કિરણ રાવ ફિલ્મ ઉદ્યોગના નિર્માતા, સ્ક્રીન લેખક અને દિગ્દર્શક છે. કિરણે આમિર ખાન સાથે 2005 માં લગ્ન કર્યા હતા. બહુ ઓછા લોકો જાણતા હશે કે કિરણ એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરીની કઝીન પણ છે. તેલંગાણામાં જન્મેલી કિરણે ફિલ્મ ‘લગાન’ માં સહાયક નિર્દેશક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી.
આ એ જ ફિલ્મ હતી કે જેનાથી આમિરની અંગત અને વ્યવસાયિક જિંદગી બંને બદલાઈ ગઈ.આ ફિલ્મની શૂટીંગ દરમ્યાન આમિર અને કિરણની પહેલી થઈ હતી. ચાલો આપણે જાણીએ કે આમિરે કેવી રીતે તેની પહેલી પત્ની રીનાને છોડીને કિરણનો હાથ થામ્યો.
આમિર પરિણીત હતો પણ કિરણ પર તેનું દિલ આવી ગયું હતું. આ ફિલ્મમાં કિરણ શામિન દેસાઇની સહાયક હતી. કિરણે પણ આમિરને પસંદ કરવા લાગી હતી. 2002 માં, આમિરે તેની પહેલી પત્ની રીના દત્તા સાથે છૂટાછેડા લીધા હતા. ફિલ્મના સેટ પર આમિરે કિરણ પાસે તેની કાનની એરિંગ્સ માંગી હતી. અને ત્યારથી જ આ બંનેની લવસ્ટોરી શરૂ થઈ હતી.
વર્ષ 2005 માં આમિરે રીના સાથે લગ્ન કરી લીધા હતા. લગાન ફિલ્મમાં કિરણને 10,000 રૂપિયાના પગાર પર રાખવામાં આવી હતી. તેણે 11 બ્રિટિશ, 11 ભારતીય અને 1500 ગામ લોકોને સંભાળવના હતા. લગાન સિવાય કિરણ એ’ડેલી બેલી’, ‘ધોબી ઘાટ’, અને ‘પીપલી લાઈવ’ જેવી ફિલ્મ્સને પણ ડાયયરેક્શન કર્યું છે.
કિરણ એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ છે અને તે તેની વાત ખુલાશી ને કહે છે. આમિરની પહેલી પત્ની વિશે બોલતા કિરણ કહે છે કે તે ફિલ્મના સેટ પર આવે છે. અને તે પોતાનો અભિપ્રાય આપે છે અને અમે તેના શબ્દોને સમજીએ છીએ અને ફિલ્મમાં કેટલાક ફેરફારો પણ કરીએ છીએ. કિરણ અને રીના સારા મિત્રો તરીકે જાણીતા છે.
કિરણને આમિરનો સેન્સ ઑફ હ્યુમર ખૂબ પસંદ છે. કિરણે એક મુલાકાતમાં કહ્યું હતું કે આમિરનો સેન્સ ઑફ હ્યુમર જોરદાર છે. ઉપરાંત, તેઓને દરેક ક્ષેત્ર વિશે ખૂબ સારી જાણકારી છે. આ સિવાય વસ્તુઓ અંગે આમિરનો દૃષ્ટિકોણ હંમેશા હકારાત્મક રહે છે.