જાણો આ સપ્તાહ નું સંપૂર્ણ રાશિફળ, લવ લાઈફ થી લઈને ધન લાભ સુધી ની તમામ માહિતી – જાણો વિગતે

અઠવાડિયાની શરુઆતમાં કેટલાક ગ્રહોમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. આ ફેરફારની અસર તમારી લવ લાઈફ, વૈવાહિક જીવન, ભૌતિક સુખો પર જોવા મળશે. કેટલાક લોકોના સંબંધોમાં ઊતાર-ચઢાવ જોવા મળશે.

જાણો, ભાદરવા મહિનાના પ્રથમ અઠવાડિયા દરમિયાન તમારી રાશિ પર ગ્રહોની કેવી અસર પડવાની છે. આ અઠવાડિયાના દરમિયાન આ રાશિઓને ફાયદો જ ફાયદો થવાનો છે. જાણો, તમારી રાશિ શું કહે છે. ઉત્સાહમાં આવીને એવું કોઈ પગલું ન ભરતાં જેનાથી તમારા સંબંધ ખરાબ થાય, કારણ કે પ્રેમ સંબંધ દોરા કરતા પણ નાજુક હોય છે અને પહાડ કરતાં વધારે મજબૂત.

તમારી લવ લાઈફ માટે આ અઠવાડિયું કેવું રહેશે તે જાણો. ભાદરવા મહિનાને તહેવારોનો મહિનો કહી શકાય. એવામાં તહેવાર હોય તો ખિસ્સા ખાલી પણ થાય અને ભરાય પણ ખરા.ત્યારે મહિનાના છેલ્લા દિવસોમાં ખર્ચો હજી વધશે કે કમાણી થશે. જાણો રાશિ પ્રમાણે કોને લાભ થશે અને કોને નુકસાન.

મેષ રાશિ ના જાતકો માટે

વડીલોના આશીર્વાદ મળશે. પ્રેમ સંબંધમાં એક નવા વિચાર અથવા એક નવી શરૂઆત તમારા જીવનને સારી ક્ષણોથી ભરી દેશે. આ અઠવાડિયું રોમાન્ટિક રહેશે તેમજ અઠવાડિયાના અંતમાં કોઈ સારા સમાચાર મળી શકે છે.

આ સંબંધમાં તમને વડીલોના આશીર્વાદ અને સહાયતા મળશે. આ અઠવાડિયે નવી તકો તમારી રાહ જોઈ રહી છે. યોજનાઓમાં સફળતા મળશે. કામકાજમાં આવતા અવરોધો દૂર થશે. લાભકારી સમય છે. યાત્રાનો યોગ છે. ધાર્મિક કાર્યોમાં રસ રહેશે. તમારી વાણી પર સંયમ રાખશો તો ગૃહ કલેશથી બચી જશો. મિત્રો તરફથી તમને આશ્વાસન મળશે.

કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે તેમજ ભવિષ્ય વિશે વિચારીને આકરા નિર્ણય લઈ શકો છો. આર્થિક વ્યય વધારે થશે. કોઈ રોકાણ કરવાનું વિચારતા હો તો આ અઠવાડિયે ટાળી દેજો. અઠવાડિયાના અંતે એવી સ્થિતિ પેદા થશે જે તમારી મરજી પ્રમાણેની હશે અને શાંતિનો અનુભવ કરાવશે.

વૃષભ રાશિ ના જાતકો માટે

રિલેશનશિપ મજબૂત રહેશે. તમારી લવ લાઈફમાં આ અઠવાડિયે થોડા ઉતાર-ચડાવ થઈ શકે છે પરંતુ જો તમે બેદરકારી નહીં દાખવો તો જીવન સુખમયી રહેશે. ભગવાનની કૃપાથી તમારા રિલેશન વધુ મજબૂત થશે.

અઠવાડિયાના અંત સુધી સ્થિતિઓ સુધરશે.ઘરમાં કોઈ ધાર્મિક કામોમાં પણ સામેલ થઈ શકો છો. વૃષભ રાશિ માટે અઠવાડિયું લક્ષ્ય પ્રાપ્તિ હેતુ સારું રહેશે. આ અઠવાડિયે બનનારી ગ્રહોની સ્થિતિ તમારી પ્રગતિ માટે ખાસ લાભદાયી રહેશે. પરિશ્રમ અને યોગ્યતાથી ધનલાભ થશે.

જો આ અઠવાડિયે તમે તમારી યોગ્યમાં વધારો કરશો તો આવનારા સમયમાં તેનાથી લાભ થશે. અઠવાડિયાના અંતમાં નકારાત્મક ઉર્જાના કારણે વાદ-વિવાદ થઈ શકે છે.કાર્યક્ષેત્રે પ્રોજેક્ટને લઈને બહુ પઝેસિવ હોવું નુકસાનકારક સાબિત થઈ શકે છે.

પરિવારમાં ખુશીઓ આવશે અને કોઈ યુવા સદસ્ય સંબંધિત ખુશખબરી આ અઠવાડિયે પ્રાપ્ત થઈ શકે છે. આ અઠવાડિયે કરેલી યાત્રા શુભ રહેશે.આર્થિક વ્યય વધારે થઈ શકે છે. કોઈ મહિલા પાછળ ખર્ચો થવાની સંભાવના છે.

મિથુન રાશિ ના જાતકો માટે

જીવનમાં શાંતિ પ્રાપ્ત થશે. અઠવાડિયાના શરૂઆતમાં કેટલીક અસમંજસ સ્થિતિઓ ઊભી થઈ શકે છે પરંતુ તમારે તમારા નિર્ણય પર અડગ રહેવું પડશે, પછી ભલે તેમાં તમને કોઈ સહકાર આપે કે ન આપે.

અઠવાડિયાના અંતમાં જૂની યાદો તાજા થશે તેમજ પ્રેમ સંબંધ વધારે ગાઢ થવા લાગશે અને જીવનમાં શાંતિ પ્રાપ્ત થશે. આ અઠવાડિયે ગ્રહની સ્થિતિ બગડેલા કામ બનાવી દેશે, ધન લાભ, કાર્ય સિદ્ધિ, પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત અને સહયોગ મળશે.

આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. અઠવાડિયાની મધ્યમાં તક પ્રાપ્ત થશે,જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે. અઠવાડિયાના અંતિમાં કરેલું પરાક્રમ તમને વિશેષ ઉપલબ્ધિ પ્રાપ્ત કરાવશે. મનમાં દુવિધા, ચિંતા,શંકાને દૂર કરવા માટે ઈશ્વર પર વિશ્વાસ રાખીને કાર્ય કરો.

આ અઠવાડિયે તમે નવો જોશ અને સ્ફૂર્તિ અનુભવશો. યાત્રા દ્વારા વિશેષ સફળતા મળશે. કોઈ નવી જગ્યાએ યાત્રા કરવાનું મન થશે. આર્થિક મામલે ઉપર-ઉપરથી તો બધું બરાબર લાગશે પરંતુ કોઈ રોકાણના લીધે મનમાં ચિંતા રહી શકે છે. કાર્યક્ષેત્રે પ્રોજેક્ટની સફળતા વિશે વિચારીને મનમાં ચિંતા રહી શકે છે.

કર્ક રાશિ ના જાતકો માટે

હરવા-ફરવા માટેનું પ્લાનિંગ કરી શકો છો. આ અઠવાડિયું સંપૂર્ણ રીતે રોમાન્ટિક રહેશે. તમે તમારા પાર્ટનર સાથે ક્યાંક ફરવા જવાનો પ્લાન પણ બનાવી શકો છો. જીવનમાં રોમાન્સ તો રહેશે જ સાથે જ જીવનમાં ખુશીઓ પણ આવશે.

જો કે અઠવાડિયાના અંત સુધી તમે કોઈ વાતને લઈને ચિંતિત રહેશો.આ અઠવાડિયે ગોચર ફળદાયક છે, અઠવાડિયાની શરુઆતમાં બીન જરુરી ખર્ચ, માનસિક ચિંતાઓ બનેલી રહેશે,જેનથી કાર્ય શિથિલતા અને સ્વભાવ ચિડચિડો થઈ જશે.

પરિશ્રમ કરવા પર લાભ થશે. અઠવાડિયાની મધ્યમાં સ્થિતિઓ અનુકૂળ લાગશે.કાર્ય બનશે. મિત્રોનો સહયોગ પ્રાપ્ત થશે. તમારા ઈષ્ટદેવની ઉપાસના કરવાથી લાભ થશે. અઠવાડિયાની અંતમાં ધનલાભ થશે. કાર્યક્ષેત્રે ઉન્નતિ રહેશે અને ક્યાંકથી સુખદ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે.

યુવા વર્ગ તમારી મદદ માટે આગળ આવી શકે છે. આર્થિક સમૃદ્ધિના શુભ સંયોગ બની રહ્યા છે. બીજા સાથે વિચાર-વિમર્શ કરીને રોકાણ કરશો તો વધારે ફાયદો થશે.આ અઠવાડિયું યાત્રા માટે યોગ્ય નથી માટે ટાળી દેવી જોઈએ.

સિંહ રાશિ ના જાતકો માટે

કોઈ જગ્યાએ થઈ શકો છો શિફ્ટ. આ અઠવાડિયું તમારા પ્રેમ સંબંધ માટે મહત્વપૂર્ણ છે. જીવનમાં રોમાન્સ પર્દાપણ કરશે. તમારી લવ લાઈફમાં રોમાંચ અને રોમાન્સ એમ બંને રહેશે. તમે તમારા પાર્ટનર સાથે કોઈ સારી જગ્યાએ શિફ્ટ થવાનું મન બનાવી શકો છો.

પરસ્પર આદર અને વિશ્વાસ તમારા સંબંધને વધારે મજબૂત બનાવશે તેમજ સુખ-સમૃદ્ધિ લઈને આવશે. અઠવાડિયાની શરુઆતમાં સિંહ રાશિવાળાને ખાસ લાભ થશે. ભાગ્યનો તારો પ્રબળ છે, કાર્યોની નવી યોજનાઓનો વિસ્તાર થશે.

નોકરીમાં બઢતી મળશે, વેપારમાં લાભ થશે. અઠવાડિયાની મધ્યમાં સાવધાની રાખવી પડશે. પારિવારિક અસુવિધાઓ અને ઘરની શોધ જરુરી બનશે, કાર્યક્ષેત્રમાં માનસિક દ્વંદ્વની સ્થિતિ બનશે. અંતમાં સમસ્યાઓનું સમાધાન મળશે.

કાર્યક્ષેત્રે કોઈ નવો પ્રોજેક્ટ અત્યંત શુભ સ્થિતિ લઈને આવી રહ્યો છે. એક નવી વિચારસરણી કાર્યક્ષેત્રે ઉન્નતિના માર્ગ ખોલશે. ક્રિએટિવ કાર્યો દ્વારા શુભ પરિણામ પ્રાપ્ત થશે. આ અઠવાડિયે કરેલી યાત્રાથી સાધારણ પરિણામ મળશે. આર્થિક મામલે ખર્ચો થઈ શકે છે.

કન્યા રાશિ ના જાતકો માટે

પ્રેમ સંબંધમાં મજબૂતી આવશે.આ અઠવાડિયું સંપૂર્ણ રીતે તમારા પર નિર્ભર રહેશે કે તમે તમારી લવ લાઈફને ક્યા રસ્તે લઈ જવા માગો છો. પ્રેમ સંબંધ આમ તો પ્રગાઢ થતો રહેશે અને જીવનમાં સુખ-શાંતિ પણ અનુભવશો પરંતુ અઠવાડિયાના અંતમાં તમારે તમારા તરફથી પ્રયાસ કરવો પડશે, ત્યારે જ શાંતિ બની રહેશે.

કન્યા રાશિવાળા માટે વેપારની દૃષ્ટીએ અઠવાડિયું ઉત્તમ રહેવાનું છે. અઠવાડિયાની શરુઆત અને મધ્યમાં માન પ્રતિષ્ઠા બનેલી રહેશે, સ્થિરતા પૂર્વક બનેલા કાર્યોથી વેપારમાં લાભ થશે. સમજી વિચારીને ખર્ચ કરવાથી આર્થિક તંગીનો સામનો નહીં કરવો પડે.

પરિવારની સમસ્યાઓથી અંતમાં ઘેરાયેલા રહેશો, માટે વાણી પર નિયંત્રણ રાખવું પડશે. કોઈ મોટી સમસ્યાનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે તેમજ પ્રોજેક્ટ સમયસર પૂરો થઈ શકે છે.

આર્થિક મામલે મહિલા વર્ગનો સપોર્ટ મળશે.આર્થિક બાબતે ધીરે-ધીરે પ્રગતિકારક સ્થિતિ પેદા થઈ રહી છે.આ અઠવાડિયે કરેલી યાત્રાથી સફળતા મળશે. અઠવાડિયાના અંતે મનોવાંચ્છિત ફળ મળતાં સુખ-શાંતિનો અનુભવ થશે.

તુલા રાશિ ના જાતકો માટે

મળી શકે છે કોઈ ગુડ ન્યૂઝ. તમારી લવ લાઈફમાં આ અઠવાડિયે ખાટા-મીઠા અનુભવ થતાં રહેશે. આમ તો ઉપર-ઉપર બધું સારું લાગશે તેમ છતાં અંદરોઅંદર કોઈ વાત હશે જે તમને પરેશાન કરશે.

અઠવાડિયાના અંતમાં પ્રેમ સંબંધ મજબૂત થશે અને કોઈ સારા સમાચાર આ મામલે પ્રાપ્ત થઈ શકે છે. તુલા રાશિ માટે અઠવાડિયું ભાગ્યવર્ધક રહેવાનું છે, ભાગ્યના તારા પ્રબળ છે.દૈનિક કાર્યગતિ પ્રગતિવર્ધક રહેશે. મિત્રોનો સહયોગ પ્રાપ્ત થશે.મનોબળ ઉત્સાહવર્ધક રહેશે, ધન લાભ પણ થશે.

આશાવાદી બનેલા રહેશો, આર્થિક યોજનાઓમાં સફળતા મળવાનો યોગ છે. સામાજિક કાર્યોમાં માન-પાન મળશે. આખા અઠવાડિયા દરમિયાન વ્યસ્ત રહેશો. આ અઠવાડિયે યાત્રા દ્વારા વિશેષ શુભ સંયોગ બની રહ્યા છે.

મહિલા વર્ગનો સપોર્ટ મળશે. કોઈ માતૃતુલ્ય મહિલા તમારી મદદ માટે આગળ આવશે. કાર્યક્ષેત્રે મહિલા વર્ગના સહકારથી આર્થિક મામલે પકડ મજબૂત થશે, આર્થિક ઉન્નતિ માટે હજુ વધારે ધ્યાન કેંદ્રિત કરવાની જરૂર છે. અઠવાડિયાને અંતે શાંતિ અનુભવશો.

વૃશ્ચિક રાશિ ના જાતકો માટે

નવા વિચારથી સંબંધો મજબૂત થશે. અઠવાડિયાની શરૂઆતથી જ કોઈને કોઈ સકારાત્મક સમાચાર તમને પ્રાપ્ત થઈ શકે છે. સંતાન સંબંધિત સુખ પણ રહેશે. અઠવાડિયાના અંતમાં તમારા સ્થિતિઓને અનુકૂળ નિર્ણય લેવા પડશે તો જ શાંતિ મળશે.

એક નવો વિચાર તમારી લવ લાઈફમાં મજબૂતી લાવશે. અઠવાડિયાની શરુઆતમાં સંઘર્ષ કરવો પડશે. વાહન સાવધાની પૂર્વક ચલાવવું પડશે. ઈજાઓ થવાની આશંકા છે. ઝઘડાથી દૂર રહેવાની કોશિશ કરો.

અઠવાડિયાની મધ્યમાં મિત્રોનો સહયોગ મળશે.રોકાયેલા કામ પૂરા થશે. કઠીનથી કઠીન કાર્યો ગ્રહો નક્ષત્રોની સ્થિતિના કારણે બનતા જશે. અઠવાડિયાના અંતમાં ખુશ ખબરી મળશે.શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશો. આર્થિક મામલે આ અઠવાડિયે જબરદસ્ત ફાયદો થશે.

કાર્યક્ષેત્રે ક્યાંયથી મદદ મળશે જેનાથી પ્રગતિના માર્ગ ખુલશે. પરિવારમાં ધીરે-ધીરે સ્થિતિ સુધરતી જશે. યાત્રામાં અચાનક મુશ્કેલી આવી શકે છે એટલે ટાળી દેવી યોગ્ય રહેશે. અઠવાડિયાના અંતે કોઈ ફેરફારને કારણે મનમાં શંકા રહી શકે છે.

ધનું રાશિ ના જાતકોએ માટે

આઉટિંગ રોમાન્ટિક રહેશે. લવ લાઈફ રોમાન્ટિક રહેશે અને જીવન ખુશીઓથી હર્યુ-ભર્યુ રહેશે. તમે તમારા રિલેશનને વધારે મજબૂત કરવા માટે પ્રયત્નશીલ રહેશો. અઠવાડિયાના અંતમાં કોઈ સકારાત્મક સમાચાર તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લઈને આવી શકે છે.

અઠવાડિયાના અંતમાં કરેલી આઉટિંગ રોમાન્ટિક રહેશે જો કે નાની વાતને લઈને મન થોડું પરેશાન થઈ શકે છે. સાપ્તાહ દરમિયાન મિશ્રિત ફળ મળશે. સ્વાસ્થ્ય અનુરુપ જ શ્રમ કરો નહીં તો સ્વાસ્થ્ય પર ખરાબ અસર થશે.

સ્વભાવમાં ઉગ્રતા અને ચિડિયાપણું આવી શકે છે. મિત્રોના સહયોગથી સમસ્યાનું સમાધાન આવી શકે છે. અઠવાડિયાની મધ્યમાં ક્યાંક બહાર જવાનું થશે, વાહન સાવધાનીપૂર્વક ચલાવો. અઠવાડિયાના અંતમાં ખાસ લાભ થશે. આર્થિક સુખ-સમૃદ્ધિના વિશેષ સંયોગ બની રહ્યા છે.

નવું રોકાણ તમારા માટે ફળદાયી રહેશે. કાર્યક્ષેત્રે હજુ કષ્ટ રહેશે. આ અઠવાડિયે યાત્રા સાધારણ પરિણામ આપશે. અઠવાડિયાના અંતે જિંદગી નિરસ હોય તેવું લાગશે. જો કે ગ્રહની ગોચર ચાલ અનુકૂળ થશે.

મકર રાશિ ના જાતકો માટે

મહત્વપૂર્ણ નિર્ણયને ટાળી દો. લવ લાઈફમાં રોમાન્સ પ્રવેશી રહ્યો છે.જીવનમાં સુખ-શાંતિ ત્યારે જ રહેશે જ્યારે તમે તમારી તરફથી પૂરતા પ્રયાસ કરતા રહેશો. આ સમયે ભાવાત્મક રીતે તમે નબળા રહેશો, તેથી કોઈ મહત્વપૂર્ણ નિર્ણયને ટાળી દેશો તો વધારે સારું રહેશે.

અઠવાડિયાના અંતમાં પ્રેમ સંબંધને લઈને થોડી નિરાશા થઈ શકે છે. આ અઠવાડિયા દરમિયાન રોકાયેલા કામ પૂરા થશે, ધન લાભ થશે. તમારી વાતો પર વિશ્વાસ કરો,વિરોધીઓ પરાસ્ત થશે. મનમાં ઉત્સાહ રહેશે.

બધાનો સહયોગ મળશે. બેદરકારીના કારણે નુકસાન થઈ શકે છે. બુદ્ધિબળથી સમસ્યાનું સમાધાન લાવો. મિલકત સંબંધિત મામલાઓનું સમાધાન આવવાની સંભાવનાઓ છે. સમજી વિચારીને વ્યવહાર કરો. મહત્વપૂર્ણ કાર્યોમાં સફળતા મળશે.

કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે તેમજ તમારા મિત્રો કે સહયોગી આગળ આવીને મદદ કરશે. આર્થિક ઉન્નતિના વિશેષ યોગ બની રહ્યા છે. રોકાણ દ્વારા પણ સફળતા પ્રાપ્ત થશે. અઠવાડિયાના અંતે કોઈ રૂઆબદાર મહિલા તમારી મદદ માટે આગળ આવી શકે છે.

કુંભ રાશિ ના જાતકો માટે

સંયમથી લેવું પડશે કામ. પ્રેમ સંબંધમાં આ અઠવાડિયે કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય નહીં લો તો વધારે સારું રહેશે. જીવનમાં ઘણા કપરા પડાવ છે પરંતુ ત્યારે તમારે શાંત મને કામ લેવું જોઈએ. આ અઠવાડિયે તમારા રિલેશનશિપમાં થોડું બંધન અનુભવશો.

અઠવાડિયાના અંતમાં તમે તમારા પાર્ટરની સાથે મળીને કોઈ પ્રકારની એક્ટિવિટીમાં સામેલ થઈ શકો છો. આ અઠવાડિયે ઘરેલું તકલીફોમાં અટવાયેલા રહેશો. તકલીફોના કારણે મન વ્યાકુળ રહેશે, બેચેની જેવું લાગશે.

શાંતિ રાખવાથી તમામ તકલીફો દૂર થશે. શત્રુ તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે પણ તમારું કશું બગાડી નહીં શકે. જીવનસાથીનો ભરપૂર સહયોગ મળશે. મધુર વ્યવહારથી બીજાના મનને જીતી શકશો. કાર્યક્ષેત્રે જબરદસ્ત સુધારો જોવા મળશે અને સ્થિતિ પર કાબૂ મેળવી શકશો.

આર્થિક મામલે ધીરે-ધીરે સુધારો થશે.યાત્રામાં ખાટા-મીઠા અનુભવ થશે. અઠવાડિયાના અંતે કોઈ સમાચારના લીધે પરેશાની વધી શકે છે.

મીન રાશિ ના જાતકો માટે

ઘરની સજાવટમાં રસ લેશો. અઠવાડિયાની શરૂઆતમાં તમારે લવ લાઈફને લઈને વધારે પ્રયાસો કરવાની જરૂરિયાત છે ત્યારે જ સુખ અને શાંતિ અનુભવશો. એક નવો વિચાર તમારા રિલેશનશિપમાં શાંતિ લઈને આવી શકે છે. અઠવાડિયાના અંતમાં પ્રેમ સંબંધ મજબૂત થતો જશે.

ઘરની સજાવટમાં રસ લેશો અને તમારા પાર્ટનર સાથે શોપિંગમાં ટાઈમ સ્પેન્ડ કરશો. આ અઠવાડિયે તમે જોખમ દૂર કરી શકશો. કામ બગડવાના કારણે મન અપ્રસન્ન રહેશે. પરિવારની તકલીફોના કારણે અકળાયેલા રહેશો.

અઠવાડિયાના અંતમાં શુભ સંદેશ પ્રાપ્ત થશે, જ્યારે ઉપહાર અથવા પ્રોત્સાહન મળશે. મનમાં શુદ્ધ વિચારો આવવાના કારણે તમારા કામમાં આવેલી તકલીફો અને પડકારોનું સમાધાન પણ મળશે. આર્થિક સમૃદ્ધિના શુભ યોગ બની રહ્યા છે.

જીવનમાં રોકાણ દ્વારા સફળતા પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્રે કષ્ટ થશે અને કોઈ મહિલા સહયોગી સાથે સંબંધો વણસે નહીં તેનું ધ્યાન રાખજો નહીં તો મુશ્કેલી ઊભી થઈ શકે. યાત્રા માટે આ સમય શુભ ન હોવાથી ટાળી દેવી. આર્થિક વૃદ્ધિ સારી રહેશે. અઠવાડિયાના અંતે સકારાત્મક સમાચાર પ્રાપ્ત થઈ શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top