GujaratNews

લોક ગાયીકા ગીતા રબારી ફરી એક વખત વિવાદમાં આવી, હવે આ બાબતમાં નોંધાઈ પોલીસ ફરિયાદ

લોકગાયીકા ગીતા રબારી વેક્સીન વિવાદ ફરીથી એક વાર વિવાદમાં આવી ગઈ છે. કોરોના કાળમાં નિયમોનો ભંગ કરતા ડાયરો યોજનાર ગીતા રબારી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 21-6 ના રોજ ભુજના રેલડી ગામે ફાર્મ હાઉસમાં પેડી પ્રસંગે ગીતા રબારી, નિલેશ ગઢવી, લક્ષ્મણ બારોટ સહિતના કલાકારોએ ડાયરાની રમઝટ બોલાવતા જોવા મળ્યા હતા.

ડાયરા માટે કોઈ પણ મંજૂરી લેવાઈ નહોતી અને 250 થી વધુ લોકો હાજર રહી જાહેરનામાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. પોલીસે ફાર્મ હાઉસના માલિક સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મહત્વનું ગીતા રબારીનો થોડા દિવસ પહેલા જ પોતાના ઘરે વેકસિન લીધી હોવાનો ફોટો વાયરલ થયો હતો. ત્યાર બાદ વિવાદ ઉભો થતા તેમને ફોટો ડીલીટ કરી નાખ્યો હતો. જ્યારે ઘરે વેક્સીન આપનાર માધાપાર પીએચસીના હેલ્થ સુપરવાઈઝરની પણ બદલી કરી નાખવામાં આવી હતી.

દેશ વિદેશમાં પ્રસિદ્ધ અને લોકપ્રિય ગાયિકાને ઘરે જઈને રસી અપાતા વિવાદ પણ સર્જાયો હતો. ગીતા રબારીએ ટ્વિટર મારફતે પોતાના ઘરે કોરોના સામે રક્ષણ આપતી રસી હોય તેવો ફોટો શેર કર્યો હતો ત્યાર બાદ વિવાદ થતા પોસ્ટ ડિલીટ કરી નાખવામાં આવી હતી. તેમ છતાં સમગ્ર મામલામાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા ઘેરાઈ જતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા હતા. જેના આધારે સી.ડી.એચ.ઓ. ડો. જનક માઢકે માધાપરના ફિમેલ હેલ્થ સુપરવાઈઝરને નોટિસ ફટકારતા રવિવારના બપોરે 12 વાગ્યા સુધી ખુલાસો માંગવામાં આવ્યો હતો .

જ્યારે બીજી તરફ કોરોના સામે રક્ષણ આપતી રસી લેવા 18 થી 44 વર્ષની વ્યક્તિઓ ઓન લાઈન રજિસ્ટ્રેશન માટે હેરાન થઈ જાય છે જ્યાં બીજી તરફ રિજસ્ટ્રેશનનું લોગ ઈન થાય એ પહેલા લોગ આઉટ કરી થઈ જાય છે. જ્યારે બીજી તરફ સેલિબ્રિટીઓને રજિસ્ટ્રેશન વગર તેમના ઘરે જઈને રસી આપવાની સુવિધા કરી કિસ્સો સામે આવ્યો છે.

ગીતા રબારી અને તેના પરિવારજનોને ઘરે જઇને વેક્સિન આપવાની સુવિધા અપાતા લોકોમાં ગુસ્સો જોવા મળ્યો છે. જ્યારે સવાલો ઉઠી રહ્યા છે કે, સેલિબ્રિટી છે એટલે શું ઘરે જઇને વેક્સિનની સુવિધા આપવાની? લોકો કલાકો સુધી લાઇનમાં ઉભા રહે તો પણ વેક્સિન મળતી નથી. સ્લોટ બુક કર્યા છતા વેક્સિન નથી મળતી અને આમને ઘરે બેઠા વેક્સિન મળી જાય છે. જેના કારણે લોકોએ સવાલ કર્યા હતા.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker