વડોદરા એટલે મગર નું મોસાળ કહેવાય મિત્રો એ કેહવત તો તમે સાંભળી જ હશે ને તો આજે એ જ મોસાળ માં એટલે વડોદરા વાશી ઓ મુસીબત માં સપડાયા છે.
તમે જાણો છો તેમ વડોદરા માં મુશળ ધાર વરસાદ ના લીધે લોકો અત્યારે બે બાબકડા બન્યા છે લોકો ના ઘરમાં પાણી ફરી વળ્યાં છે.ત્યારે આવી કપરી પરિસ્થિતિ માં વધુ એક જોખમ સામે આવ્યું છે.
વડોદરાવાશી હંમેશા તે જોખમ થી દૂર રહેવા માંગતા હતા પ્રાર્થના કરતા હતા પરંતુ હવે તે જોખમ નો સામનો વડોદરાવાશીઓ એ કરવોજ પડશે.
પૂરની સ્થિતિ વચ્ચે વડોદરાવાસીઓ પર વધુ એક જોખમ, પાણીની સાથે મગરો પણ ઘૂસ્યા 31 જૂલાઈના રોજ વડોદરા શહેરમાં 8 કલાકમાં જ 20 ઈંચ વરસાદ ખાબકતા છેલ્લા 18 કલાકથી શહેર જળબંબાકાર છે.
જેને પગલે શહેરની વચ્ચેથી પસાર થતી વિશ્વામિત્રીએ ભયજનક સપાટી વટાવી હતી. જેના કારણે વિશ્વામિત્રી નદીમાં રહેતા 300 મગર હવે ઘર અને બજારોમાં ઘુસે એવી શક્યતાઓ છે.
આ અગાઉ વડોદરામાં પૂર આવ્યું ત્યારે શહેરની વિવિધ સોસાયટી, બજારો અને ઘરમાં મગરો ઘુસી ગયા હતા અને લોકો પર હુમલા કર્યાના બનાવો બન્યા હતા. ત્યાર બાદ તંત્રએ મગરોને રેસ્ક્યુ કરીને ફરી નદીમાં છોડી દીધા હતા.
હાલ પણ વડોદરાવાસીઓને પાણીની સાથે સાથે મગરનો પણ ડર સતાવી રહ્યો છે. જેથી ઘરમાં પાણીની સાથે મગર ન ઘુસે તેની પણ સાવચેતી રાખી રહ્યા છે.
ખાસ કરીને વિશ્વામિત્રી નદી કાંઠે આવેલા વિસ્તારોના લોકોને મગરનો ભય વધુ સતાવી રહ્યો છે. લોકો માની રહ્યા છે કે પાણી ભરાવાને પગલે મગરો ગમે ત્યારે ઘરમાં ઘુસી શકે છે.
આજે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. પૂરની અસર બાદ શાકભાજી દૂધ અને પીવાના પાણીની અછત વર્તાઈ રહી છે. શાકભાજી અને દૂધના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
અત્યાર સુધી ની ખબર મુજબ અમુક લોકો ના ઘર માં અને સોસાયટી વિસ્તાર માં મગર જોવા પણ મળ્યા છે એવા ગણા ફોટા અને વિડીયો પણ સોશિયલ મીડિયા માં ફરતા થયા છે
લોકો અત્યારે ગણા મુસીબત માં છે આ દયનિય પરિસ્થિતિ માં કોઈ વધુ જાણ હાનિ ના થાય એ માટે તંત્ર ખડે પગે હાજર છે સ્થાનિક લોકો પણ હિંમત ઝૂંટવી આ આફત નો સામનો કરી રહ્યા છે.