છોકરીનો ‘બદલો’ એક્સ-બોયફ્રેન્ડને ગિફ્ટમાં આપેલ 23 લાખની બાઈકમાં લગાવી દીધી આગ – જુઓ વિડિયો

પ્રેમ કરનાર કપલ એક-બીજા માટે દુનિયાભરના સમ ખાય છે, આટલું જ નહિ કપલમાં મોંઘી મોંઘી ભેટ આપવી પણ સામાન્ય વાત છે. જો કે ઘણા ઓછા લોકો એવા હોય છે કે જેમનો પ્રેમ સમૃદ્ધ થવામાં સમર્થ છે, અમારો અર્થ (મતલબ) છે કે તે લગ્નના મુકામ સુધી પહોંચી શકે છે. એકવાર સંબંધ તૂટી ગયા પછી ખૂબ જ મુશ્કેલ છે કે પાછા તમારા ચીટિંગ (ગદાર) પાર્ટનરને તક આપવી. હાલમાં જ થાઇલેન્ડથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે જેમાં જોવા મળ્યું છે કે એક ગર્લફ્રેન્ડ (પ્રેમિકા) એ તેના પોતાના જ પૂર્વ બોયફ્રેન્ડની બાઇકને આગ ચાંપી દીધી હતી.

છોકરીએ લીધો એક્સ-બોયફ્રેન્ડ સાથે બદલો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુવતીના એક્સ-બોયફ્રેન્ડએ તેની સાથે દગો કર્યો હતો, ત્યારબાદ તેને બદલો લેવા માટે તેને છોકરાની બાઇકને આગ લગાવી દીધી. રસપ્રદ વાત એ છે કે આ છોકરાને બાઇક તેની ગર્લફ્રેન્ડએ જ ગિફ્ટમાં આપી હતી. બાઇકને આગ લગાવવાનો આ સંપૂર્ણ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ. વીડિયો સામે આવ્યા બાદ હવે યુવતીની પોલ ખુલી ગઈ છે. યુવતીની ઓળખ 36 વર્ષીય કનોક વાન તરીકે થઈ છે.

6 અન્ય વાહનો પણ બળીને ખાખ થઈ ગયા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કનોક વાન કથિત રીતે તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ સાથે બદલો લેવા માંગતી હતી કારણ કે તેને સંબંધમાં પાછા આવવાની ના પાડી દીધી હતી. કનોક વાનની હરકત પર ત્યારે દોડધામ મચી ગઈ જયારે તેના દ્વારા લગાવાયેલી આગમાં અન્ય છ વાહનો પણ બળી ને ખાખ થઇ ગયા હતા. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ ફાયર ફાઇટરો આગને કાબૂમાં લેવા સ્થળ પર પહોંચે તે પહેલાં ઘણું નુકસાન થઈ ગયું હતું.

સ્કૂલના પાર્કિંગમાં પાર્ક કરી હતી બાઇક

ઇરાદાપૂર્વક આગ લગાડવા બદલ કનોકની ધરપકડ કરવામાં આવી છે. સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું કે અમને શ્રીનાખરીનવિરોટ યુનિવર્સિટી પ્રસારમિત પ્રદર્શન શાળાના પાર્કિંગના ત્રીજા માળે આગ લાગવાની માહિતી મળી હતી. પાર્કિંગની ઇમારત શાળાના મુખ્ય મકાનની નજીક હતી પરંતુ કોઈને ઇજા થઇ નથી. કોરોના વાયરસ મહામારીને કારણે, બાળકોના વર્ગો ઑનલાઇન ચાલી રહ્યા હતા, તેથી કોઈ જાનહાની થઈ ન હતી.

23 લાખ રૂપિયાની આપી હતી બાઇક

ગિફ્ટ મીડિયા અહેવાલો અનુસાર, જ્યારે અગ્નિશામક અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા, ત્યારે તેઓએ 10 મિનિટમાં આગને કાબૂમાં લીધી અને બિલ્ડિંગના અન્ય ભાગોમાં ફેલાવવાનું રોકી દીધું. પોલીસે આગ લાગવાનું કારણ જાણવા સીસીટીવી કેમેરાની તપાસ કરી તો જોવા મળ્યું કે શાળા કર્મચારીની પૂર્વ પ્રેમિકાએ આ ઘટનાને અંજામ આપ્યો છે.

જુઓ Video:

ગયા બુધવારે તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે જ્યારે કપલ સાથે હતા ત્યારે યુવતીએ તેના બોયફ્રેન્ડને લગભગ 23 લાખ રૂપિયાની ટ્રાયમ્ફ મોટરસાયકલ ભેટમાં આપી હતી.

Scroll to Top