આજની પ્રેસ કોન્ફરન્સમાં અર્થવ્યવસ્થાને પાટે લાવવા માટે નાણાંમંત્રીએ કરી આ મોટી જાહેરાત – જાણો વિગતે

દેશની કથળતી જતી અર્થ વ્યવસ્થાને પુન:પાટા પર લાવવા માટે કેન્દ્રીય નાણાંમંત્રીએ દિલ્હીના નેશનલ મીડિયા સેન્ટર ખાતે પત્રકાર પરિષદ સંબોધતા અનેક મોટી જાહેરાત કરી છે. આ પત્રકાર પરિષદ એવા સમયે થઈ રહી છે, જ્યારે વિપક્ષ આર્થિક મંદીનો મુદ્દો ઉઠાવીને સતત સરકારની નીતિઓની આલોચના કરી રહ્યું છે. પત્રકાર પરિષદને સંબોધતા નાણાંમંત્રીએ જણાવ્યું કે, દેશમાં મોંઘવારી કાબૂમાં છે.

જણાવી દઈએ કે, ખાણી-પીણીની ચીજ વસ્તુઓની કિંમતોમાં વધારાથી ઓગસ્ટમાં છૂટક મોંઘવારી દર 3.15 ટકાથી વધીને 3.21 ટકા પર પહોંચી ગયો છે. RBI નું લક્ષ્ય મોંઘવારી 4 ટકા સુધી જાળવી રાખવાનું છે. નાના ડિફોલ્ટમાં હવે ગુનાહિત કેસ નહી ચાલે. જ્યારે 25 લાખ રુપિયા સુધી ટેક્સ ડિફોલ્ટર્સ પર કાર્યવાહી કરવા માટે સીનિયર અધિકારીઓની મંજૂરી જરૂરી રહેશે.એપ્રિલ-જૂનમાં ઈન્ડસ્ટ્રીના રિવાઈવલના સંકેત મળ્યા છે.

આ સિવાય ક્રેડિટ ગેરંડી સ્કીમમો ફાયદો NBFC ને મળ્યો છે. બેંકોના ક્રેડિટ આઉટફ્લો વધ્યો છે. આ સાથે જ ક્રેડિટ આઉટફ્લોની જાણકારી માટે 19 સપ્ટેમ્બરના રોજ PSU બેંકોના પ્રમુખ સાથે બેઠક કરવામાં આવશે.આ પત્રકાર પરિષદમાં નિકાસને વેગ આપવા પર જોર મૂકવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, ફૂગાવો કાબુમાં છે, જે ઈન્ડસ્ટ્રિયર પ્રોડક્શનની સ્થિતિમાં સ્પષ્ટ દેખાય છે.

નિર્મલા સીતારમણે જણાવ્યું કે, 45 લાખ રૂપિયા સુધીના મકાન ખરાદવા પર ટેક્સમાં છૂટ આપવાના નિર્ણયનો ફાયદો રિયલ એસ્ટેટ સેક્ટરને મળી રહ્યો છે.એફોર્ડેબલ, મીડિયમ ઈનકમ હાઉસિંગ માટે સરકારે 10 હજાર કરોડ રુપિયાના ફંડની જાહેરાત કરી છે.

એફોર્ડેબલ હાઉસિંગ પર એક્સટર્નલ કોમર્શિયલ બોરોઈંગ એટલ કે ECB ગાઈડલાન્સ સરળ કરવામાં આવશે. જણાવી દઈએ કે, ECB વિન્ડો અંતર્ગત ભારતની કંપનીઓ અલગ-અલગ ઈન્સ્ટ્રુમેન્ટલ મારફતે કેટલીક ખાસ સ્થિતિઓમાં વિદેશોથી ઋણ મેળવવા યોગ્ય છે. આ માટે ફૉરેક્સ લોન નિયમને સરળ બનાવવામાં આવ્યા છે.

નાણામંત્રીએ મંદીમાંથી પસાર થઈ રહેલી ઈકોનોમીને બુસ્ટ કરવા માટે હાઉસિંગ અને એક્સપોર્ટ માટે મોટી જાહેરાત કરી છે. એક્સપોર્ટને વેગ આપવા માટે ડ્યૂટીમાં કાપ મૂકવાની જાહેરાત કરી છે.નાણાંમંત્રીએ જણાવ્યું કે, આજે અમારુ ફોક્સ નિકાસને વધારવા પર છે. જૂનો ROSL ડિસેમ્બર સુધી ચાલુ રહેશે.

ઈ એસેસમેન્ટ સ્કીલ દશેરાથી શરૂ થઈ જશે, જેની જાહેરાત કરવામાં આવશે. આ ઉપરાંત એસેસમેન્ટ માં કોઈ વ્યક્તિ હસ્તક્ષેપ નહી કરે. આ ફાળવણી સંપૂર્ણ ઓટોમેટિક હશે. GST કાઉન્સિલની બેઠક પર સૌની નજર. આ વચ્ચે 20 સપ્ટેમ્બરે GST કાઉન્સિલની બેઠક યોજાવાની છે. જેમાં કારથી લઈને બિસ્કિટ જેવા ઉત્પાદનો પર GST કાપની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ સાથે જ કાઉન્સિલ મૂડીની સ્થિતિને પણ ધ્યાનમાં રાખશે, કારણ કે GST દરોમાં કામની સીધી અસર રાજ્યોની આવક પર થશે. જણાવી દઈએ કે, ચાલુ નાણાંકીય વર્ષની પ્રથમ ત્રિમાસિકમાં GSP ગ્રોથ રેટ ઘટીને 5 ટકા પર આવી ગયો છે. અગાઇ થયેલી મોટી જાહેરાતો.જણાવી દઈએ કે, પ્રથમ ક્વાર્ટરમાં દેશમાં ઈકોનોમિક ગ્રોથ ઘટીને 6 વર્ષના સૌથી નીચા સ્તરે 5 ટકા પર પહોંચ્યો છે. આ માટે સરકારે ઈકોનોમીને પાટા પર લાવવા માટે અનેક મોટા પગલા ભર્યા છે.

જેમાં GST રિફંડ,બેંકોને 70 હજાર રૂપિયાની આર્થિક સહાયતા, ઓટો ઈન્ડસ્ટ્રીઝને રાહત પેકેજ સહિત અનેક મોટા પગલા ભરવામાં આવ્યા છે. શેર બજારની સ્થિતિ મજબૂત કરવા માટે નાણાં મંત્રીએ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (FPI) અને ઘરેલુ રોકાણકારો પર વધી રહેલા સરચાર્જને પરત ખેંચવાની જાહેરાત કરી હતી. સીતારમણે જણાવ્યું કે 45 લાખ રૂપિયા સુધીના મકાન ખરીદવા પર ટેક્સમાં છૂટના નિર્ણયનો ફાયદો રિયલ એસ્ટેટ સેક્ટરને મળશે. અફોર્ડેબલ હાઉંસિંગને વેગ આપવા માટે 1.5 લાખ રૂપિયાની વધારાની છૂટ મળશે.

45 લાખ સુધીના મકાન ખરીદવા પર છૂટ મળશે. 45 લાખ સુધીના ઘર ખરીદવા પર ટેક્સમાં મળશે 1.5 લાખની વધારાની છૂટ. આર્થિક મંદીને લઈ વિપક્ષ સતત મોદી સરકાર પર સવાલો ઉઠાવી રહ્યું છે. તેની વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે પત્રકાર પરિષદને સંબોંધતી વખતે કહ્યું કે અમારું ફોકસ હોમ બાયર્સ, એક્સપોર્ટ અને ટેક્સ રિફોર્મ પર છે. સીતારમણે કહ્યું દેશમાં મોંઘવારી કાબુમાં છે, હાલમાં આ દર 4 ટકાનો છે.

નાણામંત્રીએ કહ્યું કે નાના ડિફોલ્ટમાં હવે અપરાધિક કેસ ચાલશે નહીં. 25 લાખ રૂપિયા સુધીના ટેક્સ ડિફોલ્ટર્સ પર કાર્યવાહી માટે સિનિયર અધિકારીઓની મંજૂરી જરૂરી છે. સીતારમણે જણાવ્યું કે 45 લાખ રૂપિયા સુધીના મકાન ખરીદવા પર ટેક્સમાં છૂટના નિર્ણયનો ફાયદો રિયલ એસ્ટેટ સેક્ટરને મળશે.

અફોર્ડેબલ હાઉંસિંગને વેગ આપવા માટે 1.5 લાખ રૂપિયાની વધારાની છૂટ મળશે. 45 લાખ સુધીના મકાન ખરીદવા પર છૂટ મળશે જે માર્ચ 2020 સુધી લાગુ રહેશે. દશેરાથી ઇનકમ ટેક્સમાં ઈ-એસેસમેન્ટ સ્કિમ શરૂ કરવામાં આવશે. એસેસમેન્ટમાં કોઈ પણ વ્યક્તિની દખલ નહીં રહે. આ સંપૂર્ણપણે ઑટોમેટિક હશે.

એક્સપોર્ટ માટે નવી સ્કીમ લોન્ચ કરવામાં આવી છે.1 જાન્યુઆરી 2020થી મર્ચન્ડાઈઝ એક્સપોર્ટ ફોર્મ ઇન્ડિયન સ્કીમ એટલે કે એમઈઆઈએસની જગ્યાએ નવી સ્કીમ આરઓડીટીઈપીને લોન્ચ કરવામાં આવી છે. આ નવી સ્કીમથી સરકાર પર 50 હજાર કરોડ રૂપિયાનો ભાર વધશે. એક્સપોર્ટમાં ઇ રિફંડ જલ્દી જ લાગુ થશે.

નાણામંત્રીએ કહ્યું કે દેશમાં એક્સપોર્ટને વેગ મળે તે માટે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયામાંથી 37થી 62 હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે. એક્સપોર્ટને પ્રોત્સાહન આપવા માટે માર્ચમાં ચાર મેગા ફેસ્ટિવલનું આયોજન કરાશે. દેશની તમામ પોર્ટ પર મેન્યુઅલ ક્લિયરેન્સ ડિસેમ્બર 2019 થી ખતમ થઈ જશે. સીતરમણ અનુસાર બૅન્કોનો ક્રેડિટ આઉટફ્લો વધ્યો છે. ક્રેડિટ ગેરંટી સ્કિમનો લાભ 7 NBFCsને મળ્યો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top