ભયાનક ઘટના: યુવક લોહીલુહાણ, દીકરીની હત્યા, પત્ની જીવન-મરણ વચ્ચે ઝોલા ખાય અને પતિ…

મુંબઈને અડીને આવેલા મીરા રોડમાં એક દિલધડક કિસ્સો સામે આવ્યો છે. અહીં આખા પરિવારે એકસાથે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તે આત્મહત્યા કરી શક્યા નહી ત્યારે તે વ્યક્તિએ તેની પત્ની અને બાળકની હત્યા કરી નાંખી હતી.

7 વર્ષની બાળકી

પ્રાપ્ત માહિતી અનુસાર, મુંબઈને અડીને આવેલ મીરા રોડનો એક વિસ્તારમાં ભયાવહ ઘટના બની છે. અહીં એક વ્યક્તિ તેની પત્ની અને 7 વર્ષની બાળકી સાથે રહેતો હતો. સમગ્ર પરિવારે એકસાથે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તે સફળ ન થયો, ત્યારે તે વ્યક્તિએ તેની 7 વર્ષની બાળકીની હત્યા કરી નાંખી હતી.

ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો

મળતી માહિતી મુજબ આ પછી વ્યક્તિએ પત્નીનું ગળું દબાવીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો અને સ્થળ પરથી ફરાર થઈ ગયો. હાલમાં પત્નીની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

યુવાન પર હુમલો

ત્યારે આ જ વિસ્તારની એક સોસાયટીમાં 19 વર્ષીય યુવકને સિક્યુરિટી ગાર્ડે ઢોર માર માર્યો હતો. મળતી માહિતી મુજબ સોસાયટીના બંને ગાર્ડની પહેલા તે યુવક સાથે બોલાચાલી થઈ હતી. આ પછી તેમાંથી એકે છરી કાઢીને યુવકને ઘા મારીને લોહીલુહાણ કરી દીધો હતો.

Scroll to Top