આજે ગણેશજીના આગમનનો બીજો દિવસ છે ત્યારે આજે ગણપતિની કૃપા અમુક રાશીઓ ઉપર છે તો તેમને આજે લાભ મળશે જાણો તો તમારી રાશિઓ વિશે અત્યારેજ.
મેષ
આજે સવારથી તમે એક્ટિવ રહેશો, આજે તમે નવા કાર્યની શરૂઆત કરી શકો છો. નોકરીમાં લાભ મળશે અને આર્થિક યોજનાઓ સફળ થશે. નસીબ 89 ટકા સાથ આપશે.
વૃષભ
આજે સંઘર્ષ બાદ સફળતા મળશે અને લાભની તક મળી શકે છે. વિરોધીઓ નબળા સાબિત થશે તેમજ કાર્યક્ષેત્ર અને સરકારી ક્ષેત્ર સંબંધિત કાર્યમાં સફળતા મળશે. આજે આવક અને સંપત્તિના પ્રયાસ સફળ થશે. નસીબ 70 ટકા સાથ આપશે.
મિથુન
આજે તમને તમારી પ્રતિભાનો પૂરો લાભ મળશે, નવી યોજનાની આજે શરૂઆત કરવાથી લાભ મળશે. મનોરંજન કાર્યો પર ખર્ચો થશે અને પ્રેમ પ્રસંગમાં સફળતા મળશે. દાંપત્યજીવનમાં સ્નેહ જોવા મળશે. નસીબ 97 ટકા સાથ આપશે.
કર્ક
આજે મનમાં ચિંતા જોવા મળશે અને ક્રોધ પર નિયંત્રણ રાખો. ખોટા વાદ-વિવાદથી બચવું. કોઈ વાત અંગે ચિંતા જોવા મળશે અને તબિયત સાચવજો. સાંભળેલી વાત પર વિશ્વાસ કરશો નહીં, નસીબ 59 ટકા સાથ આપશે.
સિંહ
આજે મનોબળ વધશે અને કાર્યમાં જોખમ ઉઠાવવા માટે તૈયાર રહેજો. તમારા પ્રભાવમાં વધારો થશે. સન્માનનો લાભ મળશે, ફસાયેલું ધન મળી શકે છે. કાર્યક્ષેત્રમાં અધિકારીઓનો સહયોગ મળશે. નસીબ 86 ટકા સાથ આપશે.
કન્યા
આજે તમને થાકનો અનુભવ થશે, લેવડ-દેવડમાં સાવધાની રાખજો. કોઈને ઉધાર આપશો નહીં, કામમાં કંટાળો જોવા મળી શકે છે. ખર્ચા થશે અને જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે. નસીબ 52 ટકા સાથ આપશે.
તુલા
આજે તમે ઉત્સાહી રહેશો, પ્રયાસ કરવાથી કાર્યમાં સફળતા મળશે. ધાર્મિક સ્થળની યાત્રા કરી શકો છો. મનોરંજન કાર્યો પર ખર્ચો થશે. મહિલાઓને સૌંદર્ય પ્રત્યે રુચિ વધશે. નસીબ 94 ટકા સાથ આપશે.
વૃશ્ચિક
આજે વ્યસ્ત રહેશો અને કેટલાંક બિનજરૂરી ખર્ચા થઈ શકે છે. સ્નેહીજનો સાથે મનભેદની આશંકા છે અને વાણી તેમજ ક્રોધ પર સંયમ જાળવજો. માર્કેટિંગમાં કામ કરતા લોકોને ફાયદો થશે. યાત્રામાં પરેશાની થશે અને નસીબ 55 ટકા સાથ આપશે.
ધન
આજે તમારું મન પ્રસન્ન રહેશે, કોઈ પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. ધાર્મિક યાત્રા કરી શકો છો અને ગમતું કામ મળવાથી કાર્યમાં આનંદ આવશે. વેપારમાં ફાયદો થશે અને નસીબ 78 ટકા સાથ આપશે.
મકર
આજે નવી યોજના પર કાર્ય કરી શકો છો અને સન્માનમાં વધારો થશે. કાર્યમાં રુચિ વધશે અને સફળતા મળશે. સુખના સાધનોમાં વધારો કરવા માટે ધન ખર્ચ થઈ શકે છે. કોઈ મિત્ર આવવાના કારણે તમે ખુશ થશો. રોકાણથી લાભ થશે અને નસીબ 74 ટકા સાથ આપશે.
કુંભ
આજે તમે કલ્પનામાં ખોવાયેલા રહેશો અને ધર્મના વિષય અંગે વિચાર કરશો. સમાજમાં સન્માન વધશે અને યાત્રાથી લાભ થશે. વિરોધીઓથી સાવધાન રહેજો અને નસીબ 80 ટકા સાથ આપશે.
મીન
આજે તમારા વ્યવહારથી સાથી નારાજ થઈ શકે છે. બેદરકારીથી તમને નુક્સાન થઈ શકે છે. આજે વાહન ધીમી ગતિએ ચલાવજો. યાત્રા દરમિયાન જોખમથી બચો. આર્થિક મુદ્દે વિચારીને નિર્ણય લેજો. નસીબ 49 ટકા સાથ આપશે.