સુરતની પાંડેસરા GIDC માં ભયંકર આગ, દોઢ કિલોમીટર સુધી દેખાયા ધુમાડા

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

સુરતના પાંડેસરામાં આવેલી GIDC માં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગવાના કારણે આજુબાજુના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે. ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. જ્યારે ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. રાણી શક્તિ મિલમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. જયારે આગ એટલી વિકરાળ હતી કે તેના ધૂમાડા દોઢ કિલોમીટર સુધી જોવા મળ્યા છે.

તેમ છતાં આગમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પરતું મીલમાં રહેલો મોટા ભાગનો માલ સામાન બળીને ખાખ થઈ ગયેલ છે. આગને નિયંત્રિત કરવા માટે 3 થી વધુ ફાયર બ્રિગડની ટીમો ઘટના સ્થળે પહોંચી ગયેલ છે. પ્રાથમિક જાણકારી મુજબ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

તેમ છતાં આગની જાણ થતા આજુબાજુ લોકોના ટોળા પણ એકઠા થઈ ગયા છે. જ્યારે ઘટનાની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી અને આ ટોળાઓને વિખેરવાની કાર્યવાહી કરી આગળની તપાસ શરુ કરી છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો