સુરતની GIDCમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

સુરતમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. જ્યારે આ ઘટનામાં એક વ્યક્તિનું કરુણ મોત પણ થયું હતું. સુરતના કડોદરા જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં વિવા પેકેજિંગ મિલમાં ભીષણ આગ લાગી હોવાની જાણકારી સામે આવી છે.

જ્યારે આગ પર કાબુ મેળવવા માટે 10 થી વધુ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આવી છે. જેમાં વિવા પેકેજિંગ મિલ પાંચ માળની બિલ્ડિંગ રહેલી છે. આગથી બચવા માટે કામ કરનાર મજૂરો જીવ બચાવવા માટે બિલ્ડિંગથી કુદતા મારતા પણ જોવા મળ્યા હતા.

આ બિલ્ડિંગમાં 125થી વધુ લોકો હતાં તમામ લોકોને રેસ્ક્યૂ કરાયા
આ બિલ્ડિંગમાં 125થી વધુ લોકો હતાં તમામ લોકોને રેસ્ક્યૂ કરાયા

જ્યારે વિવા પેકેજિંગ મિલમાં લાગેલી આગ બાદ કામ કરનાર લોકોને ક્રેઇન વડે રેસ્ક્યૂ કરાઈ રહ્યા છે. જ્યારે અનેક લોકો દ્વારા જીવ બચાવવા માટે બિલ્ડિંગ પરથી કૂદકો માર્યો હોવાનું પણ સામે આવ્યું છે. અહીં એક મજૂરનું મોત પણ નીપજ્યું હતું. આગની માહિતી પ્રાપ્ત મુજબ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને તુલાકાના મામલતદાર પણ ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા.

કામદારો જીવ બચાવવા માટે બિલ્ડિંગના ધાબે ચઢી ગયાં હતાં.
કામદારો જીવ બચાવવા માટે બિલ્ડિંગના ધાબે ચઢી ગયાં હતાં.

પ્રાપ્ત માહીતી મુજબ, સુરતની કડોદરા GIDC માં વિવા પેકેજિંગ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આ કંપનીમાં પાંચમા માળે આગ લાગતાં ત્યાં કામ કરનાર કેટલાક લોકો પાંચમાં માળથી જ કૂદકો મારીને પોતાનો જીવ બચાવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગ કયા કારણોસર લાગી હતી તે હજી જાણવા મળ્યું નથી. ફાયર વિભાગની ટીમ દ્વારા બે હાઈડ્રોલિક ક્રેન વડે કામ કરનાર કામદારોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતાં. જેમાં એક કામદારનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો