ફિલ્મો ના સ્ટાર કરતા પણ વધુ કમાય છે ટીવી ના આ સ્ટાર, જાણો ટીવી ની સુંદર અભિનેત્રી હિના ખાન કેટલા કમાય છે….

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો આજકાલ ટીવી સિરિયલની લોકપ્રિયતા દિવસેને દિવસે ખુબજ વધી રહી છે કારણ કે અત્યારે ભારતમાં ટીવી સિરિયલ જોનારા લોકોની સંખ્યા કરોડોમાં છે અને તેથી  ટીવી સ્ટાર્સને પણ બોલિવૂડ સ્ટાર્સથી ઓછા માનવમા આવતા નથી અને દરેક ટીવી સ્ટાર્સે તેમના ચાહકોના ઘરમાં એક અલગ છાપ છોડી દીધી છે મિત્રો  કેટલાક એવા પણ કેટલાક ટીવી સ્ટાર્સ છે જેમની લોકપ્રિયતા આજના બોલીવુડના જાણીતા સ્ટાર્સ કરતા પણ વધારે છે અને ઘણા લોકો તેમને ખુબજ પસંદ કરે છે જે તે કોઈ બોલિવૂડ સ્ટારને પણ પસંદ નથી કરતા.

મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે કે ટીવી પર કામ કરતા દરેક કલાકારો પણ સારી એવી ફી લે છે અને તેમની આ ફી કોઈ બોલિવૂડ સ્ટારથી ઓછી નથી હોતી મિત્રો  આજના આ લેખમાં અમે તમને ટીવી ઇન્ડસ્ટ્રીના કેટલાક એવા અભિનેતાઓનો પરિચય આપીશું જેમની ફી બોલિવૂડના કલાકારો કરતા વધારે છે તો મિત્રો આવો જાણીએ તે ટીવી ઈન્ડસ્ટ્રીઝના અભિનેતાઓ વિશે જેમની ફિ બોલિવુડના અભિનેતાઓ કરતા પણ વધારે છે.

શ્રદ્ધા આર્ય

મિત્રો જો આપણે શ્રદ્ધા આર્યની વાત કરીએ તો શ્રદ્ધા આર્ય ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી છે જે ઘણી હિન્દી ટીવી સિરિયલોમાં પણ જોવા મળી છે જેમાંથી મે લક્ષ્મી તેરે આંગણ કી, તુમ્હારી પાખી, અને ડ્રીમ ગર્લ પ્રમુખ સિરિયલો છે મિત્રો શ્રદ્ધા ટીવી સિરિયલો ઉપરાંત તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને હિન્દી ફિલ્મોમાં પણ જોવા મળી છે અને શ્રદ્ધા આર્યની હિન્દીની તેમની મુખ્ય ફિલ્મો ની વાત કરીએ તો નિશબ્દ અને પાઠશાળા મુખ્ય છે મિત્રો શ્રદ્ધા આર્ય પોતાના સિરિયલના એક એપિસોડ માટે લગભગ 80 હજાર રુપિયા ચાર્જ કરે છે.

દ્રષ્ટિ ધામી

મિત્રો દ્રષ્ટિ ધામી ભારતીય ટેલિવિઝન અભિનેત્રી, ડાન્સર અને ટીવી પ્રસ્તુતકર્તા છે અને તે સિવાય તે રિયાલિટી બેસ્ટ ડાન્સ શો ઝલક દિખલા જાની વિજેતા સ્પર્ધક પણ રહી ચૂકી છે તેણ ટીવી કેરિયરની શરૂઆત સ્ટારવનના શો ગીત હુઈ સબસે પરાઈથી કરી હતી અને આ શોમાં તેના વિરોધી ગુરમીત ચૌધરી નજર આવ્યા હતા અને તે સિવાય દ્રષ્ટિ મધુબાલા શોમાં પણ જોવા મળી હતી જેને પ્રેક્ષકોએ ખૂબ પસંદ કર્યું હતું આ શોમાં તેની વિરોધી વિવિયન ડિસેના જોવા મળ્યા હતા અને તે હાલમાં જીટીવીના શો એક થા રાજા એક થી રાનીમાં સિદ્ધાર્થ કર્ણિકની સાથે જોવા મળી રહી છે મિત્રો દ્રષ્ટિ ધામી પોતાના એક ઍપિસોડ માટે આશરે 1લાખ રૂપિયાની ફિ વસુલ કરે છે.

કરણ પટેલ

મિત્રો કરણ પટેલ ભારતીય ટેલિવિઝન અભિનેતા છે તેમજ કરણ પટેલે 2000 માં સોની ટીવી શો કહાની ઘર ઘર કી થી પોતાના અભિનયની કારકિર્દીની શરૂઆત કરી હતી અને હાલમાં તે એકતા કપૂરના ટીવી શો યે હૈ મોહબ્બતેન માં મુખ્ય પાત્ર રમણ ભલ્લા નુ પાત્ર ભજવી રહ્યો છે મિત્રો તેની પત્નીનું નામ અંકિતા ભાર્ગવ છે તેમજ કરણ પટેલ મુળ ગુજરાતી છે અને તેનો જન્મ કોલકાતામાં થયો હતો મિત્રો કરણે કાવ્યાંજિલ, કસોટી જિંદગી કિ અને કસમ સે જેવી ઘણી બધી ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે મિત્રો તમને જણાવી દઈએ કે કરણ પટેલ પોતાના એક એપિસોડના શૂટિંગ માટે આશરે 1લાખ રુપિયા વસુલે છે.

દિવ્યાંકા ત્રિપાઠી

મિત્રો દિવ્યાંકા ત્રિપાઠી દહિયા એક ભારતીય અભિનેત્રી છે જે ટેલિવિઝન ઉદ્યોગમાં કામ કરે છે મિત્રો તે ટેલિવિઝન ઉદ્યોગની સૌથી જાણીતી અને લોકપ્રિય વ્યક્તિઓમાંની એક છે ઝી ટીવીની સિરિયલ બનુ મે તેરી દુલ્હન માં ડ્યુઅલ ભૂમિકા નિભાવવા બદલ તેને ભારતીય ટેલિવિઝન એકેડેમી દ્વારા બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો પાછળથી તેણીને ઈન્ડિયન ટેલી એવોર્ડ માંથી યે હૈ મોહબ્બતે માં ઇશિતા રમણ ભલ્લા માટે બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ મળ્યો હતો અને જો મિત્રો આપણે દિવ્યાંકાના એક એપિસોડની ફિ ની વાત કરીએ તો દિવ્યાંકા પોતાના એક એપિસોડ માટે લગભગ 1.25 થી 1.50 લાખ સુધી ફિ લે છે.

હીના ખાન

મિત્રો હિના ખાન 2009 માં સ્ટાર પ્લસ શો યે રિશ્તા ક્યા કહલાતા હૈ માં અક્ષરા સિંઘાનિયા તરીકે દેખાઈ હતી અને દર્શકોએ તેને ખૂબ પસંદ કરી હતી અને તે સિવાય હિના ખાન એક ભારતીય ટેલિવિઝન કલાકાર અને મોડેલ છે તેમજ હિના ખાનને યે રિશ્તા ક્યા કહલાતા હૈ ટીવી સિરિયલે તેને અક્ષરા નામથી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી અને તે સિવાય હિના ખાન 2018 ની કસોટી જિંદગી કી ટીવી સિરિયલમાં તે ફરીથી કોમોલિકાના અવતારમાં જોવા મળી હતી મિત્રો જો હિના ખાનની ફી ની વાત કરીએ તો હીના ખાન પોતાના પ્રત્યેક એપિસોડના શૂટિંગ માટે 1.5 લાખ રુપિયા ફિ તરિકે લે છે.

રોનિત રોય

મિત્રો રોનીત રોય એક ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન અભિનેતા છે જે તેમના પાત્રો ડી પાઠક, ઋષભ બજાજ, મિહિર વિરાણી, અપારાજીથ દેબ માટે જાણીતા છે અને તે હાલમાં તે સોની ટીવી પરની હિન્દી સીરીયલ અદાલતમાં કે ડી પાઠક તરિકે પાત્ર ભજવી રહ્યા છે મ છે મિત્રો રોનિત રોય ટીવીમા અભિનય કરવાની સાથે તેમનો પોતાનો સિક્યોરિટી બિઝનેસ પણ છે જે બોલીવુડ સ્ટાર્સ અને પ્રોડક્શન હાઉસને સુરક્ષા સેવાઓ પ્રદાન કરે છે મિત્રો જો રોનિત રોયની ફી ની વાત કરીએ તો રોનિત રોય પોતાના દરેક એપિસોડ માટે લગભગ 2 લાખ રુપિયા ફી લે છે.

સુનિલ ગ્રોવર

મિત્રો કોમેડી નાઇટ્સ વિથ કપિલ અને ધ કપિલ શર્મા શોમાં તેની સુંદર રજૂઆતો કરતાં અભિનેતાની ઘણી ફેન ફોલોઇંગ છે તેમજ મિત્રો એવું કહેવામાં આવે છે કે સુનીલ ગ્રોવર દરેક 10 એપિસોડ માટે 12 લાખ રૂપિયા ફિ લે છે મિત્રો જણાવી દઈએ કે સુનીલ ગ્રોવરનો જન્મ 3 ઓગસ્ટ 1977 માં હરિયાણાના સિરસામાં થયો હતો.

ભારતી સિંહ

મિત્રો ભારતી સિંહ ભારતીય સ્ટેજની હાસ્ય કલાકાર, અભિનેત્રી, ટેલિવિઝન વ્યક્તિત્વ, ભારતના પંજાબ, અમૃતસરના ટેલિવિઝનની હોસ્ટ છે અને તેણે અસંખ્ય કોમેડી શો પણ કર્યા છે અને ઘણા એવોર્ડ શો પણ હોસ્ટ કર્યા છે મિત્રો તેમણે રિયાલિટી શોમાં ઝલક દિખલા જા, નચ બલિયે 8 અને ડર ફેક્ટર: ખતરો કે ખિલાડીમાં પણ ભાગ લીધો હતો મિત્રો આજે દરેક ભારતી સિંહને જાણે છે અને દરેક જણ તેની કોમેડીના ચાહક છે પરંતુ શું તમે જાણો છો કે ભારતી સિંહ કેટલી કમાણી કરે છે તો મિત્રો તમને જણાવી દઈએ કે ભારતી સિંહ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર ભારતી સિંહ એક એપિસોડ માટે 1.50 લાખ રૂપિયા લે છે.

કૃષ્ણા અભિષેક

મિત્રો અભિષેક શર્મા ઉર્ફે કૃષ્ણા અભિષેક એ ભારતીય ફિલ્મ અભિનેતા ઉપરાંત હાસ્ય કલાકાર છે જે મુખ્યત્વે ટીવી જગત અને બોલિવૂડમાં સક્રિય છે મિત્રો કૃષ્ણાએ તેની કારકિર્દીમાં અત્યાર સુધીમાં ઘણા ટીવી કોમિક શો અને ફિલ્મોમાં કામ કર્યું છે અને કૃષ્ણાએ વર્ષ 2002 માં ફિલ્મ યે કૈસી મોહબ્બત હૈ થી તેની ફિલ્મ કારકીર્દિની શરૂઆત કરી હતી ત્યારબાદ 2005 માં ફિલ્મ હમ તુમ અને મદાર ફિલ્મમા પણ કામ કર્યુ છે મિત્રો અગણિત ફિલ્મોમાં અભિનય ઉપરાંત કૃષ્ણા ટીવી શો કોમેડી સર્કસ, કોમેડી સર્કસ 2,કોમેડી સર્કસ 3 વગેરે સહિતના ઘણા ટીવી શોમાં દેખાયા છે મિત્રો જો આપણે કૃષ્ણાની ફિ ની વાત કરીએ તો કૃષ્ણા તેના દરેક એપિસોડ માટે લગભગ 15 થી 18લાખ રુપિયા ફિ તરિકે લે છે.

કપિલ શર્મા

મિત્રો કપિલ શર્મા ભારતીય હાસ્ય કલાકાર, અભિનેતા, ટીવી એન્કર અને ગાયક છે તેમજ કપિલે ફોર્બ્સ ઈન્ડિયા સેલિબ્રેટી લિસ્ટમાં પ્રથમ 100 માં સ્થાન મેળવ્યું છે મિત્રો મનોરંજન કેટેગરીમાં તેમને વર્ષ 2013મા ના સીએનએન આઈબીએન ઇન્ડિયન ઓફ ધી યેર તરીકે ઘોષિત પણ કરવામાં આવ્યા છે અને તેઓ હાલમાં સોની ચેનલ પર પ્રસારિત થનારા ધ કપિલ શર્મા શો ને હોસ્ટ કરી રહ્યા છે મિત્રો જો આપણે કપિલના એક એપિસોડની ફિ ની વાત કરીએ તો કપિલ તેના પ્રત્યેક એપિસોડ માટે લગભગ 25 થી 30 લાખ રુપિયા ફિ તરિકે વસુલ કરે છે.

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here