ટ્વિટર પર રશિયામાં કરવામાં આવ્યો 85 લાખ રૂપિયાનો દંડ, જાણો શું છે કારણ

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

રશિયન અદાલતે ટ્વિટર પર 1.16 લાખ ડૉલર (લગભગ 85 લાખ રૂપિયા) નો દંડ ફટકાર્યો છે. માઇક્રો બ્લોગિંગ સાઇટ સામે આ દંડ તેના પ્લેટફોર્મ પરથી પ્રતિબંધિત સામગ્રીને દૂર ન કરવા માટે કરવામાં આવ્યો છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં ટ્વિટરના ખરાબ ખાતાની તપાસ ચાલી રહી છે. મોસ્કોની એક અદાલતે ટ્વિટરને રશિયાના ઇન્ટરનેટ કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ગણાવ્યું છે.

ટ્વીટ દ્વારા સગીર બાળકોને એક વિરોધમાં જોડાવા અપીલ કરવામાં આવી હતી. સિન્હુઆના અહેવાલો અનુસાર, પ્રતિબંધિત સામગ્રીમાંથી કેટલાક પર દંડ કરવામાં આવ્યો છે, જેમાં કેટલાક નાના બાળકોને ગેરકાયદેસર વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા વિનંતી કરવામાં આવી હતી, ડ્રગસ નો ઉપયોગ કરવા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ હુકમ લાગુ થયાના દિવસથી જ ટ્વિટરને બે મહિનાની અંદર દંડ ચૂકવવો પડશે.

રશિયન સમાચાર એજન્સી તાસના જણાવ્યા અનુસાર, મોસ્કોની તગંસકી જિલ્લા અદાલતે ટ્વિટર પર આ દંડ ફટકાર્યો છે, અને સગીરને ગેરકાયદેસર અને અનધિકૃત ઘટનામાં ભાગ લેવાની વિનંતી કરેલી ટ્વીટને દૂર કરવાનો ઇનકાર કરવા બદલ કરવામાં આવ્યો છે. આ કોર્ટમાં ફેસબુક વિરુદ્ધ ત્રણ એવા જ કેસની સુનાવણી થવાની છે. ગૂગલ વિરુદ્ધ ત્રણ સમાન કેસની સુનાવણી 4 મે સુધી મુલતવી રાખવામાં આવી છે.

ભારતમાં પણ ટ્વિટરે કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનને લગતી ગેરકાયદેસર અને ભડકાઉ સામગ્રીને તેના મંચ પરથી દૂર કરવાની ના પાડી દીધી હતી. બાદમાં જ્યારે સરકારે કડકતા દર્શાવી ત્યારે તેણે ટ્વીટ્સ દૂર કરી દીધી હતી.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો MotionToday Gujarati

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here