજબૂત થાય છે અને દાંત સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થાય છે. શરીરમાં એનિમિયા જેવા રોગોમાં પણ અંજીર કામ કરે છે. એનીમિયા જેવી અનેક ગંભીર બીમારીઓ તેના સેવનથી દૂર રહે છે. તેમાં હાજર પોટેશિયમ અને મેગ્નેશિયમ હૃદયની બીમારીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે. જો કોઈને અપચો અને પાચન સંબંધી કોઈ સમસ્યા હોય તો અંજીર તમારા માટે રામબાણ છે.

Scroll to Top